મોટેરા સ્ટેડિયમ પર આજથી ભારત-ઇગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટનો પ્રારંભ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાસે રેકોર્ડ સર્જવાની તક

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ચાર મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ડે એન્ડ નાઈટ ટેસ્ટ હશે જે પિંક બોલથી રમાશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનાર આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. જો કે અમદાવાદમાં રમાનાર આ મેચ વધારે ખાસ છે. તેનું એક કારણ છે કે આ પહેલી મેચ હશે જે 1 લાખ 32 હજાર લોકોની ક્ષમતાવાળા ગ્રાઉન્ડમાં રમાશે જ્યારે બીજું એ છે કે આ મેચ જીતવી એ એક માત્ર વિકલ્પ છે ટીમ ઈંડિયા પાસે જેનાથી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જગ્યા બનાવી શકે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ભારતે આ શ્રેણી જીતવી જરૂરી છે.

image source

મોટેરામાં પણ ટીમ ઈંડિયા પિંક બોલથી રમશે. જો કે આ પહેલા જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયામાં એડિલેડ ખાતે પિંક બોલ મેચ રમાઈ હતી ત્યારે ઈન્ડિયા 36 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. જો કે આ મામલે ઈંગ્લેન્ડની ટીમ 58 રનમાં ઓલઆઉટ થઈ હતી. પિંક બોલ અને 36 રનમાં ટીમની હાર થઈ ત્યારે કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે એડિલેડની મેચમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતું માત્ર 45 મિનિટની ખરાબ રમતના કારણે હાર થઈ હતી. આ સાથે જ તેણે કહ્યું હતું કે એક ટીમ તરીકે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે.

image source

આ મેચમાં મહત્વપૂર્ણ એ પણ રહેશે કે મોટેરામાં 6 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાનાર છે. તેથી હાલ તો કોઈ કહી શકે તેમ નથી કે આ પિત ખેલાડીઓને કેવો પરચો આપશે. કેપ્ટન કોહલીનો મત છે કે પિંક બોલ પિચ પર સ્વિંગ થશે પણ વધારે નહીં થાય. જ્યારે રોહિત શર્માએ કહ્યું કે આ પિચ સ્પિનર્સને મદદ કરશે. ઈંગ્લેડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે કહ્યું હતું કે તેઓ પિંક બોલનો લાભ ઉઠાવવા આતુર છે.

image source

મોટેરાની પિચ બનાવવામાં રેડ સોઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતે બનેલી વિકેટ પર સ્પિન અને બાઉન્સ જોવા મળે છે.

image source

આ સ્ટેડિયમના ઈતિહાસની વાત કરીએ તો આ સ્ટેડિયમ 1980 આસપાસ તૈયાર થયું હતું. અહીં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ 12 નવેમ્બર 1983માં રમાયો હતો. જો કે આ મેદાન પર ભારતની શરુઆત સારી રહી નથી. ટીમ ઈંડિયાને જીતવા માટે ત્રણ વર્ષની રાહ જોવી પડી હતી. 5 ઓક્ટોબર 1986ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડે મેચ ભારતે પહેલીવાર જીતી હતી. નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં છેલ્લે 6 નવેમ્બર 2014ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ ટીમે જીતી હતી.

image source

આ મેચમાં ભારતીય ખેલાડીઓને નવા રેકોર્ડ બનાવવાની પણ તક મળે તેવી સંભાવના છે. ઈશાંત જો આ મેચ રમશે તો મોટેરાની મેચ તેની 100મી ટેસ્ટ બનશે અને 100 મી ટેસ્ટ મેચ રમનાર તે બીજો ભારતીય બોલર હશે. આ પહેલા ફક્ત કપિલ દેવ આ રેકોર્ડ સર્જી શક્યા છે. જ્યારે અશ્વિન પાસે 400 વિકેટ ઝડપવાનો રેકોર્ડ સર્જવાની તક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!