બેન્કના કામ હોય તો પતાવી લેજો ફટાફટ નહીં તો તહેવારો ઉજવવા પડશે ખાલી ખિસ્સા સાથે

ઓગસ્ટ મહિનો શરુ થતાં જ જાણે તહેવાર અને વ્રતોની મોસમ ખીલી ઊઠી છે. આ મહિનામાં સૌથી વધુ તહેવારો આવી રહ્યા છે ત્યારે એક ખાસ વાતનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. જો આ વાત પર તમે ધ્યાન આપશો નહીં તો તમારે તહેવારો ખાલી ખિસ્સાએ ઉજવવા પડશે. જી હાં આ વાત જોડાયેલી છે બેન્ક સાથે. તમને જણાવી દઈએ કે તહેવારોની આ મોસમમાં બેન્ક સતત 5 દિવસ બંધ રહેવાની છે. તો તમારે પણ બેન્કના કોઈ કામ હોય તો તેને ફટાફટ પતાવી લેવા પડશે.

image soucre

ઓગસ્ટ માસમાં સૌથી વધુ અને લાંબી બેન્કની રજાઓ આવી રહી છે. હાલમાં જ એક પછી એક આવતી રજાઓના કારણે બેન્ક સતત 5 દિવસ બંધ રહેશે. ઓગસ્ટમાં બેન્ક કર્માચારીઓેને લોન્ગ વીકેન્ડનો લાભ મળશે કારણ કે બેન્કોમાં સળંગ 5 દિવસ રજા રહેવાની છે. તો જો તમારે પણ બેન્ક સંબંધિત કોઈ કામ કરવાનું છે તો તેને તુરંત જ પુરું કરી લો. આ કામ તમારે 19 ઓગસ્ટ પહેલા કરી લેવું પડશે. કારણ કે 19 ઓગસ્ટ પછી બેન્કોમાં રજા પડી જશે.

image soucre

ઓગસ્ટ મહિનાની શરૂઆત જ જાણે રજાઓ સાથે થઈ છે. ઓગસ્ટમાં રવિવારની રજા 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 22 ઓગસ્ટ અને 29 ઓગસ્ટની છે. આ મહિનામાં રવિવારની 5 રજાઓ મળશે અને શનિવારની 2 રજા ગણીએ તો કુલ 7 રજા તો નક્કી જ છે. જે દર સપ્તાહે રહે છે. આ સિવાય 19 તારીખથી સતત 5 દિવસ બેન્ક બંધ રહેવાની છે.

image soucre

19 ઓગસ્ટના રોજ મોહરમના કારણે બેન્કોમાં કામકાજ થશે નહીં. આ દિવસે અગરતલા, અમદાવાદ, ભોપાલ, હૈદરાબાદ, ભોપાલ, જયપુર, જમ્મૂ, કાનપુર, કોલકત્તા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટા, રાયપુર, રાંચી અને શ્રીનંગરમાં બેન્ક બંધ હશે.

20 ઓગસ્ટે ઓણમના કારણે બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્ક બંધ હશે. 21 ઓગસ્ટે થિરુવોણ અને 23 ઓગસ્ટે શ્રી નારાયણા ગુરુ જયંતીના કારણે કોચ્ચિ અને તિરુવંતનપુરમમાં બેન્કમાં રજા રહેશે.

image soucre

30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના અવસરે બેન્કોમાં કામકાજ થશે નહીં. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, લખનઉ, પટના સહિતના શહેરોમાં બેન્કો બંધ રહેશે. જ્યારે હૈદરાબાદમાં 31 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવાશે.