બાપ રે! એક શરાબની બોટલ ખરીદવા લોકોમાં જામી હોડ, આવું છે અનોખુ કારણ

દુનિયામાં એવા ઘણા લોકો છે જે મોંઘામાં મોંઘી દારૂ પાવીના શોખીન હોય છે, પરંતુ શું તમે ક્યારેય 39 લાખ રૂપિયામાં માત્ર એક બોટલ દારૂ ખરીદવાના સમાચાર સાંભળ્યા છે? જી હા, આ એકદમ સાચું છે અને તે હોંગકોંગમાં થયું છે, જ્યાં ગ્લેન ગ્રાન્ટ વ્હિસ્કીની એક બોટલ 39 લાખ રૂપિયામાં હરાજીમાં વેચાઇ છે.

તે વાઇનની બોટલ 72 વર્ષ જૂની છે

image source

હવે તમે આશ્ચર્યચકિત થશો કે આ વાઇનની બોટલમાં એવી તે શું વિશેષતા હતી કે જેના માટે ખરીદારે 39 લાખ રૂપિયા આપ્યા. ખરેખર તે વાઇનની બોટલ 72 વર્ષ જૂની છે, તેથી તે ખૂબ મોંઘી વેચાઈ છે. આ પહેલીવાર છે કે, 1948 માં બનેલી ગ્લેન ગ્રાન્ટ વ્હિસ્કીની બોટલને સ્વતંત્ર રૂપથી બોટલર ગોર્ડન અને મેકફેલ દ્વારા હરાજીમાં રજૂ કરવામાં આવી હોય.

380,000 હોંગકોંગ ડોલર મળવાની અપેક્ષા હતી

image source

સ્કોટલેન્ડની ગ્લેન ગ્રાન્ટ સિંગલ માલ્ટ વ્હિસ્કીની 72 વર્ષ જુની બોટલની હરાજી 54,000 હોંગકોંગ ડોલર એટલે કે લગભગ 39 લાખ રૂપિયામાં થઈ છે. તમને જણાવી દઈએ કે 72 વર્ષ જુની તે બોટલના વેચાણકર્તાઓને 300,000 થી 380,000 હોંગકોંગ ડોલર મળવાની અપેક્ષા હતી.

10 વર્ષમાં ભાવમાં ચાર ગણો વધારો

image source

કોરોના મહામારી દરમિયાન આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં, દુર્લભ વ્હિસ્કીમાં લોકોની રુચિ વધારે છે. બોન્હમ્સમાં વાઇન અને વ્હિસ્કી નિષ્ણાત ક્રિસ્ટોફર પોંગે જણાવ્યું હતું કે, અન્ય રોકાણા વસ્તુઓની તુલનામાં, જૂની વ્હિસ્કીમાં છેલ્લા 10 વર્ષમાં ભાવમાં ચાર ગણો વધારો થયો છે. શુક્રવારની હરાજીમાં કુટની સિરામિક ડેકેંટર દ્વારા બીજી 35 વર્ષ જૂની વ્હિસ્કીની બોટલ 372,000 હોંગકોંગ ડોલરમાં વેચાઇ હતી.

આ બોટલની કિંમત અંદાજે 28.41 લાખ રૂપિયા

 72 साल पुरानी शराब खरीदने की लगी होड़
image source

તમને જણાવી દઈએ કે, હંગેરીના મુખ્ય પર્યટન સ્થળ ટોકાજના વાઇન ઉત્પાદકોએ દુનિયાની સૌથી મોંઘી વાઇનનું ઉત્પાદન કર્યું છે. જેનો ભાવ શાંભળીને તમને વિશ્વાસ નહીં આવે. નોંધનિય છે કે, દોઢ લિટરની આ બોટલની કિંમત અંદાજે 28.41 લાખ રૂપિયા છે. આ વાઈન બનાવતી કંપની જણાવ્યા પ્રમાણે 2008 ડિઝેસ્ટર આવૃત્તિની માત્ર 20 બોટલ બનાવવામાં આવી હતી. તેમાંથી, 2019 માં 18 બોટલ વેંચી હતી. તમને જણાવી દઈએ કે, કંપનીના અધિકારીઓએ અત્યાર સુધીમાં 18 માંથી 11 બોટલ વાઇન વેચી છે.

100 વર્ષ જુની શરાબ

image source

તમને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી બન્યુ કે કોઈ જૂની શરાબની બોટલની હરાજીમાં લાખોની બોલી લાગી હોય. તેમને જણાવી દઈએ કે આ પહેલા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લંડનમાં આવી જ એક જૂની બોટલની હરાજી કરવામાં આવી હતી. પેપ્સી બોટલિંગ કંપનીના દિગ્ગજ કાર્યકારી અધિકારી રિચર્ડ ગુડિંગના પ્રાઈવેટ સંગ્રહમાં રાખેલી જૂની શરાબ અને સૌથી મોંઘી વ્હિસ્કીની હરાજી કરવામાં આવી હતી. દારૂની હરાજી કરતી કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સર્વોતમ સંગ્રહ છે. ગુડિંગના સંગ્રહમાં 100 વર્ષ જુની શરાબ પણ છે, જેની કિંમત આશરે 10 લાખ પાઉન્ડથી વધુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત