અનુપમામાં ફેન્સને ન ગમી માલવિકાની એન્ટ્રી, યુઝર્સે કર્યું ટ્રોલ

અનુપમા એક લોકપ્રિય ટીવી શો છે. ફેન્સને આ સીરિયલની નવી સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે અનુપમા છેલ્લા ઘણા અઠવાડિયાથી TRP ચાર્ટ પર રાજ કરી રહી છે અને નંબર વન પર છે. જો કે, હાલમાં જ અનુપમામાં એક પછી એક ઘણા રસપ્રદ ટ્વીસ્ટ આવ્યા છે, પરંતુ કદાચ આ શોમાં દર્શકોનો રસ નથી વધારી રહ્યો. તો ચાલો જાણીએ કે અનુપમા, દર્શકોને હવે શો કેમ પસંદ નથી આવી રહ્યો.

image socure

જ્યારે ગૌરવ ખન્ના અચાનક અનુપમામાં અનુજ કાપડિયાના રૂપમાં દેખાયા ત્યારે આ શોમાં દર્શકોનો ઘણો રસ વધ્યો હતો, ત્યારબાદ શોની ટીઆરપી ખૂબ જ ઝડપથી વધી હતી અને ટીઆરપીની દૃષ્ટિએ આ શો નંબર વન પર રહ્યો હતો. હવે અચાનક શોમાં અનુજ કાપડિયાની બહેન માલવિકાની એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ કદાચ લોકોને માલવિકા એટલે કે અનેરી વજાનીની એન્ટ્રી પસંદ નથી આવી રહી.

image soucre

તાજેતરમાં જ માલવિકાની એન્ટ્રી બાદ શોમાં ઘણા ટ્વિસ્ટ આવ્યા છે. જેમ કે માલવિકા અને વનરાજ બિઝનેસ પાર્ટનર છે, માલવિકાનું વિચિત્ર વર્તન, અનુજના માતા-પિતાની અકસ્માતની વાર્તા. અનુજની જીવ આપી દેવાની ધમકી, માલવિકાનું ઘર છોડીને ચાલ્યા જવું. આટલી બધી વસ્તુઓ એક સાથે થઈ ગયા પછી પણ દર્શકોનો આ શોને સારો પ્રતિસાદ નથી મળી રહ્યો.

image soucre

યૂઝર્સ અનુપમાને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી રહ્યા છે. તાજેતરમાં અનુપમામાં એકસાથે આવેલા ઘણા ટ્વિસ્ટ લોકોને પરેશાન કરી રહ્યા છે. લોકોએ આ શોને અનુપમાને ખૂબ પ્રેમ આપ્યો છે પરંતુ આ વખતે તમામ ધ્યાન અનુપમાથી માલવિકા તરફ ગયું છે. ચાહકો આનાથી દેખીતી રીતે નાખુશ છે અને કેટલાકે તેને નોટંકી કહી રહ્યા છે.

image soucre

અનુપમા શો મુખ્યત્વે એક મહિલાની વાર્તા પર આધારિત છે જે તેના પરિવાર માટે બધું જ કરે છે અને તેના પતિથી અલગ થયા પછી કંઈક કરવા માંગે છે. આ સાથે તેમાં પ્રેમનો ટ્વિસ્ટ પણ છે. આવી સ્થિતિમાં હવે દર્શકો અનુજ અને અનુપમા વચ્ચેની વાર્તા આગળ વધે તે જોવા માંગે છે. હવે શોમાં કંઈક એવું કરવું પડશે કે ચાહકો શો સાથે જોડાયેલા રહે.

image soucre

તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, મદાલસા શર્મા અને સુદ્ધાંશું પાંડે સ્ટારર આ શો એની શરૂઆતથી જ લોકોનો મનપસંદ રહ્યો છે અને એ જ કારણે એ ટીઆરપી લિસ્ટમાં પણ હંમેશા ટોપ પર રહે છે. આ શોને લોકો એટલું પસંદ કરી રહ્યા છે કે એનું દરેક પાત્ર ઘર ઘરમાં ફેમસ છે