કોરોનાના કેસને લઇને આ શહેરની સ્થિતિ ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયા અઘઘઘ…કેસ

છેલ્લા 24 કલાકમાં ફૂટ્યો બોમ્બ – ગુજરાતમાં નોંધાયા 965 કેસ – સુરતની સ્થિતિ ચિંતાજનક

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે. દિવસેને દિવસે સમગ્ર દેશમાં હજારોની સંખ્યામાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા સેંકડોમાં વધી રહી છે. હાલ સૌથી વધારે ખરાબ સ્થિતિ જો કોઈ સ્થળની હોય તો તે છે સુરત અને અમદાવાદની.

image source

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોવિડ 19 કેસની માહિતી આપી છે જે પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 965 નવા કેસ નોંધાયા છે. અને છેલ્લા લગભગ સાત દિવસથી ગુજરાતમાં સરેરાશ 900થી વધુ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 48,441 સુધી પહોંચી ગઈ છે.

છેલલા 24 કલાકમાં 965 નવા સંક્રમીતોની સામે 877 લોકોને કોરોનામાંથી મુક્તિ મળી છે અને તેઓ ઘરે પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે અત્યારસુધીમાં ગુજરાતના 34,881 કોરોના દર્દીઓએ કોરોનાને હરાવી સ્વસ્થતા પ્રાપ્ત કરી છે. પણ બીજીબાજુ દુઃખદ વાત એ છે કે કોરોનાના કારણે છેલ્લા ચોવિસ કલાકમાં 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ આ કોરોનાની કાળમુખી મહામારીના કારણે 2,147 લોકોના મૃત્યુ નીપજ્યા છે.

લગભગ એક અઠવાડિયાથી 900 લોકો રોજ સંક્રમિત થાય છે

કેન્દ્ર સરકાર દ્વારા કોનાના સંક્રમણને અટકાવવાના હેતુથી લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતું પણ ત્યાર બાદ આર્થિક રીતે દેશ સાવ નબળો ન પડી જાય તેના માટે પુનઃ ધંધા રોજગાર ચાલુ કરવાના ઉદ્દેશથી દેશને અનલોક કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 13મી જુલાઈથી રોજના સંક્રમણનો આંકડો 900ને વટાવી ચૂક્યો છે. તે દિવસે પહેલીવાર રાજ્યમાં 902 નવા સંક્રમિતોનો આંકડો નોંધાયો હતો.

image source

ત્યાર બાદ 14મી જુલાઈએ આ આંકડો વધીને 915 થઈ ગયો ત્યાર બાદ 15મી જુલાઈએ તે આંકડો ઓર વધ્યો અને 925 થયો. ત્યાર બાદ 16 જુલાઈએ આંકડામાં થોડો ઘટાડો થયો અને 919 લોકો સંક્રમિત થયા. ત્યાર બાદ 17મી જુલાઈએ ફરી આંકડામાં ઉછાળો આવ્યો અને સીધા જ 949 નવા કેસ નોંધાયા, ત્યાર બાદ 18મી જુલાઈના રોજ 960 લોકો અને 19મી જુલાઈએ બીજા 965 નવા કેસ નોંધાયા છે. જેનાથી લોકોમાં તેમજ તંત્રમાં ચિંતા ઉદ્ભવી છે.

છેલ્લા 24 કલાકમાં સુરત કરતાં અમદાવાદમાં પ્રમાણમાં ઓછા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 186નવા કેસ નોંધાયા છે અને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 26 નવા કેસ નોંધાયા છે. આમ અમદવાદમાં કુલ નવા કેસ 212 નોંધાયા છે. અત્યાર સુધીનો કોરોના સંક્રમિતોનો કુલ આંકડો જોવા જઈએ તો 24,375 થાય છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 167 દર્દીઓને સ્વસ્થ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. આમ કુલ કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા દર્દીઓનો અમદાવાદનો આંકડો 19024 પહોંચ્યો છે. અમદવાદમાં 6 કોરોનાગ્રસ્ત દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, આમ અમદાવાદમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 1549 લોકોના મૃત્યુ થયા છે. હાલના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 3802 કેસ એક્ટિવ છે.

અમદાવાદ બાદ સુરત સૌથી વધારે પ્રભાવિત

image source

સુરતમાં ઉત્તરોત્તર કોરોનાવાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. હાલ અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધારે કોરોના સંક્રમિતેનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકના નવા કેસની વાત કરીએ તો 285 નવા કેસ નોંધાયા છે. જેમાંથી સુરત નગરપાલિકા હેઠળ આવતા સુરતમાં 206 કેસ અને સુરત જિલ્લામાં 79 કેસ નોંધાયા છે. આમ અત્યારસુધીમાં સુરતમાં કોરોનાનો અત્યાર સુધીનો આંકડો 9694 સુધી પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 207 દર્દીઓને સ્વસ્થ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં સુરતના સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 6624 છે. પણ દુઃખદ વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. કૂલ મૃત્યુઆંક જોવા જઈએ તો 261 દર્દીઓના કોરોનાના કારણે સુરતમાં મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો સુરતમાં 2809 કેસ એક્ટિવ છે.

રાજ્યની સ્થિતિ પર એક નજર

19મી જુલાઈ 2020 પોઝિટિવ કેસ

image source

અમદાવાદ 212

સુરત 285

ગાંધીનગર 30

વડોદરા 79

રાજકોટ 49

ભાવનગર 35

બનાસકાંઠા 21

મહેસાણા 22

image source

આણંદ 7

બોટાદ 2

સાબરકાંઠા 10

છોડા ઉદેપુર 1

દાહોદ 19

કચ્છ 19

સુરેન્દ્રનગર 15

પોરબંદર 1

વલસાડ 14

મોરબી 9

અમરેલી 13

ડાંગ 0

જૂનાગઢ 15

image source

તાપી 12

નવસારી 11

પંચમહાલ 16

દેવભૂમિ દ્વારકા 0

નર્મદા 3

ગીર સોમનાથ 2

ભરૂચ 18

જામનગર 10

ખેડા 12

મહીસાગર 5

અરવલ્લી 4

અન્ય રાજ્ય 0

image source

રાજ્યમાં અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 24375 કેસ નોંધાયા છે જેમાંથી 19024 લોકો સાજા થયા છે અને 1549 લોકોના મૃત્યુ થયા છે. અને હાલના એક્ટિવ કેસની વાત કરીએ તો 3802 એક્ટિવ કેસ છે. હાલ સુરત સૌથી અસરગ્રસ્ત જિલ્લો છે. અહીં અત્યાર સુધીમાં 9694 લોકોને કોરોનાનું સંક્રમણ નોંધાયું છે. જ્યારે 6624 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા છે. 261 લોકોના મૃત્યુ થયા છે હાલ કુલ એક્ટિવ કેસ 2809 છે. ત્યાર બાદ વડોદરા ત્રીજા ક્રમે છે અહીં અત્યાર સુધીમાં 3587 સંક્રમિત કેસ નોંધાયા છે જ્યારે 2955 લોકોને રજા આપી દેવામા આવી છે. અને 55 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. 577 હાલ એક્ટિવ કેસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત