કોરોનામાંથી રીકવર થયેલા 5% દર્દીઓને ફરીથી થાય છે સંક્રમણ, સાથે 90 ટકા દર્દીઓ ગુમાવી બેસે છે શરીરનો આ પાર્ટ

કોરોનાથી સાજા થયેલા વુહાનના દર્દીઓનો કરવામાં આવ્યો સર્વે – 90% દર્દીઓના ફેફસાઓ છે ખરાબ, કોરોનામાંથી રીકવર થયેલા 5% દર્દીઓને ફરીથી થાય છે સંક્રમણ – આ ટેસ્ટ ચાલીને કરાવવામાં આવે છે

લગભગ 2019ના નવેમ્બર મહિનામાં ચીનના વુહાનમાં કોરોના વાયરસે માથું ઉંચક્યું હતું તે વખતે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે આ વાયરસ આખાએ જગતને પોતાની બાનમાં લઈ લેશે અને સામાન્ય જનજીવનને લગભગ ઠપ જ કરી દેશે. આજે લાખો લોકો કોરોનાના સંક્રમણથી ગ્રસ્ત છે તો વળી લાખો લોકોએ આ સંક્રમણના કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જોકે ચીનમાં તો કોરોનાની મહામારી લગભગ સાવજ ઓછી થઈ ગઈ છે. પણ હાલ વુહાનમાં જે પરિક્ષણો કરવામા આવી રહ્યા છે તે ઘણા ચોંકાવનારા છે.

image source

અહીં જે કોરોના દર્દીઓ સંક્રમણમાંથી મુક્ત થઈને સ્વસ્થ થયા છે તેમનો એક સર્વે કરવામા આવી રહ્યો છે. અને તે પ્રમાણે આ દર્દીઓમાંના 90 % દર્દીઓના ફેફસા ખરાબ થઈ ગયા છે તેવું જાણવા મળ્યું છે, માત્ર આટલું જ નહીં પણ જે દર્દીઓ સંક્રમણમાંથી સાજા થઈ ગયા છે તેમાંથી 5 % દર્દીઓને ફરી કોરોનાનું સંક્રમણ થાય તેવી શક્યતા છે અને કેટલાક તો હાલ હોસ્પિટલમાં પણ દાખલ છે.

image source

તમને જણાવી દઈએ કે ચીનના હુબેઈ પ્રાંતમાં આવેલા વુહાન શહેરમાં અત્યાર સુધીમાં કુલ 68,138 લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે અને તેમાંથી 4512 લોકોના મૃત્યુ નીપજ્યા છે. તો વળી મંગળવારે અહીં નવા 27 કેસ નોંધાયા છે જેમાંના 22 કેસ શિનજિયાંગ પ્રાંતમાં છે.

image source

વુહાન યુનિ.ની એક ટીમ દ્વારા વુહાનમાં એપ્રિલ મહિના સુધીમાં કોરોના સંક્રમણથી મુક્ત થયેલા 100 દર્દીઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આમ તો આ 100 દર્દીઓ પર યુનિવર્સિટિની ટીમ એપ્રિલ મહિનાથી જ નજર રાખી રહી છે. અને સમયે સમયે તેમને મળીને તેમના હેલ્થ ચેકપ પણ કરવામા આવે છે અને તે માહિતની નોંધણી પણ કરવામા આવે છે.

image source

એક માહિતી પ્રમાણે આ સર્વે લગભગ 1 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે. જેને તબક્કાવાર કરવામાં આવશે. જુલાઈ મહિનામાં તેનો પ્રથમ તબક્કો પુર્ણ થયો છે. આ સર્વેમાં સમાવિષ્ટ દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. હાલ જ્યારે આ સર્વેનું પહેલું ચરણ પુરું થઈ ગયું છે ત્યારે જાણવા મળ્યું છે કે 90% દર્દીઓના ફેફસા ખરાબ થઈ ગયા છે.

image source

અને એ પણ કે તેઓ હજુ સુધી સંપૂર્ણરીતે સ્વસ્થ નથી થયા. આ સર્વે યુનિવર્સિટિની ટીમ દર્દીઓને છ મિનિટ સુધી ચલાવીને કરે છે. આ સર્વે દ્વારા એકત્રિત કરવામા આવેલા ડેટા પ્રમાણે સાજા થયેલા કોરોનાના દર્દીઓ છ મિનિટમાં માંડ 400 મીટર જેટલુ ચાલી શકે છે બીજી બાજુ એક સ્વસ્થ વ્યક્તિ 6 મિનિટમાં 500 મીટર ખુબ જ સહેલાઈથી ચાલી શકે છે.

image source

આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે દર્દીઓને સાજા થયા બાદ પણ 3 મહિના સુધી ઓક્સિજનની જરૂર પડે છે. તો વળી 100માંથી 10 દર્દીના શરીરમાં કોરોના સામે રક્ષણ આપતા એન્ટિબોડી પણ ખતમ થઈ ગયા છે. તો વળી 5 ટકા દર્દીઓના કોવિડ-19 ન્યૂક્લિક એસિડ જે ટેસ્ટ કરવામાં આવ્યા છે તે નેગેટિવ છે પણ તેમના જ્યારે ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટ કરવામા આવ્યા તે પોઝિટિવ આવ્યા છે. આમ તેમને ફરી ક્વોરેન્ટીન કરવામા આવ્યા છે.

પહેલાંનું સંક્રમણ છે કે નવું તે સંશોધન હજુ બાકી છે

image source

વુહાનમાં આવેલી ઝોંગનાન હેસ્પિટના ડીરેક્ટર પેંગ ઝિયોંગ જણાવે છે કે આ લોકો કોરોનાથી ફરી સંક્રમિત થયા છે કે પછી પહેલાંનું જ સંક્રમણ છે તે કહેવું હાલ તેમના માટે મુશ્કેલ છે. તેમણે એ પણ જણાવ્યું કે કોરોના સંક્રમણમાંથી મુક્ત થયેલા દર્દીઓના શરીરમાં વાયરસ સામે લડતા બી-સેલ્સમાં ઘટાડો જોવામાં આવ્યો છે. આમ કહી શકાય કે કોરોનાના સંક્રમણથી મુક્ત થયેલા દર્દીઓ હજુ સંપૂર્ણરીતે સાજા નથી થયા.

image source

પેંગે જણાવ્યું, ‘આ પરિણામ દર્શાવે છે કે દર્દીઓના રોગપ્રતિકારક તંત્ર હજુ પણ ઠીક થઈ રહ્યા છે.’ સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દર્દીઓએ અવસાદ અને કલંકની ભાવનાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સાજા થઈ ગયેલા મોટા ભાગના દર્દીઓએ જણાવ્યું કે કુટુંબીજનો હજુ પણ તેમની સાથે જમવા માટે તૈયાર નથી. તેમાં કેહવામાં આવ્યું છે કે ઠીક થઈ ગયેલા દર્દીઓમાંથી અરધાથી ઓછા જ કામ પર પાછા ફર્યા છે. આ પરિણામો ખુબ જ મહત્ત્વના છે કારણ કે કોરોનાનું સંક્રમણ સૌથી પહેલા વુહાનમાં જ સામે આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,