વરુણ ધવને લેટેસ્ટમાં શેર કર્યો શર્ટલેસ ફોટો, જોઇ લો અંદરની તસવીરમાં તમે પણ

વરુણ ધવને શેર કર્યો એક શર્ટલેસ ફોટો, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા પાગલ.

બોલિવુડના બધા જ કલાકારો આજકાલ સોશિયલ મીડિયા પર પોતાના જીવનની ગતિવિધિઓ સંબંધિત કંઈકને કઈક પોસ્ટ મૂકી પોતાના ચાહકોનું મનોરંજન કરતા રહે છે અને એમની સાથે જોડાયેલા રહે છે.આમાંથી બૉલીવુડ અભિનેતા વરુણ ધવન પણ બાકાત નથી. વરુણ ધવન પણ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહે છે.

image source

અન્ય બૉલીવુડ સ્ટારની જેમ વરુણ ધવન પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાના ફેન્સ સાથે કઈ ને કઈ શેર કરતા રહે છે. હાલમાં જ એમને પોતાનો એક એવો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરજો છે જેમાં એમને શર્ટલેસ જોઈ શકાય છે.

image source

એમના ફેન્સ એમનો આ ફોટો જોઈને ગાંડા થયા છે. વરુણ ધવન એમની ફિટનેસની વાતે ઘણા જ સાવચેત છે. કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનમાં પણ એમને એમના વર્કઆઉટ શિડયુલને જરાય ખરાબ નથી થવા દીધું. કોઈ દિવસ ડાન્સ તો કોઈ દિવસ યોગા કરીને એ પોતાની જાતને ફિટ રાખતા રહે છે.

વરુણ ધવનના આ ફોટામાં તમે તેને શર્ટલેસ અવતારમાં જોઈ શકો છો. પોતાના બેક મસલ્સને સ્ટ્રેચ કરતા વરુણ પોતાની બોડીને ફ્લોન્ટ કરતા નજરે પડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Varun Dhawan (@varundvn) on

આ પહેલા પણ વરુણ ધવન પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચશ્માં પહેરેલો એક ફોટો પોસ્ટ કરી ચુક્યા છે.

એ ફોટામાં વરુણ ધવનનો લૂક સ્પેનિશ વેબ સિરીઝ “મની હાઇસ્ટ”ના કેરેકટર પ્રોફેસર જેવો દેખાઈ રહ્યો છે. એમના ફેન્સ પણ એમના આ ફોટા પર કમેન્ટ કરીને એમને પ્રોફેસર કહી રહ્યા છે. ઘણા લોકોએ કમેન્ટ કરીને કહ્યું છે કે એમનો આ લુક એકદમ મની હાઇસ્ટના પ્રોફેસર જેવો જ છે. વરુણ ધવને કેપ્સનમાં જણાવ્યું છે કે આ ફોટો 2018નો છે. વરુણ ધવનને પ્રોફેસર ગણાવતા લોકોમાં બૉલીવુડ અભિનેત્રી નૂપુર સેનન પણ સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Varun Dhawan (@varundvn) on

તમને જણાવી દઈએ કે વરુણ ધવનના ફેન્સ વરુણની ફિલ્મ કુલી નંબર 1ના રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કુલી નંબર 1 ડેવિડ ધવનના કરિયરની 45મી ફિલ્મ છે. ડેવિડ ધવને કુલી નંબર 1નો પહેલો ભાગ ગોવિંદા અને કરિશ્મા કપૂર સાથે મળીને બનાવ્યો હતો અને આ ફિલ્મને લોકોએ ઘણી પસંદ પણ કરી હતી. હાલની કુલી નંબર 1માં વરુણ ધવનની સાથે સાથે સારા અલી ખાન, પરેશ રાવલ, શિખા તલસાનિયા, જોની લીવર, જાવેદ જાફરી અને રાજપાલ યાદવ મહત્વની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મને વાસુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ દ્વારા પ્રોડ્યુસ કરવમાં આવી રહી છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત