બટાકા ની ચીપ્સ ના ભજીયાં – વરસાદ આવે અને ભજીયા ના ખાઈએ એ તો કેમ ચાલે? દરેક ગુજરાતીઓની પસંદ..

બટાકા ની ચીપ્સ ના ભજીયાં

વરસાદ ની સીઝન માં ગરમાગરમ અને ટેસ્ટી નાસ્તો મળે તો મજા જ પડી જાય.

વરસાદ પડે એટલે તરત જ ઘરમાંથી બધાની ફરમાઈશ આવે કે ભજીયા બનાવો અને એમાંય બટાકા ની ચીપ્સ ના ખૂબજ ટેસ્ટી ભજીયાં મળી જાય તો મજા જ પડી જાય અને બાળકો પણ હોંશે હોંશે ખાય. તો મિત્રો ચાલો જોઈએ બટાકા ની ચીપ્સ ના ભજીયાંની રેસિપી

સામગ્રી :-

  • • 1 બાઉલ ચણાનો લોટ
  • • 2 નંગ મોટા બટાકા
  • • 1/4 બાઉલ ચોખા નો લોટ
  • • 1 ચમચી અજમો
  • • 1/2 ચમચી હળદર
  • • 1/2 ચમચી ચિલી ફ્લેક્સ
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 1/2 બાઉલ કોથમીર
  • • પાણી
  • • તળવા માટે તેલ

રીત

સ્ટેપ 1 :-

સૌપ્રથમ બટાકા ની છાલ ઉતારીને એકદમ પાતળી ચીપ્સ બનાવી લો.અને ઠંડા પાણીમાં 5 મિનિટ માટે પલાળી ને રાખવી.

સ્ટેપ 2 :-

5 મિનિટ પછી કોટનના કપડામાં બધી જ ચીપ્સ ને સુકવી દો.

સ્ટેપ 3 :-

બટાકા ની ચીપ્સ સુકાઈ જાય ત્યાં સુધી આપણે ભજીયાંનું બેટર બનાવી લઈએ. તો બેટર બનાવવા માટે એક વાસણમાં ચણાના લોટને લઈશું.

સ્ટેપ 4 :-

એમાં ચોખાનો લોટ ઉમેરીશું. ચોખા ના લોટ થી ભજીયાં ક્રિસ્પી બનશે અને તેલ પણ નહીં રહે.

સ્ટેપ 5 :-

હવે આપણે મસાલો કરી લઈશું.તો 1 ચમચી અજમો,1/2 ચમચી હળદર,1/2 ચમચી ચિલી ફ્લેક્સ,1/2 બાઉલ કોથમીર અને મીઠું સ્વાદ અનુસાર નાખીશું.

સ્ટેપ 6 :-

હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈશું અને ભજીયાં નું બેટર બનાવી લઈશું. હવે આ બેટર માં આપણે હવા ભરવાની છે અને 5 થી 7 મિનીટ માટે બેટર ને સારી રીતે ફેટી લેવાનું છે જેથી બેટર માં સોડા કે બેકિંગ પાઉડર ની જરૂર ના પડે અને ભજીયાં એકદમ સોફ્ટ બનશે.

સ્ટેપ 7 :-

અને હવે બટાકા ની ચીપ્સ સુકાઈ ગઈ હશે તો એક પ્લેટ માં લઈ લઈશું.અને તળવા માટે તેલ ગરમ કરવા મુકી દઈશું.

સ્ટેપ 8 :-

તેલ ગરમ થાય ત્યારે 3 ચમચી તેલને બેટરમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 9 :-

હવે ચીપ્સ ને બેટરમાં ડીપ કરીને વધારાનું બેટર ને નિતારીને હળવા હાથે તેલમાં તળવા માટે મુકી દો અને ગેસ ની ફ્લેમ સ્લો ટુ મિડિયમ રાખવાની છે. અને બંને સાઈડ ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું.

સ્ટેપ 10 :-

હવે બધા જ ભજીયાં તળી લીધા છે. તો સવિઁગ પ્લેટમાં સવૅ કરીશું.

તો મિત્રો વરસાદ ની મોસમમાં ગરમાગરમ ભજીયાં બહુ જ ટેસ્ટી લાગે છે. મિત્રો, આઈહોપ તમને મારી આ રેસિપી ગમી હશે.

નોંધ

  • • બટાકા ને એકદમ પાતળી ચીપ્સ મા કટ કરવાથી ટેસ્ટ માં વધારે સારા લાગશે.
  • • ચોખા નો લોટ ની જગ્યાએ જીણો રવો પણ લઈ શકાય.
  • • ચીલી ફ્લેક્સ ના બદલે લાલ મરચું પણ લઈ શકાય છે.
  • • બેટર ને સારી રીતે એક જ ડાયરેક્શન માં હલાવવું જેથી ભજીયાં સોફ્ટ અને ક્રિસ્પી બને.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.