અનુષ્કા શર્માની દીકરીનો ફોટો શેર ન કરવાના કારણે મીડિયાનો માન્યો આભાર, પોસ્ટ શેર કરી કહી આ વાત

હાલના દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે ટેસ્ટ અને વનડે મેચના સંદર્ભમાં દક્ષિણ આફ્રિકામાં છે. અભિનેત્રી દક્ષિણ આફ્રિકા જતી વખતે તેની પુત્રી વામિકા અને પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી પોતાની પુત્રી વામિકાના ચહેરાને છુપાવવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે એરપોર્ટ પર હાજર પાપારાઝી અને મીડિયાએ વામિકાની કેટલીક તસવીરો કેમેરામાં કેદ કરી લીધી હતી. જો કે એ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા બન્નેએ જ મીડિયાને વામિકાનો ફોટો ન લેવા અનુરોધ કરતા પણ દેખાયા હતા

image socure

આ ક્રમમાં, હવે અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, અભિનેત્રીએ તમામ પાપારાઝી અને મીડિયાનો આભાર માન્યો. અભિનેત્રીએ મીડિયાનો આભાર માનતા આ સંદેશ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. અનુષ્કાએ પોતાની પોસ્ટમાં લખ્યું, “વામિકાની તસવીરો, વીડિયો શેર ન કરવા બદલ ભારતીય પાપારાઝી અને મીડિયાનો ખૂબ આભાર. માતા-પિતા તરીકે, અમે તેમને વિનંતી કરીએ છીએ કે વામિકાના ફોટા અને વિડિયોઝ કેપ્ચર કરનારને અમારો અનુરોધ છે કે એ આગળ વધવામાં મદદ કરે. એમની આ નોટમાં અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે આ એમના અને એમના પતિ વિરાટ કોહલી તરફથી લખવામાં આવી છે

image socure

અભિનેત્રીએ આગળ લખ્યું કે અમે અમારી દીકરીની પ્રાઈવસી ઈચ્છીએ છીએ અને તેને મીડિયા, સોશિયલ મીડિયાથી દૂર રાખીને સ્વતંત્ર રીતે જીવન જીવવાની તક આપવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે તે મોટી થશે ત્યારે અમે તેને પ્રતિબંધિત કરી શકતા નથી. આ સ્થિતિમાં અમને તમારા સમર્થનની જરૂર છે.

image socure

તેણે આગળ લખ્યું કે વામિકાની ફોટો પોસ્ટ ન કરવા બદલ તમામ ફેન ક્લબ અને ઈન્ટરનેટના લોકોનો ખાસ આભાર. વાસ્તવમાં શુક્રવારે સવારે વિરાટ અને ભારતીય ટીમના સભ્યો પોતપોતાના સહયોગીઓ સાથે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા

image soucre

આ દરમિયાન, વિરાટ બસમાંથી ઉતરતાની સાથે જ તેણે પાપારાઝીને વામિકાની તસવીર ન લેવાની વિનંતી કરી. જોકે આ દરમિયાન વામિકાની એક ઝલક કેટલાક કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન, સામે આવેલા એક વીડિયોમાં વિરાટ સ્પષ્ટપણે કહેતો જોવા મળ્યો હતો – બાળકનો ફોટો ન લો.

image socure

તમને જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કા આ વર્ષે 11 જાન્યુઆરીએ વામિકાના માતા-પિતા બન્યા હતા. જો કે, તેમની પુત્રીના જન્મથી, તે બંનેએ હજુ સુધી વામિકાના ચહેરાને સાર્વજનિક કર્યો નથી. તે અવારનવાર તેની પુત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. જોકે દરેક તસવીરમાં વામિકનો ચહેરો છુપાયેલો છે. આવી સ્થિતિમાં વિરાટ અને અનુષ્કાના ફેન્સ વામિકાની એક ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.