બાપ રે બાપ: એક પૂત્રી હતી અને બીજી આવી, એક મહિનાની થતાં જ ખુદ માતા-પિતાએ ગળું દબાવીને મારી નાંખી

હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને એને જોઈને તમારી પણ આંતરડી કકળી ઉઠશે. ત્યારે આ કેસ એક એવી દીકરીનો છે કે જેને પોતાનાએ જ મોતના મુખમાં ધકેલી અને હવે આ કિસ્સો વાયરલ થઈ રહ્યો છે. તો આવો જાણીએ આ કિસ્સા વિશે. સામાન્ય રીતે વાત કરીએ તો પાટીદાર સમાજ દ્વારા દિકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામા આવી રહી છે.

image source

તો બીજીબાજુ કડીના એક પરિવારે પુત્રીનો જન્મ થતાં જ હતાશ અને નિરાશ થઈને પુત્રીની હત્યા કરી નાંખી છે. હવે આ સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. કડી પોલીસે હત્યા અંગે બાળકીના માતાપિતા અને દાદાદાદી સામે ગુનો નોંધીને હાલમાં તપાસ પણ હાથ ધરી છે. આ પરિવાર કડીના કરણનગર રોડ પરના રાજભુમિ ફ્લેટમાં રહેતા રીના હાર્દિક પટેલની છે.

image source

હાર્દિક પટેલે પુત્રીને જન્મ આપ્યો હતો. કોઈ કારણોસર તાજીજન્મેલી બાળકીનું એકમાસ બાદ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતાં કડી પોલીસે બાળકીના મ્રુતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. તો રીપોર્ટમાં કોઝ ઓફ ડેથનું વર્ણન કર્યું હતું એટલે કે બાળકીની હત્યા કરાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

image source

જે વાંચી પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ રીતે ઘટના બની એ ખરેખર લોકો માટે ચોંકાવે એવો છે. આ અંગે ડીવાયએસપી આર આર આહીરે કડી પોલીસ સ્ટેશનમાં બાળકીની માતા રીના પટેલ, પિતા હાર્દિક પટેલ, દાદા ઉપેન્દ્ર જોઈતારામ પટેલ અને દાદી નીતાબેન ઉપેન્દ્ર પટેલ સામે ગુનો નોંધાવતાં સનનાટી મચી ગઈ હતી.

image source

જો વધારે વાત કરીએ તો આ અંગે વિસનગર ડીવીયએસપી એ બી વાણંદ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કડી પોલીસ સ્ટેશનના પીઆઈ બી એમ પટેલ કહે છે કે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો. પીએમ રીપોર્ટના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે વાત કરવામાં આવી રહી છે કે બીજી પણ દીકરી આવતા માતા પિતાએ આ દીકરીને મારી નાખી છે, કારણ કે તેને બીજો દીકરો જોઈતો હતો.

image source

બેટી બચાઓ-બેટી પઢાઓ… દિકરો-દિકરી એક સમાન… સહિતના સૂત્રો અને કહેવતો માત્ર કાગલ પર જ રહી ગઈ હોય તેવી કાળજુ કંપાવી નાખે તેવી ગોઝારી અને સભ્ય સમાજ માટે લાંછનરૂપ ઘટના ગુજરાતના મહેસાણાના કડીમાં સામે આવી છે. અહીં પહેલાથી જ એક દિકરી હોવા છતા બીજી બાળકી જન્મતા તેને માતા-પિતા દ્વારા ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

image source

આ મામલે મૃતક બાળકીના માતા-પિતા અને દાદા-દાદી વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં મહેસાણા DySP પોતે જ ફરિયાદી બન્યા હતાં. મૃતક દિકરી 1 મહિનો અને 2 દિવસની હતી. આ સિવાય વાત કરીએ તો આ કેસમાં ખુદ મહેસાણા DySP ફરિયાદી બન્યા હતાં. Dysp આર.આર. આહીરે જ ફરિયાદ નોંધાવી હતી. આમ એક ઉચ્ચ પોલીસ અધિકારીની જાગૃકતાથી હિચકારી ઘટના સામે આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!