ચૂંટણી ટાંણે જ આવ્યા કોરોનાને લઇ સૌથી સારા અને મોટા સમાચાર, જાણો શું કહે છે ડોક્ટરો

કોરોનાનો પહેલો કેસ ગુજરાતમાં સૌથી પહેલા રાજકોટ અને સુરતમાં નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ કોરોનાએ અમદાવાદ શહેરમાં જાણે ભરડો લીધો હોય તેમ સૌથી વધુ કેસ, સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાવા લાગ્યા હતા. કોરોનાએ વર્તાવેલા કહેરના 285 દિવસ બાદ અમદાવાદ માટે સૌથી સારા સમાચાર નોંધાયા છે.

image source

આટલા દિવસો બાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ મોત થયું નથી. એટલે કે કોઈપણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. આ સિવાય આરોગ્ય વિભાગની સઘન કામગીરીના પરિણામે છેલ્લા એક અઠવાડીયાથી શહેરમાં કોરોનાના નવા નોંધાતા કેસની સંખ્યા પણ 100થી ઓછી રહેવા પામી છે.

image source

કોરોનીના સતત ઘટતા કેસના પરીણામે લોકો પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને જનજીવન ફરીથી ઠાળે પડી રહ્યું છે. ઓછા કેસ થવાના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 95 ટકા બેડ ખાલી છે. રાજ્યમાં રવિવારે 24 કલાક દરમિયાન કુલ 410 કેસ નોંધાયા હતા અને 704 દર્દી સ્વસ્થ થયા હતા. એટલે કે રાજ્યમાં હવે રીકવરી રેટ 96.51 ટકા થયો છે.

image source

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલા આટલા કેસમાંથી અમદાવાદ શહેરમાંથી 89 કેસ નોંધાયા હતા જ્યારે આ સમય દરમિયાન કુલ 155 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયા હતા. ખાસ વાત એ છે કે 200થી વધુ દિવસો બાદ શહેરમાં એક પણ દર્દીનું મોત થયું નથી. જો કે રાજ્યભરના લોકો માટે પણ આ મામલે રાહતનો શ્વાસ લેવા જેવી વાત એ છે કે હવે મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે. આ સિવાય સંક્રમણ પણ કાબૂમાં આવી રહ્યું હોવાથી છેલ્લા એક સપ્તાહ દરમિયાન એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવો પડ્યો નથી.

image source

શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 57,290 થયો અને મૃત્યુઆંક 2267 પર પહોંચી ગયો હતો. એક્ટિવ કેસની વાત કરીએ તો શહેરમાં એક્ટિવ કેસ 1414 જેટલા છે. જ્યારે અત્યાર સુધીમાં 52,777 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

image source

કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવાની સાથે આરોગ્ય વિભાગે રસીકરણ પણ શરુ કરી દીધું છે. શહેરના 20 કેન્દ્રો પરથી અગાઉ રસી આપવામાં આવી હતી હવે આ કેન્દ્રોની સંખ્યા વધારી 60 કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 3000થી વધુ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી ચુકી છે. પ્રથમ તબક્કામાં 55,000 હેલ્થ વર્કર્સને કોરોના રસી આપવામાં આવનાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત