આ રીતે ફરવાનો વધ્યો ટ્રેન્ડ, જો તમે પણ એક વાર આ રીતે ફરશો તો વારંવાર ફરશો આ જ રીતે કારણકે…

કોઈ એવી વ્યક્તિ ભાગ્યે જ હશે જેને રજાઓમાં ફરવા જવાની ઈચ્છા ન થતી હોય. તેમાં પણ જ્યારે લોંગ વીકેન્ડ આવતું હોય એટલે કે શનિ-રવિ સાથે અન્ય રજાઓ આવતી હોય અને ફરવા જવા માટે 2,3 દિવસ મળે તેમ હોય ત્યારે ફરવા જવાનું પ્લાનીંગ શરુ થઈ જાય છે. જો કે જ્યારે આ રીતે ફરવા જવાનું હોય ત્યારે લોકો પોતાની રીતે જ ક્યાં ફરવા જવું, ક્યાં રોકાવું અને કેવી રીતે જવું તે ફાઈનલ કરી લેતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી આ વાત ભૂતકાળ થવા લાગી છે. કારણ કે હવે શરુ થયો છે વીકેન્ડ પ્લાનરનો સમય.

image source

હવે લોકો વીકેન્ડમાં ફરવા જવાનું નક્કી કરવા માટે પણ પ્લાનરની મદદ લેતા થયા છે. લોકો પ્લાનર પાસે પોતાની મર્યાદિત રજામાં અમર્યાદિત મજા કેવી રીતે કરી શકાય તે માટે જતા થયા છે. આ ટ્રેડ છેલ્લા દોઢ-બે વર્ષથી ખૂબ વધ્યો છે.

image source

વીકેન્ડ પ્લાન એવા ટ્રાવેલ સોલના હાર્દિ આ વિશે જણાવતા કહે છે કે વીકેન્ડમાં ફરવા જવાનું પ્લાન સૌથી વધુ ડોક્ટર્સ, સીઈઓ, કોર્પોરેટ અધિકારીઓ વગેરે વધારે કરાવે છે. તેઓ વીકેન્ડમાં ફરવા જવાથી લઈને તૈયારીઓ સુધીની મદદ પ્લાનર પાસેથી લે છે. આ સિવાય લોકો પ્લાનરની મદદ કોઈ નવી જગ્યાએ ફરવા જવાનું હોય ત્યારે પણ લે છે જેથી તેમના મનમાં જો કોઈ શંકા-કુશંકા હોય તો તે દૂર થઈ જાય અને તેઓ નવી જગ્યાએ પણ ભરપૂર આનંદ માણી શકે.

image source

અમદાવાદના ડોક્ટર મનનના જણાવ્યાનુસાર સામાન્ય રીતે લોન્ગ વીકેન્ડમાં જ ફરવા જઈ શકાય છે. પહેલા ફરવા જવા માટે ઓનલાઈન ટ્રાવેલ વેબસાઈટ સર્ચ કરતાં જેમાં પ્રખ્યાત જગ્યાઓના જ નામ આવતા. પરંતુ વીકેન્ડ પ્લાનર ઓછી જાણીતી અને ફરવા જેવી જગ્યાઓ વિશે માહિતી આપી ટુર પ્લાન કરે છે જેથી એવી જગ્યા વિશે જાણી શકાય છે જે નજીક પણ હોય અને જ્યાં તમે અગાઉ જઈ પણ શક્યા ન હોય. કામના કારણે તમે ઘણીવાર જાણતા નથી હોતા કે નજીકમાં જ ફરવા લાયક સુંદર સ્થળ હોય છે. તેવામાં વીકેન્ડ પ્લાનર આ કામમાં મદદ કરે છે.

image source

વીકેન્ડ પ્લાનર પાસે જવાનો ટ્રેડ છેલ્લા 2 વર્ષમાં જ વધ્યો છે. અગાઉ 4થી 5 વર્ષ પહેલા સુધી આ ટ્રેંડ ન હતો. લોકો સામાન્ય રીતે વિદેશ જવાનું હોય કે મોટી ટૂર પ્લાન કરવા જ પ્લાનરની મદદ લેતા હતા. પરંતુ હવે શોર્ટ ટ્રીપમાં જવા માટે લોકો પ્લાનરની મદદ લે છે.

image source

એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ ધરાવતા વૈશાલી જણાવે છે કે તેમનું એક ગૃપ છે જેમાં બધી જ વર્કિંગ ગર્લ છે. તેથી વીકેન્ડમાં ફરવા જવા તેઓ હંમેશા આતુર રહે છે. પરંતુ જ્યારે પણ ફરવા જવાનું હોય ત્યારે વાહનથી લઈ રોકાવા, જમવા સુધીની વ્યવસ્થા મુશ્કેલ ટાસ્ક બની જાય છે. પરંતુ વીકેન્ડ પ્લાનરની મદદ લેવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે અને તેઓ આરામથી રજાની મજા માણી શકે છે. આ જ કારણ છે કે લોકો વીકેન્ડમાં મળેલી રજા માટે પ્લાનરની મદદ લેતા થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત