બેકિંગ સોડા અને લીંબુથી આ રીતે દૂર કરી દો ઢીંચણ પરની કાળાશ, જાણો બીજા સરળ ઉપાયો પણ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે ખૂબ સુંદર લાગે ત્યારે તે તેના ચહેરા પર જ ધ્યાન આપે છે અને તેને સુંદર બનાવવા માટે તે ઘણા ઉપાય કરે છે તેનાથી તેનો ચહેરો સુંદર લાગે છે પરંતુ તેના ગોઠણ અને કોણી કાળા હોવાથી તેની સુંદરતામાં ઘટાડો કરે છે. જ્યારે આપના શરીરના ઘણા અવયવો કાળા હોય તો તેનાથી આપની સુંદરતામાં ઘટાડો થાય છે.

image source

અત્યારે ટુકા કપડાં પહેરવાનો ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેથી બધાને તેને અનુસરવો હોય છે પરંતુ જ્યારે આપના ગોઠણ અને કોણી કાળા હોય ત્યારે આપણે આ ટ્રેન્ડને અનુસરી શકતા નથી. તેથી તેના માટે આપણે તેની કાળાશ દૂર થાય તેના માટે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ આનાથી ત્વચા પર રહેલી કાળાશ દૂર થશે અને તેમાં રહેલી ગંદકી પણ જતી રહેશે.

image source

આ કાળાશને દૂર કરવા માટે આપણે ઘણી મહેનત કરીએ છીએ અને ઘણી ટ્રીટમેંટ પણ કરાવીએ છીએ આની સાથે આપણે ખૂબ કીમતી ક્રિમોનો પણ ઉપયોગ કરીએ છીએ તેથી તમાઋ કાળાશ દૂર થઈ શકે પરંતુ આનાથી આપણને જોઈએ તેવું પરિણામ મળી શકતું નથી. તેની જગ્યાએ આપણે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ તેનાથી આપની આ કાળાશ વાળી જગ્યા દૂર થશે અને તમારે વધારે ખર્ચો પણ નહીં કરવો પડે. તેના માટે આજે આપણે કેટલાક ઘરેલુ ઉપાય વિષે જાણીએ.

લીંબુ & બેકિંગ સોડા :

image source

આ બંને વસ્તુને સરખા ભાગે ભેળવીને તમારે તેને કાળાશ વાળી જગ્યા પર લગાવવો અને તેને થોડી વાર માટે મસાજ કરવું આનાથી તમને ઘણો લાભ થશે આમાં બંનેમાં કાળાશ દૂર કરવાની શક્તિ રહેલી હોય છે તેથી તમારે આને પ્રભાવિત જગ્યા પર લગાવો અને તેને તમારે મસાજ કરવું આ કર્યા પછી તેને સાદા પાણીથી સાફ કરીને તેના પર મોશ્ચરાઇઝર લગાવવું જોઈએ. આ ત્વચા પર રહેલી ખરાબ ત્વચાને દૂર કરશે અને તેના પર રહેલી કાળાશ ને પણ દૂર કરશે.

એલોવેરા :

image source

આ વસ્તુ આપણી ત્વચા માટે ખૂબ ઉપયોગી છે તેનાથી આપની ત્વચાને ઘણા ફાયદા મળી શકે છે. તેના માટે તમારે ૨ ચમચી એલોવેરા અને અડધું કપ ડાહીને સાથે ભેળવીને તેને કાળાશ વાળી જગ્યા પર લગાવો તેને તમારે ૧૫ થી ૨૦ મિનિટ મારે રાખવું અને તે પછી તેને પાણીથી સાફ કરી લેવું.

હળદર :

image source

એક ચમચી હળદર લઈ તેમાં તમારે દૂધની મલાઈ ભેળવીને તેને કાળાશ વાળી જગ્યા પર લગાવો અને તેને સારી રીતે સુકાવો તે પછી તમારે તેને હૂંફાળા પાણીથી સાફ કરી લેવી. આને લગાવવાથી થોડા દિવસોમાં જ કાળાશ દૂર થઈ જશે.

ચણાનો લોટ :

image source

દોઢ ચમચી ચણાનો લોટ લઈ તેમાં એક ચપાતિ હળદર ભેળવો અને એક ચમચી ઓલિવ ઓઇલ લગાવો અને તેમાં એક ચમચી દૂધ એ અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને તેને લગાવો તેને સુકાવા દેવું અને તે આછી તેને હૂંફાળા પાણીથી સાફ કરી લેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત