જગન્નાથપુરીના બાહુબલી પુજારી વિષે જાણો આ અજાણી વાતો, અનેક વાર જીતી ચુક્યા છે મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ

જગન્નાથપુરીના બાહુબલી પુજારી વિષે જાણો આ અજાણીવ તો – કેટલીએ વાર જીતી ચુક્યા છે મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ

image source

પુરીના જગન્નાથ ધામના હિન્ધુ ધર્મના ચાર ધામોમાંનું એક માનવામા આવે છે. ભગવાન જગન્નાથને પાલનહર્તા વિષ્ણુનું બીજુ રૂપ માનવામાં આવે છે. તેમના મંદિરમાં સેવા આપનારાઓને સેવાયત અથવા સેવાદાર કહેવાય છે. સેવાયતો નિર્બાધ રીતે ભગવાનની સેવા કરે છે અને તેના માટે તેમનું ફિટ રહેવું પણ તેટલું જ જરૂરી છે.

સામાન્ય રીતે આપણે કોઈ પુજારીની કલ્પના કરીએ તો ક્યાંક તે સાવજ સુકલકડી હોય તો વળી ક્યાંક ફાંદ વાળા હોય. પણ જગન્નનાથ પૂરીના આ પુજારીને તમે કદાચ ક્યારેય નહીં જોયા હોય. તે કોઈ બાહુબલી ફિલ્મના હીરો જેવું શરીર શૌસ્ઠવ ધરાવે છે.

image source

તમને જણાવી દઈએ કે જગન્નાથપુરીમાં ભગવાનની સેવા કરતાં પુજારીને ખાસ ટ્રેનીંગ આપવામા આવે છે. ભગવાન જગન્નાથના આ જ સેવાયતોમાં એક છે અનિલ ગોચ્છિકાર જેમણે હંમેશા મંદીરમાં આવતા લોકોનું પોતાના તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે.અનિલ ગોચ્છિકાર પ્રતિહારીની શ્રેણીમાં આવે છે તેઓ મંદીરના પુજારી તેમજ સેવાયત પણ છે અને સાથે સાથે એક બોડી બિલ્ડર પણ છે.

image source

શરીર એવું ચુસ્ત છે કે કેટલાક લોકો તો તેમને બાહુબલી કહીને પણ બોલાવે છે તો વળી કેટલાક લોકો જગન્નાથ ભગવાનના અંગરક્ષક પણ કહે છે. અનિલ એક એવા કુટુંબના વંશજ છે, જે પેઢીઓથી ભગવાન જગન્નાથના અંગરક્ષક રહી ચૂક્યા છે. બીજી બાજુ અનિલે પહેલા જ બોડિ બિલ્ડિંગ ક્ષેત્રમાં ડંકો વગાડ્યો છે. તેઓ સોશિયલ મિડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે શ્રીજગન્નાથપુરી મંદીરમાં અત્યાર સુધીમાં 17 સૌથી મોટા આક્રમણ થઈ ચૂક્યા છે.

image source

દરેક વખતે અહીંના પુજારીઓએ વિગ્રહોને છૂપાવીને તેની રક્ષા કરી છે. અનિલ તે જ પુજારીઓના વંશ પરંપરામાંથી આવે છે. અભિનેતા અને મોડેલની જેટલા જ સ્માર્ટ દેખાતા અનિલે ઘણીવાર મિસ્ટર ઓડિશા અને મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે.અનિલનું બોડી ખૂબ જ આકર્ષક અને ચુસ્ત છે અને તેના જ કારણે તેમને મિસ્ટર ઇન્ટરનેશનલ ઇન્ડિયન પણ કહેવાય છે. અનિલના મોટા ભાઈ સુનિલે તેમને શરીર સૌષ્ઠવની પ્રેરણા આપી હતી અને મોટા ભાઈના કહેવાથી જ તે આ મુકામ પર પહોંચ્યા છે.

image source

દર વર્ષે આ બન્ને ભાઈઓએ રથયાત્રા દરમિયાન સક્રિય રૂપે ભાગ લેતા જોવા મળ્યા હતા. સુનીલે પ્રોફેશનલ બોડી-બિલ્ડિંગ છોડી દીધી છે, પણ તેઓ નિયમિત રીતે વર્કાઉટ કરે છે. ભગવાન જગન્નાથની સેવા માટે તેઆ બન્ને ભાઈ સમર્પિત છે. આ બન્ને ભાઈઓ રથયાત્રાના રથને ખેંચવા બાબતે જણાવે છે કે તેમનો આ અનુભવ અત્યં અદ્ભુત રહ્યો છે.

પૂર્વજોએ વિગ્રહોને શ્રીમંદિરમાંથી બહાર કાઢી ભગવાન જગન્નાથની રક્ષા કરી હતી

image source

અનિલ જણાવે છે કે અમારા પરિવારના લોકો કેટલીએ પેઢીઓથી મહાપ્રભુની સેવા કરતા આવ્યા છે. મુગલો અને અન્ય આક્રમણકારિઓએ જ્યારે શ્રીમંદિર પર આક્રમણ કર્યું હતું ત્યારે અમારા પૂર્વજોએ વિગ્રહોને શ્રીમંદિરથી કાઢીને ભગવાન જગન્નાથની રક્ષા કરી હતી. વાસ્તવમાં અમારા ભગવાનની મૂર્તિ ઘણી ભારે હોય છે, માટે અમારું બળવાન હોવું જરૂરી છે. તેના માટે અમે નિયમિત અભ્યાસ કરીએ છીએ.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત