પતિ -પત્ની વચ્ચે થતા ઝઘડાઓનું શું છે મુખ્ય કારણ…? એકવાર વાંચો આ લેખ અને જાણો તમે પણ…

કિસ્મત કનેક્શન ના આ ખાસ એપિસોડમાં જ્યોતિષ શાસ્ત્રી શૈલેન્દ્ર પાંડે જ્યોતિષમાં પતિ -પત્ની વચ્ચેના વિવાદના કારણ વિશે વાત કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર- પતિ-પત્ની વચ્ચે ગ્રહોની મિત્રતા પરસ્પર સંવાદિતા નક્કી કરે છે. બંનેના ગ્રહો પતિ -પત્નીના સંબંધોને સારા બનાવે છે. પતિ માટે સારું લગ્ન જીવન શુક્ર થી આવે છે. ગુરુ આ કામ પત્ની માટે કરે છે. પતિ -પત્ની વચ્ચે પરસ્પર સંબંધ અને સુમેળ એકંદરે શુક્ર પર આધારિત છે. જ્યારે શુક્ર કે ગુરુ નબળો હોય તો વિવાહિત જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.

image soucre

પતિ-પત્ની વચ્ચે મતભેદ, ગેરસમજ, કહેવા કરવાની જુદી જુદી રીતભાત અને કહેલી વાતોના ખોટાં અર્થઘટન થતાં હોય છે. આવા બનાવો હતાશા, અસંતુષ્ટતા, દલીલો, નાના ઝઘડા અને ઘણી વાર લડાઈ સુધી દોરી જતાં હોય છે. આ તેમના જીવનમાં હતાશા અને નિરાશા સર્જે છે. આવી સમસ્યાઓ ઘણી વાર તેમના લગ્નજીવનમાં ભંગાણ પણ લાવી દે છે.

લગ્નજીવનમાં ઘટતી આવી પરિસ્થિતિઓને અવગણીને તેનો સરળતાથી ઉકેલ લાવી શકાય છે. સાથીને ખુશ રાખીને સુખી લગ્નજીવન દરેક પતિ-પત્ની ઈચ્છતાં હોય છે. એવું કહેવાય છે કે, ‘તમે બધાને ખુશ ના રાખી શકો, પણ તમારા સાથીનો સમાવેશ બધામાં થતો નથી.’ પતિ હોય કે પત્ની, એ તમારા માટે ખાસ વ્યક્તિ છે અને તેની સાથે સુખ-શાંતિ થી જીવન પર્યંત રહેવાનો ધ્યેય રાખવો જોઈએ.

ગૌરવ, પ્રેમ, શિષ્ટાચાર વગેરે જે તમે તમારા સાથી પાસેથી ઈચ્છો છો, તે તેણીને પણ તમારા તરફથી આપો. પરસ્પરનો વિશ્વાસ એકબીજાને સલામતી બક્ષશે, ને પોતે અસલામત નથી તેવી અનુભૂતિ કરાવશે. આત્મનિષ્ઠા, વિશ્વાસ, સાતત્ય અને પરસ્પરનો આદર લગ્ન સંબંધ માટે ચાવીરૂપ છે.

image soucre

રોજિંદા જીવનમાં પત્ની તેના પતિ પાસેથી નમ્રતા, ઘનિષ્ઠ સંબંધ અને ભાવનાત્મક બંધનની અપેક્ષા રાખતી હોય છે. તેથી જ્યારે જ્યારે તક મળે ત્યારે પોતાની પ્રશંસા કરો. તેનાં સારાં કાર્યો અને કુટુંબ માટેના તેના ફળ બદલ તેનાં વખાણ કરો. તમારી પત્નીની ટીકા ના કરો અને તે પણ બીજાની સામે તો નહીં જ.

જીવન ખરેખર તો સમસ્યાઓથી ભરપૂર છે. તેમાં પાછું લગ્ન જીવનમાં નાના નાના મુદ્દા ઊભા કરી ઝઘડા કરવા યોગ્ય નથી. વ્યક્તિ કદી પોતાના જીવનસાથી સાથે ‘હાર-જીત’ કરી શકે નહીં, કારણ કે કોઈ જ ક્ષતિરહિત નથી, તેથી એકબીજાની ક્ષતિઓને ટાળો. તમારા સાથીને બદલવાનો પ્રયત્ન ન કરશો. તેમાં કુનેહપૂર્વક ધીરેધીરે બદલાવ આવવા દો.

image soucre

તમારો ઓછો અહમ્ તમારા પ્રેમમાં વધારો કરશે. સંબંધ સ્થગિત થાય તે પહેલાં તમારી પ્રાથમિક લાગણીઓ મુક્ત રીતે વ્યક્ત કરો. તમારી પત્ની જે કંઈ કહે છે તેના તરફ ધ્યાન આપો. તેને સાંભળો. સ્ત્રીઓ વારંવાર ફરિયાદ કરતી હોય છે કે તેમનો પતિ તેને સાંભળતો નથી કે પૂરતો સમય ફાળવતો નથી ને તેથી તેઓને પતિ દ્વારા અવગણના થવાની અને એકલાં પડી જવાની લાગણી થાય છે. આવી પરિસ્થિતિમાં એકબીજા સાથે વાર્તાલાપ કરવાથી જ દંપતીમાં સમાધાન લાવી શકાય છે.