શરદી થાય અને બાળકોને લગાવો છો બામ? તો રાખજો આ બાબતોનું ખાસ ધ્યાન, નહિં તો…

જ્યારે નાના બાળકોને શરદી અને ઉધરસ થાય ત્યારે તેને બામ લગાડવામાં આવે છે તેના માટે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. એવું કહેવામા આવે છે કે નાના બાળકોની રોગપતિકારક શક્તિ સાવ ઓછી હોય છે.

image source

તેના લીધે તેમણે વારંવાર શરદી જેવી સમસ્યા થઈ શકે છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના જણાવ્યા મુજબ જન્મ પછી પહેલા ૨ વર્ષમાં વાળન્ને ૮ થી ૧૦ વાર શરદી થાય છે. જ્યારે બાળકને શરદી થાય છે ત્યારે તેના માતપિતા તેને બામ લગાડવાનું પસંદ કરે છે. પરંતુ તે જાણતા નથી કે આનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં.

બાળકોને આ લગાવવું જોઈએ :

image source

તમારે બે વર્ષ કે તેનાથી ઓછી ઉમરમાં બાળકો પર આનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનાથી બાળકને શ્વસન માર્ગમાં ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તેની સાથે તેને વધારે મ્યુકસ બનાવી શકે છે. તેનાથી નાક બંધ થઈ જાય છે. આ કારણને કારણે બે વર્ષથી નાના બાળકોને માટે આપણે આનો ઉપયોગ કરવો જોઈએ નહિ. જ્યારે તેને આવી સમસ્યા થાય ત્યારે તમે આને છાતી, પીઠ અને ગળા પર લગાવો છો તમને એવું લાગે છે આની સુગંધ તેને આવશે તો તેને આરામ મળશે. પરંતુ તે નાના બાળકો માટે સુરક્ષિત નથી.

બાળકો માટે અલગ બામ આવે છે :

image source

ઘણી કંપનીઑ નાના બાળકો માટે ખાસ બામ બનાવે છે. તમારે ડોક્ટરની સલાહ લઈને જ આનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે આ બામનો ઉપયોગ કરવાથી બાળકના શરીરને મોઈશ્ચરાઇઝ કરે છે. તેના માટે તેને ગળું, છાતી, પીઠ અને પગના તળિયામાં આનાથી મસાજ કરવાથી તમને આરામ મળે છે.

image source

આની સાથે તમારે ખાસ ધ્યાન રાખવું કે આમાં કપૂરનો ઉપયોગ ન થયેલો હોવો જોઈએ. જે બામમાં કપૂર હોય તેને બાળક માટે ન ઉપયોગ કરો. તમારે બાળક માટે એવી બમણો ઉપયોગ કરવો જે બાળક માટે સુરક્ષિત સામગ્રી માથી બનાવેલ બામ હોય.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો :

image source

તમારે ખાસ જોવું કે આની એક્સપાયરી તારીખ નીકળી ગઈ છે તો બાળકોને નહીં પણ મોટાને પણ આનો ઉપયોગ ન કરવો જોઈએ. આને ક્યારેય પણ ગરમ ન કરવી. તેનાથી બાળકની ત્વચાને નુકશાન થઇ શકે છે. કોઈ ભાગ પર ઘા હોય ત્યારે આનો ઉપયોગ ન કરવો. આને ફક્ત ત્વચા પર જ લગાવો. બાળકને આને પહેલા હાથ પર લગાવો અને જાણો કે તેનાથી કોઈ એલર્જી નથી ને. નાક, માથા અને આંખની આજુબાજુ આને ન લગાવો. તેનાથી બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

બાળકની શરદી દૂર કરવા માટે ઘરેલુ ઉપાય અપનાવો :

image source

બે લસણની કાળી લેવી અને તેની સાથે એક ચમચી અજમાને શેકીને બંને વસ્તુને ઠંડી કરી લેવી અને તેને કપડામાં બાંધી લેવી. તેનાથી છાતી પર શેક કરો. પા કપ સરસિયાનું તેલ લેવું અને તેને ગરમ કરવું. તેમાં બે લસણની કાળી અને જીરાને પીસીને તેલમાં નાખી તેને ગરમ કરવું. તે સોનેરી થાય પછી તેને ઉતારી બાળકની છાતી અને પગના તળિયામાં મસાજ કરવાથી તેમણે રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત