રબને બના દી જોડી.. જેવી છે ફિરોઝ જૈનબની લવસ્ટોરી, વાંચો 3 ફૂટની ઊંચાઈ ધરાવતા દુલ્હાની કહાની
કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે. આ વાત કોઈ માને કે ન માને પણ મેરઠના એક કપલ માટે તો સાચી જ ઠરી છે.

મેરઠના નાના કદના ફિરોઝ અને જૈનબના લગ્ન માત્ર એટલા માટે વર્ષોથી થતા ન હતા કે તેમની ઊંચાઈ માત્ર 3 ફુટ છે. જો કે રબને બના દી જોડી વાત આ બંને માટે સાચી ઠરી અને તેમના લગ્ન થયા. કેવી રીતે જામી તેમની જોડી ચાલો જણાવીએ તમને.
મેરઠના 3 ફૂટની ઊંચાઈ ધરાવતા ફિરોઝને તેના સપનાની રાણી મળી ચુકી છે અને તેણે તેની સાથે સંસાર શરુ પણ કરી દીધો છે. 3 ફુટની ઊંચાઈ ધરાવતા ફિરોઝના લગ્ન કરવા માટે પરિવાર વર્ષોથી મહેનત કરી રહ્યો હતો. પરંતુ ઊંચાઈ ઓછી હોવાથી વાત પાકી થતી નહીં. તેવામાં ફિરોઝ માટે નિકાહ થવા તે વાત સપના સમાન બની જવાની હતી અને ફિરોઝે પણ લગ્નની આશા છોડી દીધી હતી.

પરંતુ તેવામાં અચાનક ફિરોઝના એક મિત્રની ભાભીને 3 ફૂટના ફિરોઝને જોયો અને પોતાની 3 ફુટની જ બહેન માટે તેને પસંદ કરી લીધો. બંને પરિવાર વચ્ચે વાતચીત થઈ અને લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા. બંનેના લગ્નની તારીખ 3 મહિના પહેલાની હતી પરંતુ કોરોના ફેલાતા લોકડાઉન જાહેર થયું અને નિકાહ અટકી ગયા.
ફિરોઝના નિકાહની તારીખ લોકડાઉનના તબક્કાની સાથે આગળ વધતી રહી. પરંતુ તાજેતરમાં જ્યારે અનલોક 1 શરુ થયું તો ફિરોઝના નિકાહ 20 લોકોની હાજરીમાં કરવામાં આવ્યા. આ નિકાહમાં 3 ફૂટના દુલ્હા-દુલ્હન એકબીજાના થયા.

મેરઠ લિસાડી ગેટ વિસ્તારમાં આવેલા લક્ખીપુરામાં મોલીવૂડ ફિલ્મોમાં કામ કરતો ફિરોઝ રહે છે. ફિરોઝની લંબાઈ માત્ર 3 ફૂટની છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે ફિરોઝ સિવાય તેના ઘરના તમામ લોકો સામાન્ય કદના છે. ઘરમાં એક માત્ર ફિરોઝ જ છે જેનું કદ વધ્યું નહીં.
જો કે ઓછી ઊંચાઈ ફિરોઝના લગ્નમાં વર્ષોથી બાધા બની હતી. તે લગ્ન કરવા ઉત્સુક હતો પણ તેને કોઈ પાત્ર મળ્યું નહીં. કદાચ તેના માટે જૈનબને ભગવાને ધરતી પર મોકલી હતી એટલે જ અન્ય કોઈએ ફિરોઝને હા કહી નહીં.

ફિરોઝ અને જૈનબના લગ્ન જોવા માટે આસપાસના લોકો પણ એકત્ર થયા હતા. જો કે ફિરોઝના નાના કદના કારણે તે ફિલ્મોમાં ચમકી ચુક્યો છે. તેણે ડોક્ટર દિલ વાલા, મેરા દુશ્મન મેરા દોસ્ત, સપના અપના અપના, પડોસી પરેશાન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
source : dailyhunt