બધાઈ હો!… આ દિવસથી શરૂ થશે રસીકરણ, કેવી રીતે તમને મળશે કોરોનાની વેક્સિન જાણો અહીં

છેલ્લા કેટલાક મહિનાઓથી આખી દુનિયા કોરોના નામની મહામારીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. કરોડો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને કેટલાય લોકોને કોરોના વાયરસ ભરખી ગયો છે. કોરોના વાયરસે દેખા દીધી ત્યારથી સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો એની રસી શોધવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને આપણા માટે ખુશીની વાત એ છે કે ભારત દેશમાં કોરોનાની વેકસીન મળી ગઈ છે અને હવે દેશભરમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ 16 જાન્યુઆરીથી, એટલે કે કમૂરતાં પૂર્ણ થયા બાદથી શરૂ થશે.

image source

સરકાર દ્વારા શનિવારે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. સૌથી પહેલા આ વેક્સિન હેલ્થવર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને આપવામાં આવશે, જેની સંખ્યા 3 કરોડ છે. બીજા ચરણમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને ત્રીજા ચરણમાં ગંભીર બીમારીઓનો ભોગ હોય એવા 50 વર્ષથી નાની વયના લોકોને આપવામાં આવશે. બીજા અને ત્રીજા ચરણમાં લગભગ 27 કરોડ લોકોનું વેક્સિનેશન થશે.

image source

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે શનિવારે એક હાઈલેવલ મીટિંગ કરી. તેમણે વેક્સિનેશન અંગેની રાજ્યોની તૈયારીઓની સમીક્ષા પણ કરી. આ મિટિંગમાં કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને બીજા સિનિયર અધિકારીઓ પણ સામેલ થયા હતા.

image source

તમને જણાવી દઈએ કે આપણા દેશમાં ઈમર્જન્સી યુઝ માટે બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, જેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો સમાવેશ થાય છે. દેશના અલગ અલગ રાજ્યો સુધી આ બંને વેક્સિનને પહોંચાડવા માટે સરકારે ટ્રાન્સપોર્ટેશન માટેની ગાઈડલાઈન જાહેર પણ કરી દીધી છે.

image source

વેકસીન કોવિશીલ્ડની ખાસિયત

કોરોના વાયરસની વેકસીન કોવિશીલ્ડની ક્લિનિકલ ટ્રાયલ્સના એનાલિસિસથી ઘણાં સારાં પરિણામો સામે આવ્યાં છે. આ વેકસીનનો વોલન્ટિયર્સને પહેલા હાફ ડોઝ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદમાં ફુલ ડોઝ આપવામા આવ્યો. આ ડોઝ લીધા પછી કોઈપણ વોલેન્ટીયરને હેલ્થ સાથે જોડાયેલી કોઈ ગંભીર સમસ્યા થઈ નથી.

image source

વોલેન્ટીયર્સને જ્યારે કોવિશિલ્ડનો હાફ ડોઝ આપવામાં આવ્યા તો એફિકસી 90% રહી. એક મહિના પચીબતેને ફુલ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે બંને ફુલ ડોઝ આપવામાં આવ્યા તો એફિકસી 62% રહી. બંને પ્રકારના ડોઝમાં સરેરાશ એફિકસી 70% રહી. મળેલા બધા જ પરિણામો આંકડાની દૃષ્ટિએ ખાસ છે.

image source

એફિકસી જાણવા માટે વેક્સિન લગાવ્યા પછી એક વર્ષ સુધી વોલન્ટિયર્સનાં બ્લડ સેમ્પલ અને ઈમ્યુનોજેનિસિટી ટેસ્ટ કરવામાં આવશે. ઈન્ફેક્શનની તપાસ માટે દરેક અઠવાડિયે સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત