કોર્ન બ્રેડ પોકેટ્સ – મોટા બાળકો તેમજ યંગ્સ માટે નાસ્તા માટે હોટ ફેવરીટ છે. કોર્ન બ્રેડ પોકેટ્સ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ બહુ જાણીતું સ્નેક છે.

કોર્ન બ્રેડ પોકેટ્સ એ ખૂબજ ઇઝી એન ક્વીક સ્નેકસ છે. જે અત્યારે થોડા મોટા બાળકો તેમજ યંગ્સ માટે નાસ્તા માટે હોટ ફેવરીટ છે. કોર્ન બ્રેડ પોકેટ્સ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ બહુ જાણીતું સ્નેક છે.

બાળકોના નાસ્તા બોક્ષમાં ભરવા માટે કે ટ્રાવેલિંગમાં નાસ્તા માટે સાથે લઈ જવા માટે પણ એક આઇડીયલ સ્નેકસ છે. જે ફુલ મિલ જેવું પણ કામ કરે છે. કોર્ન સાથે થોડા વેજીટેબલ્સ અને થોડા હેલ્ધી સ્પાઈસ મિક્ષ કરીને બનાવવામાં આવતું હોવાથી હેલ્ધી અને સ્વાદિષ્ટ પણ બને છે.

બ્રેકફાસ્ટ કે સાંજના નાસ્તામાં ગરમ ચા કે ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અગાઉ પ્રીપ્રેશન કરી નાની કિડ્સ પાર્ટી કે કીટી પાર્ટીમાં જરુર પડે ત્યારે શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કે બેક કરીને સર્વ કરી શકાય છે.

તો આવા મલ્ટી પર્પઝ કોર્ન બ્રેડ પોકેટ્સ બનાવવા માટેની રેસિપિ હું અહીં આપી રહી છું. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને તમારા રસોડે ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

કોર્ન બ્રેડ પોકેટ્સ બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ બાફેલા કોર્નના દાણા
  • 2 મિડિયમ સાઇઝના બાફેલા બટેટા
  • 4 ટેબલ સ્પુન મસાલા પનીર ક્રમ્બલ કરેલું
  • ½ કપ કેપ્સીકમ બારીક કાપેલું
  • 3 ટેબલ સ્પુન ગ્રેટેડ ગાજર
  • 2 લીલા મરચા બારીક કાપેલા
  • 1 મોટી ઓનિયન બારીક કાપેલી
  • 1 ટેબલ સ્પુન રેગ્યુલર મિલ્ક્નું ક્રીમ
  • 2 ટેબલ સ્પુન ટોમેટો કેચપ
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • 1 ટી સ્પુન મરી પાવડર
  • 1 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ
  • 1 ટી સ્પુન મિક્ષ હર્બ્સ
  • ઓઇલ ….શેલો ફ્રાય કરવા માટે

કોર્ન બ્રેડ પોકેટ્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ કોર્નમાંથી દાણા કાઢી લ્યો. બટેટાને સારી રીતે ઘસીને ધોઈ લ્યો. હવે બન્નેને કુકરમાં પાણી મૂકીને તેમાં 4 વ્હીસલ કરી કૂક કરી લ્યો. ઠરે એટલે કોર્નના દાણા ચાળણીમાં મૂકી નિતારી લ્યો અને બટેટાની છાલ ઉતારી મેશ કરી લ્યો.

બન્નેને એક મિક્ષિંગ બાઉલમાં ભરો. હવે તેમાં 4 ટેબલ સ્પુન મસાલા પનીર ક્રમ્બલ કરેલું ઉમેરો. ½ કપ કેપ્સીકમ બારીક કાપેલું, 3 ટેબલ સ્પુન ગ્રેટેડ ગાજર, 2 લીલા મરચા બારીક કાપેલા, 1 મોટી ઓનિયન બારીક કાપેલી અને 1 ટેબલ સ્પુન રેગ્યુલર મિલ્ક્નું ક્રીમ ઉમેરો.

