ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ’, જલારામ બાપાની 222મી જન્મજ્યંતી

કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા છે. સવારથી જ બાપાનાં દર્શન કરવા માટે ભાવિકોની કતારો લાગી છે અને તેમની જન્મજયંતીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીરપુરમાં ઘરે ઘરે રંગોળી દોરવામાં આવતાં દિવાળી જેવો માહોલ ઊભો થયો છે. પૂજ્ય જલારામ બાપામાં અપાર શ્રદ્ધાને લઈને ભક્તો પણ લોકોનાં દુઃખ દૂર કરો એવી પ્રાર્થના કરી રહ્યા છે.

image soucre

વીરપુરવાસીઓએ વહેલી સવારે ફટાકડા સાથે આતશબાજી કરી બાપાની જન્મજયંતીનાં વધામણાં કર્યાં, દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા

જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી

image socure

દેશ-વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણિ જલારામબાપાની 222મી જન્મજયંતીને લઈને વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એમ વીરપુરવાસીઓએ ઘેર ઘેર પોતાના આંગણે અવનવી રંગોળીઓ દોરી છે, જેમાં જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી છે, દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે, પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગાર કરવામાં આવ્યો છે. ફૂલ અને આસોપાલવનાં તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવી રહ્યાં છે.

image soucre

‘ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ’ આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે તેમજ 222 કેક બનાવવામાં આવી છે. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી દીધી છે

જલારામબાપાની શોભાયાત્રા

image soucre

વીરપુર જય જલિયાણના નાદ સાથે જલારામમય બન્યું છે. વીરપુરમાં લોકોએ ઘરે ઘરે રંગોળીઓ અને અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કર્યા છે. જલારામબાપાની શોભાયાત્રા પણ નીકળશે તેમજ 222 કિલોની કેક બનાવવામાં આવી છે. દેશ-વિદેશમાંથી બાપાનાં ભક્તો દર્શન કરવા આવ્યા છે. મોડી રાતથી ભક્તોની જલારામબાપાનાં દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી છે. મંદિર દ્વારા આજે અહીં આવેલા જલારામબાપાના ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

વીરપુરવાસીઓએ બાપાની શોભાયાત્રા યોજી

image soucre

બાપાની જન્મજયંતિને લઈને સમસ્ત વીરપુર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી છે. જલારામ બાપાની શોભાયાત્રાનું વીરપુરના ઐતિહાસિક એવા મીનળવાવ ચોકમાંથી પ્રસ્થાન કરાયું હતું. પૂજ્ય બાપાની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી છે. શોભાયાત્રામાં જલાબાપાને કેક ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી. આ કેક પૂજ્ય જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધ્વજા ફરકે છે તે પૂજ્ય બાપાની ધ્વજાના ત્રણ રંગ છે, લાલ, પીળો અને સફેદ તે જ ત્રણ રંગની એક એક કિલોની 222 કેક વીરપુરના સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી.

વીરપુરની દીકરીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી

image soucre

બાપાની જન્મજયંતીને લઇને વીરપુરવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામની દીકરીઓએ શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ ચોકે ચોકે શોભાયાત્રાનું સ્વાગત કરી બાપાના દર્શન લોકો કરી રહ્યા છે.