બાપના ઉંમરના વ્યક્તિને દિલ દઈ બેઠી 17 વર્ષની છોકરી, પછી કહાનીમાં આવ્યો આ ટ્વીસ્ટ

જ્યારે તમે કોઈના પ્રેમમાં પડોશો તો ત્યારે સામેની વ્યક્તિની ઉંમર, દેખાવ, ધર્મ વગેરે જોતા નથી. આમ તો, તમને આવા ઘણા ઉદાહરણો મળશે જેમાં પ્રેમી દંપતીની ઉમરમાં ઘણો તફાવત હોય છે, જો કે તેમ છતાં વિશ્વ અને સમાજના કેટલાક લોકો આ વસ્તુ સ્વીકારી નથી. આજે અમે તમને આવી જ એક લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને ખુશી અને દુ: ખ બંને થશે. આ ઘટના જર્મનીના ડ્યુસબર્ગમાં રહેતા એક વ્યક્તિની છે, જેને તેનાથી 29 વર્ષ નાની છોકરી સાથે પ્રેમ થઈ ગયો.

સારાહના પિતા પણ મિખેઈલની ઉંમરના છે

image source

49 વર્ષીય મિખેઈલ હોક વ્યવસાયે એક અભિનેતા અને મોડેલ છે. મિખેઇલની ગર્લફ્રેન્ડ સારાહ સોપની ઉમર 20 વર્ષની છે. એટલે કે તે તેના પ્રેમી મિખેઈલ કરતા 29 વર્ષ નાની છે. સારાહને પણ મિખેઇલની જેમ થિયેટર કરવાનું પસંદ છે. આ બન્નેની પ્રથમ મુલાકાત પણ થિયેટરમાં જ થઈ હતી. મિખેઈલ ત્યારે 46 વર્ષનો હતો જ્યારે સારાહ માત્ર 17 વર્ષની હતી. રસપ્રદ વાત એ છે કે સારાહના પિતા પણ મિખેઈલની ઉંમરના છે. આ જ કારણ છે કે જ્યારે બંને શરૂઆતમાં મળ્યા હતા, ત્યારે તેમના સંબંધ ફક્ત મિત્રતા સુધી મર્યાદિત હતા. જોકે, બાદમાં બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં.

લોકોએ તેના પર હુમલો પણ કર્યો

image source

જોકે 49 વર્ષના મીખેઈલ અને 20 ની સારાહનો આ પ્રેમ જર્મનીના કેટલાક લોકોને પસંદ ન આવ્યો. જ્યારે પણ મિખેઈલ અને સારાહ એક સાથે બહાર ફરવા જતા ત્યારે લોકો ગુસ્સે ભરેલી નજરથી તેમની સામે જોતા. ઘણી વખત લોકો સારાહની આઈડી પણ માંગી લેતા. મિખેઈલ કહે છે કે એકવાર જ્યારે તે સારાહ સાથે હાથ પકડીને રસ્તા પર ચાલતો હતો ત્યારે લોકોએ તેના પર હુમલો પણ કર્યો હતો. ફક્ત અજાણ્યા લોકો જ નહીં પણ બંનેને જાણતા લોકો પણ આ સંબંધથી ખુશ નહોતા. વાસ્તવમાં મિખેઈલ જ્યાં કામ કરે છે તે થિયેટરમાં સારાહ શરૂઆતમાં વોલંટિયર વિદ્યાર્થી તરીકે આવી હતી. જ્યારે થિયેટરના માલિકને મિખેઈલ અને સારાહ વચ્ચેના સંબંધ વિશે જાણ થઈ ત્યારે તેણે મિખેઈલને ખાનગીમાં બોલાવ્યો અને તેને સંબંધ સમાપ્ત કરવા કહ્યું.

સંબંધને માન આપવા આ નોકરી છોડી દીધી

image source

આ પછી મિખેઈલે વિલંબ કર્યા વિના પોતાનો સામાન બધાની સામે ફેંકી દીધો અને ત્યાંથી નોકરી છોડી દીધી. તેમની પાસે નોકરી ન હોત તો ચાલત પણ તેઓ સારાહ સાથેનો સંબંધ તોડવા માંગતા ન હતા. મિખેઈલની નોકરીમાં જવા માટે સારાહ પોતાને દોષી માનતી હતી, પરંતુ બાદમાં મિખેઈલે તેમને સમજાવ્યું કે આ નિર્ણય પોતાનો છે. તે સારાહને ખૂબ જ ચાહે છે અને તે સંબંધને માન આપવા આ નોકરી છોડી દીધી.

સારાહનો પરિવાર પણ આ સંબંધથી ખુશ નહોતો

image source

સારાહના પરિવારજનોને સમજાવવ પણ મિખેઈલ માટે મુશ્કેલ કાર્ય હતું. ઉંમરના તફાવતને કારણે સારાહનો પરિવાર પણ આ સંબંધથી ખુશ નહોતો. જોકે પછીથી તે લોકોએ મિખાઇલને સ્વીકારી લીધો. લગભગ સમાન વય હોવાથી સારાહના પિતાની પણ મિખેઈલ સાથે સારી દોસ્તી થઈ ગઈ. હાલમાં બંને ખૂબ ખુશાલ જીવન જીવી રહ્યા છે. મિખાઇલ કહે છે કે પ્રેમ એ પ્રેમ હોય છે. પછી તમે વૃદ્ધ હોય કે યુવાન, ગરીબ હોય કે અમિર, આનાથી કોઈ ફરક નથી પડતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત