બાપૂજીને મલાઇકા સાથે ડાન્સ કરતાં જોઇને જેઠાલાલ શરમથી થઇ ગયા પાણી-પાણી, VIDEO

બોલિવૂડની મુન્ની એટલે કે એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora)ની ફેન ફોલોઇંગ પણ ઘણી મોટી છે. આ દિવસોમાં મલાઇકા ટીવી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ (India’s Best Dancer)માં જજ તરીકે નજર આવે છે. સ્ટેજ પર મલાઇકા ન ફક્ત સ્પર્ધકની જજ છે પણ તે સ્ટેજ પર ઠુમકા પણ લગાવતી નજર આવે છે. આ વિકેન્ડમાં ફરી એક વખત મલાઇકા ધમાલ કરતી નજર આવશે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taara Mehta Ka Ooltah Chashmah)ની ટીમ આ વખતે મંચ પર પહોંચવાની છે.

image source

જ્યાં બાપૂજી મલાઇકા અરોરાની સાથે ઠુમકા લગાવતા નજર આવશે. આ જોઇને જેઠાલાલ શરમથી પાણી પાણી થઇ જાય છે અને આંખો બંધ કરી દેશે. આ વિકએન્ડમાં નાના પરદે જોરદાર ધમાલ થવાની છે, કારણકે બે ફેમસ શૉ એક સાથે જોવા મળશે. તારક મહેતા..ની સંપૂર્ણ ટીમ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર આવવાની છે. તારકની ટીમ શૉ પર જઇને ધમાલ કરવાની છે.

image source

ડાન્સ શૉની એક ઝલક જોઇને સાફ થઇ ચૂક્યુ છે કે તારક મહેતા…ની ટીમ સેટ પર  પોતાનો જાદુ પાથરશે. જેઠાલાલ, બાપૂજી અને પોપટલાલ મલાઇકા સાથે ડાન્સ કરતા જોવા મળશે. પોપટલાલ સ્ટેજ પર મલાઇકા સાથે ડાન્સ કરવાની રિકવેસ્ટ કરશે અને બાદમાં મલાઇકા દરેક સાથે ડાન્સ કરતી જોવા મળશે.

image source

બાપૂજીને આ ઉંમરે મલાઇકા સાથે ડાન્સ કરતા જોઇને જેઠાલાલ પાણી પાણી થઇ જશે.  તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા બંનેની મજાક કરતા તેવું પણ કહેશે કે મલાઇકાને લીધે પિતા-પુત્રની જોડી એક જ લાઇનમાં ઉભી છે. આ સાંભળીને મલાઇકા સહિતના લોકો હસી પડશે. આ ડાન્સ શૉમાં જેઠાલાલ મલાઇકા પર થયા ફીદા અને કહેવા લાગ્યા કે તમારુ નામ ભૂલી મલાઇકા અરોરા રાખવામાં આવ્યુ છે તમારુ નામ તો અસલમાં હુસ્નની મલ્લિકા છે. હવે તારક મહેતાની ટીમ આવવાની છે તો તમારા ઘરમાં પણ ધમાલ પાક્કી છે.

image source

આ અઠવાડિયે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર (India’s Best Dancer)નાં મંચ પર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ પહોંચશે. શોમાં ફૂલ ટૂ ધમાલ જોવા મળશે.

શો સાથે જોડાયેલાં ઘણમાં પ્રોમો વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. જેમાં મલાઇકા અરોરા બાપૂજી સાથે ડાન્સ કરતી નજર આવી રહી છે. બાપૂજી મલાઇકાની સાથે અનારકલી ડિસ્કો ચલી સોન્ગ પર ડાન્સ કરતા નજર આવે છે.

image source

જે જોઇને જેઠાલાલ તેમની આંખો બંધ કરી દે છે. વીડિયોમાં તારક મેહતાની ટીમ નજર આવે છે. જેઠાલાલથી લઇને શોનાં બાકી સભ્યો પણ મલાઇકા અરોરાની સાથે ખુબ ડાન્સ કરે છે. અત્યાર સુધી આ વીડિયો 1 લાખથી વધુ વખત જોવાઇ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત