ગૌરવની વાત: ભારતીય મૂળના વેદાંત પટેલની વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ તરીકે થઇ પસંદગી, જાણો વધુમાં કોણ છે આ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડેન શુક્રવારે વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની સત્તાવાર ઘોષણા કરી હતી. ખાસ વાત એ છે કે આ ટીમમાં ભારતીય મૂળના વેદાંત પટેલને જો બાયડેને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. વેદાંત પટેલને સહાયક પ્રેસ સચિવ બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે પટેલ છેલ્લા ઘણા સમયથી બાયડેન સાથે સંકળાયેલા હતા. બાયડેને શુક્રવારે આ ટીમ માટે 16 લોકોની નિમણૂકની કરી હતી.

image source

વેદાંત પટેલનો જન્મ ભારતમાં થયો હતો. જો કે તેનો ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો. તેમણે કેલિફોર્નિયા-રિવરસાઇડ યુનિવર્સિટી અને ફ્લોરિડા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. હાલ તેઓ વોશિંગ્ટનમાં પોતાની પત્ની સાથે રહે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે બાયડેન તરફથી રીજ્યોનલ કોમ્યુનિકેશન ડાયરેક્ટરની ભૂમિકા નિભાવી હતી. પટેલ હાલમાં બાયડેન ઉદઘાટનના ઈનોગ્યુરલ માટે વરિષ્ઠ પ્રવક્તા તરીકે કાર્યરત છે.

image source

બાયડેનના પ્રમોશનમાં નેવાદા અને પશ્ચિમના રાજ્યોના કોમ્યુનિકેશન્સ ડાયરેક્ટરની ભૂમિકા નિભાવી હતી. આ પહેલા તે ભારતીય મૂળના રાજકારણી પ્રમિલા જયપાલ માટે કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વેસ્ટર્ન રિજ્યોનલ પ્રેસ સેક્રેટરી અને રાજનેતા માઇક હોંડાના કમ્યુનિકેશન્સ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.

image source

હવે તેઓ બાયડેનની ટીમમાં છે. નવા રાષ્ટ્રપતિ બાયડેને શુક્રવારે પોતાની ટીમ તરીકે 16 નામોની જાહેરાત કરી હતી. તેમાં મીગન એરને ડાયરેક્ટર ઓફ રિસર્સ, કેટ બર્નરને ડેપ્યુટિ કોમ્યુનિકેશન ડાયરેક્ટર, રોસમૈરી બોગ્લિનને આસિસ્ટેંટ પ્રેસ સેક્રેટરી, માઈક ગ્વિનને ડાયરેક્ટર અને રેપિડ રિસ્પોન્સ, મીગન હેજને ડાયરેક્ટર ઓફ મેસેજ પ્લાનિંગ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમાંડા ફિનીને પ્રેસ ઓફિસ સ્ટાફના ચીફ અને પ્રેસ સેક્રેટરી માટે વિશેષ સહયોગી બનાવ્યા છે.

image source

આ ઉપરાંત બાયડેનએ પેજ હિલને રીજનલ કોમ્યુનિકેશન ડાયરેક્ટર, માઈકલ કિકુકાવાને પ્રેસ આસિસ્ટેંટ, કેવિન મુનોજને આસિસ્ટેંટ પ્રેસ સેક્રટરી, એજેલા ડેલા ક્રૂઝ પેરેજને પ્રેસ આસિસ્ટેંટ, એમા રિલેને ઓફિસ કોમ્યુનિકેશનના ચીફ ઓફ સ્ટાફ, મૈરિયલ સેઝને ડાયરેક્ટર ઓફ બ્રોડકાસ્ટ મીડિયા, અમીજાહ ડાઉન્સ એંડ હોલ્મ્સને પ્રેસ આસિસ્ટેંટ અને રૈમી યામામોટોટને વરિષ્ઠ સલાહકારની જવાબદારી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત