મકરસંક્રાતિના પર્વ પર રાશી પ્રમાણે આ રીતે કરો દાન અને સાથે આ નિયમોનું કરો પાલન, થશે એટલા લાભ કે ના પૂછો વાત

મિત્રો, આપણા હિંદુ ધર્મમા વૈદિક ઋષિ પરંપરા એ વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સચોટ દર્શન કરાવે છે, જેને વર્તમાન સમયનુ વિજ્ઞાન પણ સ્વીકાર કરે છે. આ દિવસ દરમિયાન સૂર્ય એક રાશીમાથી બીજી રાશીમા પ્રવેશ કરે છે અને તેના એ નિયમને આપણે સંક્રાંતના નામે ઓળખી છીએ.

image source

એક વર્ષમા બાર વખત આ સંક્રાત આવે છે અને જયારે સૂર્યનારાયણ મકર રાશિમા પ્રવેશ કરે છે તેને આપણે મકરસંક્રાંત તરીકે ઓળખી છીએ.

image source

આ મકરસંક્રાંતનુ આપણા જીવનમા ખુબ જ વિશેષ મહત્વ હોય છે, આ દિવસે કરવામા આવેલા દાનનુ પુણ્ય પણ ખુબ જ મહત્વનુ હોય છે.

image source

મુખ્યત્વે મકરસંક્રાતનો પર્વ એ દર વર્ષની ૧૪ તારીખે આવે છે. આ દિવસે લોકો હોંશભેર આ પર્વની ઉજવણી કરે છે અને આ દિવસથી જ લોકો અમુક શુભ કાર્યો અને લગ્નવિધિના કાર્યોનો પ્રારંભ કરે છે. આ દિવસ દરમિયાન કરેલુ દાન એ આપણા માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે તો ચાલો આ દિવસે દાન કરવાથી આપણને કેવા ફળની પ્રાપ્તિ થાય છે તથા કઈ રાશિના લોકોએ આ દિવસે કયુ દાન કરવુ શ્રેષ્ઠ ગણાય છે તેના વિશે માહિતી મેળવીશુ.

image source

આ વર્ષે ગુરૂવારના શુભ દિવસ પર મકર સંક્રાતનો શુભ પર્વ આવે છે. આ શુભ દિવસ પર જો રાશી મુજબ દાન કરવામા આવે તો આપણા ઘરમા હમેંશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે. જો મેષ, કર્ક, તુલા અને મકર રાશીના લોકો આ દિવસે ત્રાંબાનુ પાત્ર, સફેદ રેશમી વસ્ત્ર, તલ, ચોખાનુ દાન કરે તો તે તેમના માટે અત્યંત શુભ સાબિત થાય છે.

image source

આ ઉપરાંત જો વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશીના લોકો આ દિવસ દરમિયાન કાંસાનુ પાત્ર, લાલ રેશમી વસ્ત્ર, ઘઉં અને સોનાનુ દાન કરો તો તે તમારા માટે અત્યંત શુભ સાબિત થઇ શકે છે. આ સિવાય જો મિથુન, કન્યા, ધન અને મીન રાશીના લોકો આ દિવસે પીતળનુ પાત્ર, પીળું રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચાંદીનુ દાન કરે તો તે તેમના માટે અત્યંત શુભ સાબિત થાય છે.

image source

આ દિવસ દરમિયાન તલના તેલ મિશ્રિત જળથી સ્નાન કરવુ. ત્યારબાદ તમારે બ્રાહ્મણને દાન આપવુ. ત્યારબાદ ઈશ્વરના નામનો જાપ કરી તેમનુ સ્મરણ કરવુ. આ ઉપરાંત આ દિવસે જપ અને દાન કરવાથી તમને તેનુ અનેક ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ દિવસે તમારે ભગવાન શિવ અને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી. આ સિવાય જો તમે આ દિવસ દરમિયાન તલથી બનાવેલી સામગ્રીનો ભોગ ભગવાનને ધરવો જેથી, તમારા ઘરમા હમેંશા સુખ-શાંતિ બની રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