માત્ર 16 વર્ષની ઉંમરે જુડવા બાળકોની માતા બની હતી ટીવીની કોમોલિકા, અને પછી એવી હાલત થઇ કે…

જાણીતી ટીવી સિરિયલ કસોટી જિંદગી કેમાં કોમોલિકાનો રોલ કરીને ઘર ઘરમાં ફેમસ થયેલી એક્ટ્રેસ ઉર્વશી ઢોલકીયા તો તમને યાદ જ હશે. આ અભિનેત્રી એ હસ્તીઓમાં આવે છે જેને લગ્ન વગર સિંગલ મધર તરીકે ટીવીમાં પોતાની ઓળખ બનાવી છે અને પોતાની જાતને દરેક સ્થિતિમાં સાબિત કરી છે. ઉર્વશી ઢોલકીયાન્યા કરિયરની શરૂઆત ટીવી શો શ્રીકાંત દ્વારા થઈ હતી. જો કે એમને ઓળખ વર્ષ 2001માં શરૂ થયેલી સિરિયલ કસોટી જિંદગી કીથી મળી. આમ તો ઉર્વશી ઢોલકીયા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લઈને લઈને વધુ ચર્ચામાં રહી છે..ઉર્વશી ઢોલકીયાએ ફક્ત 19 વર્ષની ઉંમરમાં જોડિયા બાળકોની માતા બની ગઈ હતી. ઉર્વશી ઢોલકીયાનો જન્મ 9 જુલાઈ 1979માં થયો હતો ચાલો આજે જાણી લઈએ ઉર્વશી ઢોલકીયા વિશેની અમુક ખાસ વાતો.

image source

ઉર્વશી ધોળકીયાએ ફક્ત 16 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને 18 વર્ષની ઉંમરે એ એમના પતિથી અલગ થઈ ગઈ હતી. એ દરમિયાન એ પ્રેગ્નેન્ટ હતી. જ્યારે એ 19 વર્ષની હતી ત્યારે એમને જોડિયા દીકરાઓ ક્ષિતિજ અને સાગરને જન્મ આપ્યો હતો.

સિંગલ મોમ બનીને ઉર્વશી ઢોળકીયાએ પોતાન દીકરાઓને એકલા હાથે જ ઉછેર્યા છે.

image source

એમને 6 વર્ષની ઉંમરમાં કેમેરા પર પોતાનું ડેબ્યુ કર્યું હતું. એમને જાણીતી સાઉથ અભિનેત્રી રેવતી સાથે લક્સ સાબુ માટે એક જાહેરાત કરી હતી. એ સિવાય ઉર્વશી ઢોલકીયાએ વર્ષ 1988માં કબ તક ચૂપ રહુંગી સિરિયલ સાથે ચાઈલ્ડ એકટર તરીકે એક્ટિંગની શરૂઆત કરી હતી. ફક્ત 11 વર્ષની ઉંમરમાં એ નાડીયા બબ્બરના એક્ઝુટ થિયેટર ગ્રુપમાં સામેલ થઈ ગઈ હતી.

image source

પછી 14 વર્ષની ઉંમરમાં ઉર્વશી ઢોળકીયાએ જાણીતી સિરિયલ દેખ ભાઈ દેખમાં મજેદાર રોલ મળ્યો હતો. જો કે આજે પણ ઉર્વશી ઢોલકીયાની સુંદરતા અને ફિટનેસ જોઉને એમની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. એમને જોઈને કોઈ નહિ કહી શકે કે કોમોલિકા 40 વર્ષની ઉંમર પાર કરી ચુકી છે. એક ઇન્ટરવ્યૂમાં ઉર્વશી ઢોલકીયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે બન્ને દીકરા હવે એમન બીજા લગ્ન કરાવવા માંગે છે. જો કે ઉર્વશી ઢોલકીયાએ કોની સાથે લગ્ન કર્યા હતા એ વિશે કોઈ જાણકારી નથી.

image source

એ વિશે ઉર્વશી ઢોલકીયાએ પોતાના બાળકોને જવાબ આપતા કહ્યું હતું કે એ જ્યારે થવાનું હશે ત્યારે થશે, હું એક ઇન્ડિપેન્ડટ વુમન છું અને મને પોતાની શરતો પર જિંદગી જીવવી ગમે છે. જ્યારે પણ કોઈને ડેટ કરવા કે ફરી લગ્ન કરવા વિશે પરિવારમાં વાત થાય છે તો હું એનો મજાક ઉડાવી દઉં છું.

image source

કસોટી જીંદગી કે પછી ઉર્વશી ઢોલકીયાને બિગ બોસ ઓફર થયું અને આ શો જીતીને એમને ફરી એકવાર સાબિત કરી દીધું કે લોકો ટીવીની વહુ સાથે સાથે વેમ્પને પણ પ્રેમ કરે છે.. એમાં બાબુલ, કબ તક ચૂપ રહુંગી, ઈજ્જત અને સ્વપ્નમ મલયાલમ સામેલ છે.