આર્થિક, શારીરિક અને સંબંધોની સમસ્યા દૂર કરી શકે છે આ સરળ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ કોઈને કોઈ ધાતુ કે તત્વ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જેના કારણે તે રાશિના જાતક પર તેની વ્યાપક અસર પડે છે. જેમ કે કેટલીક રાશિઓ જળ તત્વ સાથે સંબંધિત હોય છે તો કેટલીક અગ્નિ તત્વ સાથે સંબંધિત હોય છે. તેવામાં જ્યારે કુંડળીના ગ્રહ જ્યારે ઉલટી ચાલ ચલે છે ત્યારે વ્યક્તિને જીવનમાં સંકટનો સામનો કરવો પડે છે. તેના બનતા કામ અટકી જાય છે અથવા તો બગડી જાય છે.

ઘણીવાર ગ્રહોની વિપરીત સ્થિતિના કારણે વ્યક્તિને બીમારી અને આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. જીવનના આ કપરા કાળમાં જાતકને રાહત આપી શકે છે ગ્રહો સાથે સંબંધિત ધાતુ કે તત્વ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિ માટે એક ચોક્કસ ધાતુ બની છે, જેને પહેરવાથી વ્યક્તિના ગ્રહો સારી રીતે ચાલે છે. આ ધાતુઓને ધારણ કરવાથી અથવા તો તેને ઘરમાં રાખવાથી પણ વ્યક્તિને ભૌતિક અને આર્થિક લાભ થાય છે. રાશિ પ્રમાણે કઈ ધાતુ તમારા માટે યોગ્ય છે અને કઈ ધાતુ પહેરવાથી તમને શારીરિક અને આર્થિક રીતે ફાયદો થશે તે પણ જાણી લો ફટાફટ.

મેષ –

મેષ રાશિ માટે સોનું કે તાંબુ ધારણ કરવું શુભ માનવામાં આવે છે. મેષ રાશિના લોકોએ આ ધાતુની વીંટી ધારણ કરવી જોઈએ. આ કામ મંગળવારે કરવું જોઈએ.

વૃષભ –

આ રાશિના લોકોએ ચાંદી ધારણ કરવી જોઈએ. તેને શુક્રવારે ધારણ કરી શકો છો.

મિથુન –

મિથુન રાશિના જાતકોએ કાંસું ધારણ કરવું જોઈએ. મિથુન રાશિના જાતકો બુધવારે આ ધાતુ પહેરી શકે છે.

કર્ક –

કર્ક રાશિવાળા લોકોએ ચાંદીની વીંટી પહેરવી જોઈએ. સોમવારના દિવસે તેને ધારણ કરવી.

સિંહ –

સિંહ રાશિના લોકોએ પણ સોનું કે તાંબું પહેરવું જોઈએ. સિંહ રાશિના જાતકોએ રવિવારે આ ધાતુ ધારણ કરવી જોઈએ.

કન્યા –

કન્યા રાશિના લોકો માટે સોનું અને ચાંદી પણ શુભ માનવામાં આવે છે.

તુલા –

તુલા રાશિએ ચાંદી પહેરવી જોઈએ. ચાંદી પહેરવાથી તમારું મન શાંત રહે છે અને તમને માનસિક શાંતિ મળે છે.

વૃશ્ચિક –

આ રાશિના જાતકોએ ચાંદી ધારણ કરવી જોઈએ તમે તેને મંગળવારે પહેરી શકો છો.

ધન –

ધન રાશિના લોકો માટે પિત્તળ ધારણ કરવું શુભ માનવામાં આવે છે. તેને ગુરુવારે પહેરી શકો છો.

મકર –

મકર રાશિના જાતકોએ અષ્ટ ધાતુની બનેલી વીંટી પહેરવી જોઈએ. તેને તમે શનિવારે પહેરી શકો છો.

કુંભ –

કુંભ રાશિના લોકોએ પણ અષ્ટ ધાતુથી બનેલી વીંટી પહેરવી જોઈએ.

મીન –

મીન રાશિના લોકો માટે સોનું શ્રેષ્ઠ ધાતુ છે. તેને તમે ગુરુવારે પહેરી શકો છો.