ના હોય! આ ટાપુ પર છે બે દેશોનો કબજો, છતા પણ ક્યારેય નથી થયો ઝઘડો

દુનિયામાં આવા ઘણાં ટાપુઓ છે, જે પોતાનામાં ખૂબ જ ખાસ છે. વિશ્વના ધનવાન લોકો રજાઓ ગાળવા માટે ઘણીવાર ટાપુઓ પર જતા હોય છે. આ ઉપરાંત ફિલ્મના શૂંટિંગ માટે પણ ટાપુ બેસ્ટ લોકેશન ગણાય છે. પરંતુ તમે શાંભળ્યું હશે ઘમા ટાપુઓ એવા હોય છે જેની ખાસ લાક્ષણિકતાને કારણે સમગ્ર દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બનીને રહેતા હોય છે. આવો જ એક ટાપુ ફ્રાંસ અને સ્પેન વચ્ચે છે, જે દર છ મહિને તેનો દેશ બદલી નાખે છે. આનો અર્થ એ છે કે આ ટાપુ પર ફ્રાન્સ અને સ્પેન બંનેનો કબજો છે અને બંને દેશો આ ટાપુ પર છ મહિના સુધી શાસન કરે છે.

image source

આ પરંપરા છેલ્લા 350 વર્ષોથી ચાલી રહી છે

આ ટાપુનું નામ છે ફીજૈન્ટ આઇલેન્ડ, જેને ફ્રેન્ચ અને સ્પેનિશમાં ફૈસેન્સ આઇલેન્ડ કહેવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે આ ટાપુને લઈને ફ્રાન્સ અને સ્પેન વચ્ચે કોઈ ઝઘડો નથી થતો, તેના બદલે બંને દેશો તેની મરજીથી આદાન-પ્રદાન કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પરંપરા છેલ્લા 350 વર્ષોથી ચાલી રહી છે. આ ટાપુ 1 ફેબ્રુઆરીથી 31 જુલાઇ સુધી સ્પેનની પાસે રહે છે, જ્યારે બાકીના છ મહિના એટલે કે 1 ઓગસ્ટથી 31 જાન્યુઆરી સુધી ફ્રાન્સ પાસે રહે છે. આ ટાપુ સ્પેન અને ફ્રાન્સને જુદા પાડતી નદી બિદાસોની વચ્ચો વચ છે.

image source

આ સમય દરમિયાન શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા

હાલમાં તે એક શાંત ટાપુ છે, પરંતુ એક સમય હતો જ્યારે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે આ માટે ઘણી લડત ચાલતી હતી. જો કે, ત્રણ મહિના સુધી વાતચીત કર્યા પછી, બંને દેશો વચ્ચે 1659માં એક સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સમય દરમિયાન શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા, જેને પાઈનીસની સંધિ કહેવામાં આવે છે. આ પ્રદેશની અદલા બદલી કરવામાં આવી અને બાઉન્ડ્રી નક્કી કરવામાં આવી હતી. આ સંધિ શાહી લગ્ન સાથે પૂર્ણ થઈ હતી, જેમાં ફ્રાન્સના કિંગ લુઇસ ચૌદમાએ સ્પેનના રાજા ફિલિપ IV ની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.

image source

આ ટાપુનો અડધોઅડધ ભાગ હવે ખતમ થઈ ગયો છે

આ ટાપુ ખૂબ નાનો છે, જે લંબાઈ માત્ર 200 મીટર અને પહોળાઈ 40 મીટર છે. લોકોને બીજી બાજુથી આવતાં અટકાવવા ટાપુને અડીને નદીની બાજુમાં દર 100 મીટરના અંતરે સેન્ટ્રી ઉભી કરવામાં આવી હતી. જો કે, પાણીના ઝડપી પ્રવાહ અને તેને સુરક્ષિત રાખવામાં લાપરવાહીને લીધે, આ ટાપુનો અડધોઅડધ ભાગ હવે ખતમ થઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!