ડૉક્ટર એ. પી. જે. અબ્દુલ કલામે કરી એવી મદદ કે કંગાળ સ્થિતિમાંથી બહાર નિકળીને તે પગભર થઇ અને આજે વિદેશમાં લાખોમાં પગાર પાડે છે

ડૉક્ટર અબ્દુલ કલામને એક નહીં પણ સો – સો સલામ, પ્રજાનો પ્રતિનિધિ સાચા અર્થમાં કેવો હોય તેનુ ઉત્તમ ઉદાહરણ એટલે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, તેમણે દેશના સર્વોચ્ચ પદ પર રહીને પણ એક અંતરિયાળ ગામની દીકરીની વાત પર કેટલી ગંભીરતા દાખવી, અને ડૉ. કલામની મદદ તે દીકરીને ન માત્ર તેના બાળ વિવાહ રોકવામાં મદદગાર સાબિત થઇ પરંતુ આજે તે વિદેશમાં લાખોનો પગાર પાડી રહી છે..

image socure

વર્ષ 2007માં તામિલનાડુના ત્રિચી જિલ્લા પોલીસ વડા કલિયા મૂર્તિ પોતાની કેબિનમાં હતા.. અને અચાનક તેમનો ફોન રણક્યો.. સામેથી અવાજ આવ્યો કે હું ડૉક્ટર એ. પી. જે. અબ્દુલ કલામ બોલુ છું.. શું તમે જાણો છો કે તમારા જિલ્લામાં થુરેયુર નામનુ એક ગામ છે.. અધિકારીએ હા કહ્યું તો અબ્દુલ કલામે કહ્યું કે ત્યાં સરસ્વતી નામની 17 વર્ષની કિશોરીના લગ્ન જબરદસ્તીથી કરવામાં આવી રહ્યા છે. અને તે પણ 43 વર્ષના વ્યક્તિ સાથે, કલામે કહ્યું કે મને જાણવા મળ્યુ છે કે તે લગ્ન કિશોરીની મરજી વિરૂધ્ધ થઇ રહ્યા છે. દીકરીને 12મા ધોરણમાં અભ્યાસ કરે છે.. અને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ હવે તેને આગળ અભ્યાસ કરવો છે.. તો શું તમે મદદ કરી શકો છો..?

image socure

અબ્દુલ કલામે જે સહજતાથી જિલ્લા પોલીસ વડાને ફોન કર્યો તેનાથી આખુ પોલીસ તંત્ર અવાક રહી ગયું.. અને થોડીક જ ક્ષણોમાં DSP, SP, DIG સહિતનો પોલીસ કાફલો થુરેયુર ગામમાં થઇ રહેલા સરસ્વતીના લગ્ન મંડપમાં હતો.. અને હોય પણ કેમ નહીં, દેશના રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામનો આદેશ જો હતો.. જો કે આટલા મોટા પદ પર બેસીને પણ તે આદેશ કરી શક્તા હતા, છતાં તેમણે જિલ્લા પોલીસ વડાને કિસ્સો સમજાવ્યા બાદ પૂછ્યું કે શું તમે મદદ કરી શકો છો..? આ જ તેમની મહાનતા છે.. જિલ્લા પોલીસ વડા સહિતના આખા પોલીસ કાફલાએ દીકરીના માતા – પિતાને સમજાવ્યા અને લગ્ન રદ્દ કરાવ્યા.. લગ્ન પાછળનુ કારણ પણ ચોંકાવનારૂ હતુ.. દીકરીના માતા – પિતા અતિશય ગરીબ હતા, અને દીકરીને આગળ ભણાવી શકે તેમ નહોતા અને માટે જ આ નિર્ણય લીધો હતો.. જિલ્લા પોલીસ વડાએ દીકરી સરસ્વતીને પૂછ્યું કે શું તે આગળ ભણવા માંગે છે..? તો સરસ્વતીએ હા કહ્યું અને પૂછ્યું કે તેને ક્યાં અભ્યાસ કરવાની ઇચ્છા છે..? તો સરસ્વતીએ જિલ્લાની પ્રસિધ્ધ કોલેજનુ નામ આપ્યું.. જ્યાં તે કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગતી હતી.. ત્યાં સરસ્વતીને પ્રવેશ પણ મળી ગયો.. કારણ કે તેના માટે માત્ર એક ફોન કોલ જ કાફી હતો.. ભલામણ ખુદ અબ્દુલ કલામ સાહેબની હોય તો પછી કોઇ ઇન્કાર કેવી રીતે કરી શકે..?

image soucre

જો કે આખી વાત માં પોલીસને એ ના ખબર પડી કે અંતરિયાળ ગામની કિશોરીના લગ્ન અને અભ્યાસ અંગે દેશના રાષ્ટ્રપતિ ડૉક્ટર એ. પી. જે. અબ્દુલ કલામ આટલું બધુ કેવી રીતે જાણે છે.. તો તેમણે દીકરી સરસ્વતીને જ સીધો સવાલ કર્યો.. અને સરસ્વતીના જવાબથી આખુ પોલીસ તંત્ર અને ગામ સ્તબ્ધ થઇ ગયું.. ડૉક્ટર એ. પી. જે. અબ્દુલ કલામ પ્રત્યેનો આદરભાવ સો ગણો વધી ગયો..

રાષ્ટ્રપતિને કેવી રીતે પડી ખબર..?

image soucre

સરસ્વતી એ જણાવ્યું કે તેણે જ તેમને સીધો ફૉન કર્યો હતો.. વાત કંઇક એમ હતી એક વખત તેમની શાળા ના કાર્યક્રમ મા રાષ્ટ્રપતિ કલામ સાહેબ હાજર રહેવાના હતાં.. ત્યારે સરસ્વતી એ પૂછ્યું કે મારા જેવી છોકરી ઓ નો વિકાસ કેવી રીતે થઇ શકે ? ડો કલામ સાહેબ કહ્યું કે શિક્ષણ જ આનો જવાબ છે…. ત્યાર બાદ તેઓ મને તેમનું કાર્ડ અને ફોન નંબર આપી ને જતા રહ્યા.. જ્યારે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કર્યું ત્યારે મે ડો કલામ સાહેબ ને ફૉન પર આપવીતી જણાવી અને મદદ કરવા વિનંતી કરી… અને બાકીની કામગીરી તેમના આદેશ થી પોલીસ વડા એ પૂર્ણ કરી… આજે આ સરસ્વતી નામની યુવતી હ્યુસ્ટન મા માઈક્રોસોફ્ટ કંપની મા માસિક ૩ લાખ રૂપિયા ના પગાર ધોરણ પર વિદેશ માં નોકરી કરી પરિવાર સાથે સુખી જીવન જીવે છે… નિવૃત્ત જિલ્લા પોલીસ વડા કલીયા મૂર્તિ એ વર્ણવેલી ડો કલામ સાહેબ ની માનવતા ની સત્ય ઘટના