માતા-પિતા અને દાદી કોરોનાગ્રસ્ત, 14 માસની બાળકી એક માત્ર સ્વસ્થ, પરીવારના સભ્યો સ્પર્શી પણ નથી શકતા દીકરીને

ગુજરાતના રાજકોટમાં એક પરિવારના 3 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે પરંતુ ભગવાનની એટલી કૃપા રહી કે આ પરીવારની 14 માસની માસૂમ બાળકીને કોરોનાનો ચેપ લાગ્યો નહીં. જો કે આ કારણે બાળકી અને તેના પિતા માટે કપરો સમય શરુ થયો છે.

image source

કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ફિરોઝ ચુડાસમાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી. થોડા દિવસ બાદ તે સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો પણ ત્યારે તેને જાણવા મળ્યું કે તેના પછી તેની માતા અને પત્ની પણ કોરોના હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. ઘરે માત્ર 14 માસની દીકરી સ્વસ્થ છે. પરંતુ ડોક્ટરોએ તેને સ્પષ્ટ સુચના આપી છે કે તે પોતાની દિકરીથી દૂર જ રહે અને તેને ભુલથી પણ સ્પર્શ ન કરે.

image source

ફિરોઝએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેની માતા અને પત્નીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની પત્નીને દિકરીની ચિંતા વધી ગઈ હતી. દર કલાકે તે હોસ્પિટલથી ફોન કરી દિકરીના સમાચાર પુછ્યા કરતી. તેને પણ પત્ની અને માતાની ચિંતા થતી પરંતુ તે બંનેને હિંમત આપતો અને ગરમ પાણી પીતા રહેવાની સલાહ આપતો.

image source

ફિરોઝએ જણાવ્યું કે રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ડોક્ટરોએ તેને કહ્યું હતું કે તે બધાથી અલગ જ રહે. ડીસ્ચાર્જ થયા બાદ પણ 5 દિવસ સુધી તેને દિકરીને તેડવાની પણ મનાઈ હતી. જોકે ફિરોઝએ કહ્યું કે ડોક્ટરે કહેલા નિયમોનું પાલન કરવાથી આજે તે કોરોનામુક્ત થયો છે અને પોતાની દીકરીની સુરક્ષા માટે પણ મન કઠણ કરી તેનાથી દૂર રહે છે.

image source

આવી જ બીજી એક ઘટના રાજકોટમાં બની હતી જેમાં કોરોનાગ્રસ્ત મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકને ચેપ ન લાગે તે માટે ડોક્ટરોએ તુરંત બાળકને માતાથી અલગ કર્યું હતું.

image source

ઓપરેશન બાદ ભાનમાં આવેલી માતાને લાગ્યું કે તેનું બાળક બચી શક્યું નથી. પરંતુ ત્યારબાદ તેને જણાવવામાં આવ્યું કે તેનું બાળક સ્વસ્થ છે અને સાથે જે તેને મોબાઈલ વડે તેનું મોઢું પણ દેખાડવામાં આવ્યું.