બધું સ્પુન વડે સરસથી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન ટોમેટો કેચપ, સ્વાદ મુજબ સોલ્ટ, 1 ટી સ્પુન મરી પાવડર, 1 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ અને 1 ટી સ્પુન મિક્ષ હર્બ્સ ઉમેરી ફરીથી બધું સાથે મિક્ષ કરી લ્યો. હવે બાઉલમાં આ મિક્સ્ચર જરા દબાવી દ્યો. જેથી મસાલા બરાબર સેટ થઈ જાય.

હવે કોર્ન બ્રેડ પોકેટ્સમાં સ્ટફ કરવા માટે આ સ્ટફીંગ રેડી છે.

(આ મિક્સ્ચરમાંથી 12-13 કોર્ન બ્રેડ પોકેટ્સ બનશે. જરુર મુજબ પોકેટ્સ બનાવી બાકીના મિક્ષ્ચરને 2-3 દિવસ માટે રેફ્રીઝરેટરમાં સ્ટોર કરી શકાય. જરુર મુજબ ફરી તેમાંથી પોકેટ્સ બનાવી શકાય. અથવાતો બધા પોકેટ્સ બનાવીને 2 દિવસ માટે રેફ્રીઝરેટરમાં સ્ટોર કરી શકાય. જરુર મુજબ શેલો ફ્રાય, ડીપ ફ્રાય કે બેક કરી શકાય).

હવે મોટી સાઇઝની બ્રેડ્ની સ્લાઈઝ લઈ તેની સાઈડ્સના હાર્ડ પાર્ટ્ને કટ કરી કાઢી નાખો.

ત્યારબાદ સ્લાઈઝને રોલિંગ પેનથી પાતળી વણી લ્યો. હવે તેમાં 2 ટેબલ સ્પુન જેટલું અથવા સ્લાઇઝ નાની હોય તો જરુર મુજબ બનાવેલું સ્ટફીંગ સ્લાઇઝ્માં એક બાજુ મૂકો.

સ્લાઈઝના ફરતે કિનારી પર પણી લગાવી દ્યો. હવે સ્ટફીંગની સામેની સાઈડ્સ થી બ્રેડ બેન્ડ કરી સ્ટફીંગ કવર કરી લ્યો. ત્યારબાદ કિનારી જરા પ્રેસ કરી પોકેટ્સ ફીટ કરી લ્યો. પાણી લગાડેલ હોવાથી કીનારી સામસામી સરસ સ્ટીક થઈ જશે. શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરવામાં ખૂલી જશે નહી.

હવે પોકેટ્સ ફ્રાય કરવા માટે રેડી છે. મેં અહીં કોર્ન બ્રેડ પોકેટ્સ શેલો ફ્રાય કર્યા છે. તેના માટે એક પેનમાં થોડું ઓઇલ ઉમેરી તેમાં 2 કોર્ન બ્રેડ પોકેટ્સ મુકો. મિડિયમ સ્લો ફ્લૈમ પર શેલો ફ્રાય કરો.

એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લ્યો. તે બાજુ પણ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ઓઇલ નિતારીને પ્લેટમાં ટ્રાંસફર કરો. તો હવે સર્વ કરવા માટે કોર્ન બ્રેડ પોકેટ્સ રેડી છે. આ રીતે બધા પોકેટ્સ શેલો ફ્રાય કરી લ્યો.

ડીપ ફ્રાય કરવા માટે વધારે ઓઇલ મૂકી ફ્રાય કરી લ્યો.

ઓવનમાં બેક કરવા માટે પોકેટ્સ પર બટર લગાવી 15૦* પર 10 મિનિટ બેક કરી લ્યો.

હવે સર્વ કરવા માટે રેડી કરેલા ખૂબજ ટેસ્ટી એવા આ કોર્ન બ્રેડ પોકેટ્સને સર્વિંગ પ્લેટમાં મૂકી સાથે ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો. ગરમ ચા સાથે પણ નાસ્તામાં લઈ શકાય.

તો તમે પણ ખૂબજ સ્વાદીષ્ટ કોર્ન બ્રેડ પોકેટ્સની મારી આ રેસિપીને ફોલો કરીને ચોક્કસથી ઘરે બનાવવાની ટ્રાય કરજો…..

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.