નવો સ્માર્ટફોન લેવો છે પણ આ વાતની મુંઝવણમાં છો? તો આ રીતે કરો ડીલ, બધું જ કન્ફ્યુઝન થઇ જશે દૂર

દરરોજ લાખો નવા સ્માર્ટફોન બજારમાં વેંચવામાં આવે છે. નવો સ્માર્ટફોન ખરીદતા સમયે સૌથી મહત્વની વાત સ્માર્ટફોન ખરીદવાનું બજેટ કેટલું છે ? તે છે. જો તમારે નવો સ્માર્ટફોન લેવાનો હોય તો સૌથી પહેલા તેનું બજેટ નક્કી કરો લો અને ત્યારબાદ તમે એ રેન્જમાં ઉપલબ્ધ સ્માર્ટફોનમાંથી કોઈ એકની પસંદગી કરી શકશો. એ સિવાય તમારી રેન્જમાં જે સૌથી સારો અને ફીચર્સ ધરાવતો સ્માર્ટફોન કયો છે તેની સરખામણી પણ કરી એ રેન્જના અન્ય ફોન સાથે કરી શકશો.

ઓપરેટિંગ સિસ્ટમને ખાસ ધ્યાને લેવી

image source

નવો સ્માર્ટફોન ખરીદવા સમયે મોટાભાગના લોકો ફક્ત ફોનના લુક પર જ ધ્યાન આપતા હોય છે. પરંતુ લુક જોવાની સાથે સાથે તેની ઓપરેટિંગ સિસ્ટમ પણ ધ્યાને લેવી જોઈએ. એન્ડ્રોઇડ ફોનના યુઝર માટે ફોનની ઓપરેટિંગ સિસ્ટમ બહુ જરૂરી છે કારણ કે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં તમને કોઈ નવા અપડેટ સને ફીચર્સની સુવિધા મળશે. સાથે જ ફોનમાં તેનો એકસ્પિરિયન્સ પણ શાનદાર રહે છે.

પ્રોસેસર કહેવાય છે સ્માર્ટફોનનો જીવ

image source

સ્માર્ટફોનના બેસ્ટ પરફોર્મન્સ માટે જે સૌથી જરૂરી બાબત હોય તો તે છે ફોનનું પ્રોસેસર. જો એમ કહેવામાં આવે કે પ્રોસેસર જ અસલમાં સ્માર્ટફોનનો જીવ છે તો પણ ખોટું ન કહેવાય. નવો સ્માર્ટફોન ખરીદવા સમયે એ અવશ્ય ચેક કરવું કે તેમાં ક્યા પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવો પ્રયત્ન કરવો કે જે ફોન તમને પસંદ હોય તે સ્નેપડ્રગન 730G થી લઈને સ્નેપડ્રેગન 888 સુધીનું પ્રોસેસર ધરાવતો હોય. આ પ્રોસેસર ફોનના શાનદાર પરફોર્મન્સ અને લાજવાબ ગેમિંગ અનુભવ માટે અગત્યનો ભાગ ભજવે છે.

કેમેરો પણ છે અગત્યનો

image source

આજકાલ યુઝરોમા સારા ફોટા પાડવાનો સારો એવો ક્રેઝ છે અને આ માટે સારા સ્માર્ટફોનની પણ જરૂર છે. એટલા માટે જો તમે નવો ફોન ખરીદવાના હોય તો તેના કેમેરા વિશે પણ ધ્યાન આપવું. તમને લગભગ બધા જ બજેટમાં સારો કેમેરા હોય તેવો ફોન જોવા મળશે. પરંતુ એ ધ્યાન રાખવું કે કેમેરાના વધુ મેગાપિક્સેલ કરતા તેના ફીચર્સ મહત્વના છે.

બેટરી ક્ષમતા પણ છે ખાસ

image source

સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વાંધો વધી ગયો છે કે હવે યુઝરને તેની બેટરી નાની અને ઓછા પાવરની હોય તેવું લાગે છે. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમના આ સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ બહોળો વધ્યો છે. ત્યારે જો તમે નવો સ્માર્ટફોન ખરીદી રહ્યા હોય તો તેની બેટરી ક્ષમતા અને ચાર્જીંગ સપોર્ટ વિશે જરૂરી માહિતી લઈ લેવી. જેથી બેટરી લાંબા સમય સુધી તમારો સાથ આપી શકે અને ફાસ્ટ ચાર્જીંગ દ્વારા તેને જલ્દીથી ચાર્જ કરી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!