ગાંધીનગરનો યુવક ફેસબુક પર ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આવી ગયો, પૈસા કમાવાને બદલે પેઢીઓ ઉઠી ગઈ

સોશિયલ મીડિયા પર લોકો ધૂતાઈ રહ્યાનાં ઘણા કિસ્સા સામે આવે છે. આજની યુવા પેઢીને સોશિયલ મીડિયા વગર ચાલતું જ નથી. પરંતુ ક્યારેક તેનો ઉપગોય ભારે પડે અને આખી પેઢીઓની પેઢી જતી રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીનગરથી સામે આવ્યો છે અને જેમાંથી દરેકે શીખવું જોઈએ. તો આવો વિગતે વાત કરીએ કે સમગ્ર મામલો શું છે. તો બન્યું એવું કે, ફેસબુક પર ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આ‌વીને પૈસા કમાવાની લાલચમાં સેક્ટર-26ના યુવાને 50.68 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ કેસમાં સેક્ટર-21 પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

image source

મળતી માહિતી પ્રમાણે આ કેસમાં 16 જાન્યુઆરીએ સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એ મુજબ સેક્ટર-26 સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતાં વિજયપ્રકાશ રમાશંકર શુક્લ(42 વર્ષ)ને ડિસેમ્બર-2018માં ફરિયાદીના ફેસબુક પર એમિલી જોહન્સનના નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફરિયાદીએ સ્વીકારતાં FB પર વાતચીત શરૂ થઈ હતી, જેમાં એમિલીએ તે યુકે ખાતે સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર ફાર્મા કંપનીમાં પર્ચેઝ મેનેજર હોવાનું કહી ભાગીદારીમાં મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ ઓછા ભાવે ખરીદી પોતાની જ કંપનીમાં ઊંચા ભાવે વેચવાની લાલચ આપી હતી.

image source

કઈ રીતે કહાનીની શરૂઆત થઈ એના વિશે જો વાત કરીએ તો યુવતીએ ફરિયાદીને બજારમાંથી 1.90 લાખમાં ખરીદેલું નટ્સનું પેકેટ 4.55 લાખ વેચવાનું કહ્યું હતું. જેની વાતોમાં આવીને યુવકે 400 ગ્રામના નટ્સના 35 પેકેટ 1.90ના ભાવે ખરીદ્યા હતા. વધુ પેકેટ ખરીદવા માટે દબાણ થતાં ફરિયાદીએ શંકાના આધારે તપાસ કરતાં પોતે 1.90 લાખમાં લીધેલું પેકેટ ખરેખર 10 હજારમાં મળતું હોવાનું ધ્યાને આવ્યું હતું, જે અંગે ફરિયાદ નોંધાતાં સે-21 પીઆઈ એ. જે. ચૌહાણના માર્ગદર્શનમાં પોલીસની ટીમે આગળ કાર્યવાહી કરી હતી.

image source

પોલીસે કાર્યવાહી કરીને વધુ એક આરોપી મનીષ પારસમલ જૈન(40 વર્ષ, રહે-701 હિતાવાલા સ્ટાર, ઉદેપુર)ને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ કેસમાં અગાઉ ઉદેપુર કાલકા ખાતે રહેતા લોકેન્દ્રસિંહ ચંદનસિંહ સકતાવતને ઝડપી પાડ્યો હતો. ફરિયાદીએ જાન્યુઆરીથી જુલાઈ સુધી અલગ-અલગ ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા, જેમાંનું એક ખાતું મનીષના નામે હતું. નોંધનીય વાત એ છે કે ડિસેમ્બર-2018માં ફરિયાદીના ફેસબુક પર એમિલી જોહન્સનના નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને ત્યાર બાદ યુવકે તેની સાથે ફેસબુક પર વાતચીત શરૂ કરી હતી. અને ત્યાર બાદ છેતરપિંડી કરી હતી તેમજ યુવતીએ ફરિયાદીને બજારમાંથી 1.90 લાખમાં ખરીદેલું નટ્સનું પેકેટ 4.55 લાખ વેચવાનું કહ્યું હતું. બસ ત્યારથી આ મામલો શરૂ થયો અને હવે અંતે બધા કારનામાં છતાં પડી ગયા છે. તો આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યા પછી લોકો કહી રહ્યા છે કે યુવાનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

image source

એક આવો જ કિસ્સો જાન્યુઆરી મહિનામાં પણ સામે આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉત્તરપ્રદેશના અને સેક્ટર 26માં સુર્યનારાયણ સોસાયટીમાં રહેતાં તથા સેક્ટર 28 જીઆઈડીસી ખાતે કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન લિમિટેડ કંપનીમાં ઓડિટર તરીકે કામ કરતાં વિજયપ્રકાશ રમાશંકર શુક્લ ઠગ ટોળકીનો ભોગ બન્યા હતા.

image source

ડિસેમ્બર 2018માં વિજયશંકરના ફેસબુક પર એમિલી જોન્સન નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ ફ્રેન્ડ રિક્વેસ્ટ ફરિયાદીએ સ્વીકારી હતી. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુક પર વાતચીત શરૂ થઈ હતી. એમીલીએ ફરિયાદી યુવકને પોતે યુકે સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર ફાર્મા કંપનીમાં પર્ચેજ મેનેજર હોવાનું જણાવ્યું હતું. અને આ યુવતીએ ભાગીદારીમાં મોન્ગોન્ગો વાઈલ્ટ નટ્સ ઓછા ભાવે ખરીદી પોતાની જ કંપનીમાં ઉંચા ભાવે વેચવાની લાલચ આપી હતી. યુવતીએ આ નટસનું પેકેટ બજારમાં 1.90 લાખમાં ખરીદી કંપનીમાં 4.55 લાખમાં વેચવા માટેની ઓફર આપી હતી. બસ આ લાલચમાં આવીને યુવકે 51 લાખ રૂપિયા ગૂમાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત