આવી અનોખી હોટલ તમે નહિ જોઈ હોય, 6000 ફૂટની ઊંચાઈ પર બનાવેલી છે આ હોટલ

માનવીએ પૃથ્વી પર અનેક અદ્ભુત અને અનોખા બાંધકામો બનાવ્યા છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બીજી તરફ, જો તમને ખબર પડે કે માનવીએ પૃથ્વીથી લગભગ 6000 ફૂટની ઉંચાઈ પર પણ એક અદ્ભુત બાંધકામ કર્યું છે, તો આ જાણીને ચોક્કસ આશ્ચર્ય થશે, પરંતુ તે એકદમ સત્ય છે. માનવીઓ દ્વારા કરવામાં આવેલ આ અદ્ભુત બાંધકામ અલાસ્કાના રૂથ ગ્લેશિયરમાં બનેલી એક હોટલ છે.

image soucre

આ હોટેલ અમેરિકાની સુંદર જગ્યાઓમાંથી એક છે, જ્યાં તમે તમારી જાતને એક અલગ જ દુનિયામાં અનુભવશો. અલાસ્કાના ડેનાલી નેશનલ પાર્ક પાસે આવેલી આ હોટલની બહાર દૂર-દૂર સુધી માત્ર બરફ જ બરફ છે. એટલું જ નહીં જ્યાં આ હોટલ બની છે ત્યાં પહોંચવું પણ સરળ નથી. આવો જાણીએ પૃથ્વીથી લગભગ 6000 ફૂટની ઉંચાઈ પર બનેલી આ હોટલ વિશે કેટલીક ખાસ વાતો..

image soucre

આ હોટેલ રોબર્ટ અને કેટ શેલ્ડન દ્વારા વર્ષ 2018 માં બનાવવામાં આવી હતી અને તેઓએ તેનું નામ તેમના પિતાના નામ પર રાખ્યું હતું. તેના માલિકોને આ હોટલ બનાવવાની પરવાનગી મેળવવામાં લગભગ 10 વર્ષનો સમય લાગ્યો હતો. લોકો અહીં પહોંચવા અને હોટલમાં રહેવા માટે ખાનગી હેલિકોપ્ટર દ્વારા આવે છે. સૌથી મોટી વાત એ છે કે અહીં 3 દિવસ રોકાવા માટે 35,000 ડોલર એટલે કે ભારતીય ચલણમાં 26 લાખથી વધુ ખર્ચ કરવા પડશે.

image soucre

ભલે અહીં રહેવાનો ખર્ચો વધુ હોય, પરંતુ જે લોકો શહેરોની ધમાલથી કંટાળી ગયા છે અને શાંત જગ્યાએ થોડા દિવસો વિતાવવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં રહેવા માટે કપલનું ભાડું 26 લાખ રૂપિયાથી થોડું વધારે હશે. પરંતુ સારી વાત એ છે કે આ ખર્ચમાં હેલિકોપ્ટર શટલ સર્વિસ, ડાઇનિંગ, સ્લેડિંગ, ગ્લેશિયર ટ્રેકિંગ અને પર્વતારોહણનો ખર્ચ પણ સામેલ હશે.

image source

સૌથી મોટી વાત એ છે કે અહીંયા એકવારમાં ફક્ત 10 લોકોને રોકાવવાની વ્યવસ્થા છે. અહીંયાંની સુંદરતા ખરેખર જોવાલાયક છે. દિવસે સુંદર બરફથી ઢંકાયેલા પહાડ દેખાય છે તો રાતનો નઝારો પણ ખરેખર ખૂબ જ લાજવાબ હોય છે. આ હોટલમાં જમવાનું અલાસકન શેફ તૈયાર કરે છે. ફક્ત એટલું જ નહીં હોટલના રુફટોપ પર સન બાથ અને ચિલ કરવા માટે પણ જગ્યા બનાવેલી છે.