સિદ્ધાર્થ સાથે શું થયું હતું મૃત્યુ પહેલા સામે આવી હકીકત, શહેનાઝે જણાવી હકીકત

ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થોડા જ સમયમાં પોતાના અભિનયના જોરે પ્રખ્યાત થયેલા સિદ્ધાર્થ શુક્લાનું ચાલીસ વર્ષની વયે નિધન થયું હતું. આ સમાચારથી સિદ્ધાર્થના ફેન્સથી લઈ ટીવી અને ફિલ્મ જગતના અભિનેતાઓ પણ શોકમાં સરી પડયા હતા. માત્ર 40 વર્ષની ઉંમરના સિદ્ધાર્થ શુક્લા ને રાત્રે હાર્ટઅટેક આવ્યો અને તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામ્યો. સવારના સમયે અચાનક જ જાહેર થયું કે સિદ્ધાર્થ શુક્લા નું મોત થયું છે. તેવામાં તેના ફેન્સ, મિત્રો અને દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે સિદ્ધાર્થ સાથે અચાનક 30 મિનિટમાં એવું શું થયું કે તે જીવન સામે જંગ હારી ગયો.

image source

સિદ્ધાર્થ કે અંતિમ શ્વાસ લીધા તે સમયે શહેનાઝ ગિલ તેની સાથે જ હતી. ત્યારે હવે જાણવા મળ્યું છે કે મોડી રાત્રે 03:00 સિદ્ધાર્થને શું થયું હતું. જાણવા મળતી માહિતી અનુસાર રાત્રે ત્રણ કલાક આસપાસ સિદ્ધાર્થને બેચેની થઈ અને છાતીમાં દુખાવો થયો હતો. આ વાત સિદ્ધાર્થએ શહેનાઝ ને કહી. શહેનાઝે તુરંત જ સિદ્ધાર્થની માતા ને ફોન કર્યો. સિદ્ધાર્થની માતા એ જ અપાર્ટમેન્ટમાં પાંચમા માળે રહે છે. સિદ્ધાર્થની માતા તુરંત જ બારમા માળે સિદ્ધાર્થને ઘરે પહોંચી. તેણે સિદ્ધાર્થ ને જોયો અને તેની પાસે બેસી તેને પાણી પીવડાવી અને આરામ કરવા અને સૂવાનો પ્રયત્ન કરવા કહ્યું.

image source

ત્યારબાદ સિદ્ધાર્થ શુક્લા શહેનાઝના ખોળામાં માથું રાખી સુઈ ગયો. ત્યારબાદ સિદ્ધાર્થ ફરી ક્યારેય ઉઠ્યો નહીં. પોલીસને આપેલા નિવેદનમાં શહેનાઝએ જણાવ્યું કે સિદ્ધાર્થ તેના ખોળામાં સૂતો હતો તેથી તે વોશરૂમ જવા પણ ખસી નહિ. તેને ડર હતો કે તે જાશે તો સિદ્ધાર્થ જાગી જશે. ત્યારબાદ સવારે સાડા પાંચ કલાકની આસપાસ શહેનાઝે અનુભવ્યું કે સિદ્ધાર્થનું શરીર ઠંડુ પડવા લાગ્યું છે.

image source

શહેનાઝે ફરીથી સિદ્ધાર્થની માતા ની જાણકારી આપી. સિદ્ધાર્થની માતા તુરંત જ ફ્લેટમાં પહોંચી અને સિદ્ધાર્થને જોયા બાદ તેણે તેની મોટી દીકરી પ્રીતિને પણ બોલાવી લીધી. ત્યારબાદ સિદ્ધાર્થને તેમણે બેડ પરથી નીચે સુવડાવ્યો અને તેના શ્વાસ ચેક કર્યા. તેમણે તુરંત જ પોતાના ફેમિલી ડોક્ટરને પણ બોલાવ્યા. ડોક્ટરે સિદ્ધાર્થના સાળા અને બહેનને તેને હોસ્પિટલ લઈ જવા કહ્યું. પરિવાર તુરંત જ સિદ્ધાર્થ ને લઈ કૂપર હોસ્પિટલ પહોંચ્યા. અહીં ડોક્ટરે સિદ્ધાર્થ ની પ્રાથમિક તપાસ કરી અને તેને ડેથ બીફોર અરાયવલ જાહેર કર્યો. એટલે કે સિદ્ધાર્થ નું મોત રાત્રે ઊંઘમાં જ થઈ ગયું હતું. તેણે છેલ્લા શ્વાસ શેહનાઝના ખોળામાં લીધા હતા.