અમદાવાદ: કાંકરિયા લેકફ્રન્ટમાં શરૂ થશે રાઇડ્સ, જાણી લો જલદી તમામ વિગતો

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે.

image source

કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

કાંકરિયા પ્રાણીસંગ્રહાલય

image source

૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે.[૮]તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ રિસસ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબેન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદીઓ માટે ઈ-બાઈક્સ

image source

તો ઈ બસની સુવિધા સાથે હવે અમદાવાદીઓને ઈ બાઈક્સની સુવિધા પણ મળશે. અમદાવાદના brts સ્ટેન્ડ પર નવા શેડ બાંધવામાં આવશે. જેમાં સૌથી નાની સાઈઝનાં ઈ બાઈક્સ મુકવામાં આવશે.

image source

આ ઈ બાઈક્સ યુઝ કરવા માંગતાં યુઝર્સે એપ્લિકેશનનાં માધ્યમથી બાઈક પરના કોડને સ્કેન કરવાનો રહેશે. જે માટે મર્યાદિત અને પોસાઈ તેવું ભાડું પણ નક્કી કરવામાં આવશે. હાલ અમદાવાદના 300 જેટલાં ઝોનમાં 1000 જેટલી ઈ બાઈક્સને મુકવામાં આવી છે.

image source

કોરોના મહામારીના કારણે અમદાવાદના કાંકરિયાને પણ ગ્રહણ લાગ્યું હતું. જોકે અનલોકમાં તબક્કાવાર કાંકરિયાના વિવિધ પ્રકલ્પોને ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં બાળકો માટે સારા સમાચાર આવ્યા છે. 1 નવેમ્બર 2020થી કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકો માટે રાઇડ્સ શરૂ થશે. અનલોકની સ્થિતિમાં કાંકરિયા લેક ખાતે લોકોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કોરોનાની ગાઇડલાઇન સાથે કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકો માટે રાઇડ્સ શરૂ થશે. જેમાં લેસર-શો, નોકરેટલ-ઝુ અને બોટિંગ શરૂ થશે.
બલૂન, નાની રાઈડ્સ, ફૂડ કોર્ટ અને ફૂડ સ્ટોલ ચાલુ થશે. પરંતુ કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ નહીં થાય. જોકે કાંકરિયામાં 2 મોટા એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ નહીં થાય. આ દરમિયાન મુલાકાતીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. લાયન્સ ધરાવતી રાઇડ્સ શરૂ થઇ શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત