કુદરતનો બેવડો માર, રિક્ષામાંથી પડતી પૌત્રીને બચાવનાર દાદી પણ પડ્યાં, પાછળથી વાહને કચડી નાખતાં બન્નેના મોત

અમુક ઘટવા એવી કરૂણ હોય છે કે જેને સાંભળીન લોકોના આંખમાંથી આંસુ ટપકવા લાગે. કારણ કે આ ઘટનાઓ જ એટલી ઈમોશનલ હોય છે. ત્યારે હવે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે અને લોકોનો આક્રંદ જોવા મળી રહ્યો છે. તો આવો જાણીએ આ કરુણ કિસ્સો. ઠાસરા ડાકોર રોડ ઉપર પેસેન્જર રિક્ષા અકસ્માતમાં બે મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી જન્મી છે. બેફિકર અને બેફામ રીતે શટલીયા રિક્ષા હંકારતા તત્વો ઉપર લોકો રોષે ભરાઈ રહ્યા છે. કારણ કે વજેવાલ ગામના એક પરિવારના દાદી અને પૌત્રીનું આ અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનો અને ગ્રામજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે.

image source

જો કે હાલમાં પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો મૃતકના નામ વિશે વાત કરીએ તો રઈબેન બુધભાઈ ચાવડા કે જેની ઉંમર આશરે 70 વર્ષ છે અને દિવ્યા અમીનભાઈ ચાવડા કે જેની ઉંમર આશરે 5 વર્ષ છે. મળતી વિગત પ્રમાણે વાત કરવામાં આવે તો ઠાસરાના વજેવાલના રઈબેન ચાવડા પોતાની 5 વર્ષીય પૌત્રી દિવ્યાને વીંઝોલ તરફ નીકળ્યા હતા. જેઓ ઠાસરા બસસ્ટેન્ડ પાસે ઉભા રહેતા શટલ પેસેન્જર રિક્ષામાં બેસી ડાકોર તરફ વળ્યાં હતા જે સમયે બે ફામ રીતે રિક્ષા ચાલકે રિક્ષા હંકારતા રિક્ષામાંથી તેમની પૌત્રી ઉછળી અને આ જોઈને તેને પકડવા રઈબેનને પણ પ્રયાસ કર્યો અને બન્ને રસ્તા ઉપર ફસડાઈ પડ્યા હતા. બેફિકરાઈથી ચાલતી રિક્ષામાંથી ઉછડી પડેલ દાદી અને પૌત્રીને જાણે મોત બોલાવતું હોય તેમ રોડ ઉપર પટકાતા જ પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે તેઓને કચડી નાખ્યા હતા.

image source

જ્યારે આ વાહવે કચડ્યા એ સમયની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પૌત્રી દિવ્યાનું માથું જ છૂંદાઈ જતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે દાદી રઈબેનને પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી નડિયાદ સિવિલમાં રીફર કરાયા હતા. પણ કુદરતો આ બેવડો માર લાગ્યો અને જ્યાં તેઓનું મોત નીપજ્યું થયું હતું.

image source

હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે ડો.અંકિતા ગોસ્વામી દ્વારા મૃતકનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને મૃતદેહ સોપાયો હતો. ઠાસરા પોલીસે GJ 23 W 7092 રિક્ષા ચાલક વિરૂધ્ધ ઇ પી.કો કલમ 279, 337, 304 (અ) તથા મોટર વિહકલ એક્ટ કલમ 17, 184, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

image source

પણ આ રીતે ડાકોર અને ઠાસરા રોડ ઉપર ગેરકાયદેસર રીતે બેફિકરાઈથી આરટીઓ નિયમ વિરૂધ્ધ રિક્ષા હંકારતા રિક્ષા ચાલકો ઉપર લોકરોષ ભભૂકતો જોવા મળી રહ્યો છે. આ તત્વો બિનસંવેદનશીલ રીતે વર્તતા હોય છે. ત્યારે આવા સંવેદના રહિત ડ્રાઈવર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ આ ડ્રાઈવરની ફજેતી કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત