સુરતીઓ માટે ખુશખબર, બીજુ સી પ્લેન સુરતથી કેવડિયા સુધી શરૂ કરાશે, આ ખાસિયતો જાણીને બેસવાની થઇ જશે ઇચ્છા

સ્પાઇસ જેટ એરલાઈન્સ દ્વારા દેશમાં પહેલીવાર સી- પ્લેનની સેવા અમદાવાદથી કેવડીયાની વચ્ચે શરુ કરવામાં આવે છે ત્યારે હવે બીજા સી પ્લેન પણ સુરતથી કેવડિયાની વચ્ચે શરુ થવા જઈ રહી છે. જો કે, સુરત શહેરમાં સી પ્લેન તાપી નદીમાં નહી ઉતારવામાં આવે તેના બદલે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટના રન વે પર લેંડ કરવામાં આવશે.

image source

આ ઉપરાંત સ્પાઇસ જેટ એરલાઈન્સ સુરતથી કેવડીયાની વચ્ચે એમ્ફિબિયસ એરક્રાફ્ટ ઉડાન ભરશે. શનિવારના રોજ સ્પાઇસ જેટ એરલાઈન્સના સીઈઓ ઓફિસર અજય સિંહ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી કે, અમે પ્રથમવાર સી- પ્લેનની સર્વિસ અમદાવાદથી કેવડીયા વચ્ચે શરુ કરી છે જયારે હવે સુરતથી કેવડીયા વચ્ચે પણ સી પ્લેનની મદદથી જોડાવાનો પ્રયત્ન શરુ કરી દેવામાં આવ્યા છે. એમ્ફિબિયસ એરક્રાફ્ટને આ સર્વિસ માટે ઉપયોગ કરવામાં આવશે આ એરક્રાફ્ટ રન વે અને પાણી એમ બંને જગ્યાએ લેંડ કરી શકે છે.

તાપી નદીમાં સી પ્લેન લેંડ કરી શકાય નહી.:

image source

જો કે, સ્પાઇસ જેટની આ ઘોષણા કરી દીધા પછી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના કેપ્ટન અજય ચૌહાણ સાથ આ વિષે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, સુરત શહેરમાં તાપી નદીમાં સી પ્લેન લેંડ કરી શકાય તેવી વ્યવસ્થા નહી હોવાના લીધે સી પ્લેનને સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટના રન વે પર લેંડ કરવાનું રહેશે. આ માટે સ્પાઇસ જેટ એરલાઈન્સ એમ્ફિબિયસ એરક્રાફ્ટનો ઉપયોગ કરવાના છે.

સુરતથી કેવડીયા સુધીનું એર ફેર અંદાજીત રૂ.૧૫૦૦ ચાર્જ કરવામાં આવી શકે છે.:

image source

સ્પાઇસ જેટના પ્રવક્તા આ વિષે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત સુરતથી કેવડીયા અને સાબરમતીથી કેવડીયાના રૂટ અમને પ્રાપ્ત થયા છે. જેમાં અમે ફર્સ્ટ ફેઝમાં સાબરમતીથી કેવડિયાની વચ્ચે સી પ્લેન સર્વિસ શરુ કરવામાં આવી છે. જયારે સુરત શહેરમાં તાપી નદીમાં કે પછી એરપોર્ટ પર ફ્લાઈટ લેંડ કરવા બાબતે ગુજસેલ એટલે કે, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના રીપોર્ટ આવી ગયા પછી યોગ્ય કાર્વાહી હાથ ધરવામાં આવશે. હવે એર ફેર વિષે વાત કરીએ તો સેવા ઉડાન યોજના અંતર્ગત હોવાના લીધે સાબરમતીથી કેવડીયાની વચ્ચે જે એરફેર નક્કી કરવામાં આવ્યું છે અંદાજીત એટલું જ એર ફેર સુરતથી કેવડિયાની વચ્ચે નક્કી થઈ શકે છે. સાબરમતીથી કેવડીયાનું એર ફેર અંદાજીત રૂ.૧૫૦૦ જેટલું છે.

એમ્ફિબિયસ એરક્રાફ્ટની વિશેષતાઓ:

image source

-આ એરક્રાફ્ટ ૧ ફૂટથી ૬ ફૂટ જેટલા ઊંડા પાણીમાં લેંડ કરી શકે છે.

-૧૦થી ૧૫ મુસાફરોને એકસાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

-૩૦૦ મીટરની લંબાઈ ધરાવતા જળાશય કે પછી રન વે પણ એમ બંને જગ્યાએ લેંડ કરી શકે છે.

-૧ હજાર કિલોમીટર સુધીનું અંતર સહેલાઈથી કાપી શકે છે.

ક્યાં કારણોના લીધે તાપી નદીમાં સી પ્લેન લેંડ નહી કરી શકે? :

-તાપી નદી ઘણા વળાંક ધરાવતી અને નાળું બની ગઈ છે.

image source

-સૌથી વધારે બ્રીઝ બનાવવામાં આવ્યા છે.

-પાણીનું સ્તર જાળવી શકાતું નથી.

-હાઈટેન્શન વાયર્સ પણ જઈ રહ્યા છે.

image source

સ્પાઇસ જેટ, એએઆઈ અને ગુજસેલ ત્રણેવએ સાથે મળીને સુરતની તાપી નદીનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં આ બાબતો નોંધવામાં આવી છે જેના લીધે રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત