અંધશ્રદ્ધા: ગુજરાતના આ ગામમાં પાડોશીઓના ઝઘડામાં સત્યના પારખા કરવા બે લોકોએ ધગધગતા તેલમાં નાખ્યા હાથ, હાજર લોકોએ આ લોકોને રોકી સમજાવવાને બદલે ધૂણી રહેલા લોકોને પગે લાગ્યા

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ નિમકનગર ગામમાં રહેતા બે પડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડા દરમિયાન સાચા- ખોટાના પારખા કરવા માટે બે વ્યક્તિઓએ ઉકળતા તેલમાં પોતાના નાખી દીધા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ જતા હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો વાયરલ થવાથી સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે, પોલીસ દ્વારા આ વિડીયો બાબતે કાર્યવાહી કરવામાં આવે.

શું છે વાયરલ વિડીયોમાં?

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ વિડીયોમાં નિમકનગર ગામમાં આવેલ એક વિસ્તારમાં ઘણા બધા લોકો ભેગા થઈને ઉભા રહેલ જોવા મળી રહ્યા છે. અહિયાં ઉભા રહેલ તમામ લોકો તે વિસ્તારમાં રહેતા બે પડોશીઓ વચ્ચે ચાલી રહેલ ઉગ્ર બોલાચાલી સાંભળી રહ્યા છે. આ ઉગ્ર બોલાચાલી થઈ ગયા બાદ એક વૃદ્ધ વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે અને ધુણવા લાગે છે. ત્યાર બાદ જમીન પર પડેલ એક તેલની કડાઈમાં પોતાના હાથ નાખી દે છે. આ વૃદ્ધ વ્યક્તિને આમ કરતા જોઈને એક મહિલા પણ આગળ આવે છે અને આ મહિલા પણ પોતાના હાથ ઉકળી રહેલ તેલમાં હાથ નાખી દે છે. ખેદની વાત એ છે કે, ઘટનાસ્થળે હાજર રહેલ વ્યક્તિઓ માંથી કોઇપણ વ્યક્તિ આ વૃદ્ધ વ્યક્તિને સમજાવવાની જગ્યાએ ધૂણી રહેલ વૃદ્ધ વ્યક્તિને ઉભી રહેલ ભીડ માંથી ઘણા બધા લોકો પગે લાગવા લાગે છે એવું આ વાયરલ થઈ રહેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે.

image source

૨૧મી સદીમાં પણ આવા પ્રકારની અંધશ્રદ્ધાના વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ જતા સોશિયલ મીડિયા યુઝર્સના મનમાં પણ પ્રશ્નો થઈ રહ્યા છે કે, આધુનિક યુગ અને ડીજીટલ યુગમાં પણ લોકો આવા પ્રકારની અંધશ્રદ્ધામાં માની રહ્યા છે. જે હજી પણ ગ્રામ્ય સ્તરે શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે.

image source

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વાયરલ થઈ રહેલ વિડીયો બાબતે પોલીસ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ આ વિડીયોનું શું પરિણામ આવશે? તેમજ શું સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કરવામાં આવતી પોલીસ કાર્યવાહીની માંગ પૂરી કરવામાં આવશે કે નહી?