થોડા ઘણાં નહીં પરંતુ 29 કરોડ ભારતીય બાળકોનો અભ્યાસ કોરોનાના કારણે થયો પ્રભાવિત, દુનિયાભરની સ્કૂલ સરેરાશ 4.5 મહિના માટે બંધ રહી

વૈશ્વિક મહામારી કોરોનાએ એ હદે કહેર વર્તાવ્યો કે દૂર દૂર સુધી તેની કલ્પના પણ ન થઇ શકે.. ત્યાં સુધી કે બાળકોનુ ભણતર પણ આ કોરોનાએ છીનવી લીધું.. અને તેવા એક બે કે 100 – 200ની સંખ્યામાં બાળકો નથી.. કોરોનાને લીધે 29 કરોડ ભારતીય બાળકોનો અભ્યાસ છૂટ્યો છે.. જેનાથી ભવિષ્યમાં તેમના પોષણ, માનસિક વિકાસથી લઈને કમાણી સુધી અસર થશે. UNESCOના જણાવ્યા અનુસાર, ભારતમાં કુલ સ્કૂલ ડ્રોપઆઉટ બાળકીઓમાંથી અડધાથી વધુ સ્કૂલે ફરીથી જતી નથી. કોરોનાના કારણે પ્રી-પ્રાઈમરી અને સેકન્ડરી લેવલના 11 કરોડથી વધુ બાળકો હજુ પણ સ્કૂલના શિક્ષણથી દૂર છે. આ દુનિયાભરના કુલ સ્ટુડન્ટ્સના 7.5 % છે. ભારતમાં કોરોનાને કારણે 29 કરોડ સ્ટુડન્ટ્સનો અભ્યાસ પ્રભાવિત થયો છે. એમાં 13 કરોડ બાળકી છે.

કોરોનાને કારણે દુનિયાભરની સ્કૂલ સરેરાશ 4.5 મહિના માટે બંધ રહી. એક્સપર્ટ્સના મતે એની અસર બાળકોના પોષણથી લઈને તેમની ભવિષ્યની કમાણી પર પણ થશે.

ભારત સહિત દુનિયાભરના કયા દેશોમાં ક્યાં સુધી સ્કૂલ બંધ રહી? કેટલાં બાળકોનો અભ્યાસ પ્રભાવિત થયો? અને ભવિષ્યમાં એની અસર ક્યાં-ક્યાં જોવા મળશે ? તેનો તાગ મેળવીએ

સૌપ્રથમ ભારતની સ્થિતિ સમજીએ

માર્ચ 2020માં કોરોનાના કેસો વધ્યા પછી ભારતમાં પણ સ્કૂલ્સ બંધ કરવામાં આવી. ભારતમાં છેલ્લા લગભગ 18 મહિનાથી સ્કૂલો બંધ છે. જોકે આ દરમિયાન સ્કૂલ્સમાં ઓનલાઈન ક્લાસીસ ચાલુ રહ્યા, પરંતુ ડિજિટલ ડિવાઈસ અને બાકીનાં કારણોથી ઓનલાઈન ક્લાસીસની પોતાની ખામીઓ રહી. હાલ જુદાં જુદાં રાજ્યોમાં અલગ-અલગ પ્રોટોકોલ સાથે સ્કૂલ્સ ખોલવામાં આવી છે.

ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં સૌથી લાંબા સમય સુધી સ્કૂલો બંધ રહી. સ્કૂલો બંધ રહેવાને કારણે 29 કરોડ બાળકોનો અભ્યાસ પ્રભાવિત થયો. એમાં 14 કરોડ બાળકી અને 115 કરોડ બાળક છે. સૌથી વધુ 13 કરોડ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સેકન્ડરી સ્કૂલ્સમાં છે.

ભારતમાં અભ્યાસમાં અધવચ્ચે જ સ્કૂલ છોડી દેનારા સ્ટુડન્ટ્સની સંખ્યા સૌથી વધુ અરુણાચલ પ્રદેશમાં છે. અરુણાચલ પ્રદેશમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 34.3 % છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે, જ્યારે પંજાબમાં આ સૌથી ઓછો (1.6) છે. જોકે આ આંકડા 2019-20 સત્રના છે. લોકડાઉન લાગ્યા પછી આ આંકડામાં વધારો થયો છે. ત્રિપુરા, આસામ, મધ્યપ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડમાં સેકન્ડરી લેવલ સ્ટુડન્ટ્સનો ડ્રોપઆઉટ રેટ વધીને 25%થી વધુ થઈ ગયો છે.

આમ મહામારીએ લોકોનુ સર્વસ્વ છીનવી લીધું છે.. ત્યારે વિકાસના પાયા સમાન બાળકોના અભ્યાસ પર પણ મોટો પ્રભાવ પડ્યો છે.. અને આ જ પ્રભાવ તેમના ભવિષ્ય એટલે કે ભારતના ભવિષ્ય પર પણ પડશે.