આ છે બોલિવુડના સૌથી ફિટ એન્ડ ફાઇન કલાકારો, જેમની બોડી જોઈને તમે પણ થઈ જશો છક, જોઇ લો આ તસવીરોમાં ખાસ

બોલિવુડના કલાકારો માટે પડદા પર દમદાર અભિનય કરવો જ પૂરતો નથી પણ એમનું શરીર પણ ચુસ્ત રાખવું ખૂબ જ જરુરી છે. દર્શકોને બૉલીવુડ સ્ટાર્સ ચુસ્ત શરીરમાં જ ગમે છે. આ જ કારણ છે કે આ કલાકારો જીમમાં પરસેવો પાડે છે અને યોગ કરે છે. જો કે બોલિવુડના ઘણા કલાકારો એવા છે જેમને પોતાની ફિટનેસથી દર્શકોને છક કરી દીધા છે. એમની ફિટનેસ જોઈને એમની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ થઈ પડે છે. તો ચાલો આજે તમને જણાવીએ એવા કેટલાક કલાકરો વિશે જેમને ફિટનેસથી નથી વધવા દીધી પોતાની ઉંમર.

અક્ષય કુમાર.

image soucre

બોલિવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર 50ની ઉંમર ઘણા સમય પહેલા જ પાર કરી ચુક્યા છે પણ આજે પણ એ એકદમ ફિટ છે. એમની સાથે જ ઘણા કલાકારો એવા છે જે બે ટેક પછી આરામ કરવા લાગે છે. તો અક્ષયની અંદર હંમેશા જોશ ભરેલો હોય છે અને એ એક વર્ષની અંદર ઘણી બધું ફિલ્મો અને પ્રોજેકટ પુરા કરી લે છે. પોતાની જાતને ફિટ રાખવા માટે અક્ષય જિમ પણ નથી જતા પણ જોગિંગ અને માર્શલ આર્ટસથી પોતાને તંદુરસ્ત રાખે છે.

શિલ્પા શેટ્ટી.

image soucre

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પોતાની ફિટનેસ માટે જાણીતી છે. શિલ્પા 45ની ઉંમર પાર કરી ચુકી છે પણ એમના ચહેરા પર આજે પણ 25ની ઉંમરનો ગ્લો જડવાયેલો છે. શિલ્પા શેટ્ટી પોતાની જાતને યોગથી ફિટ રાખે છે. એટલું જ નહીં એ બીજાને પણ યોગા કરવા માટે જાગૃત કરે છે. એમના યોગ સાથે જોડાયેલા ઘણા વિડીયો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

અનિલ કપૂર

image soucre

ફિટનેસની વાત ચાલી રહી હોય અને જકકાસ અભિનેતા અનિલ કપૂરનું નામ ન લેવામાં આવે એ તો સાવ અશક્ય જ છે. અનિલ કપૂર તો 60ની ઉંમર પાર કરી ચુક્યા છે પણ એમની બોડી જોઈએ લાગે છે જે જાણે એ આજે પણ 25- 26 વર્ષના જ હોય. અનિલ કપૂર ખુદને ફિટ રાખવા માટે જીમમાં તો મહેનત કરે જ છે સાથે સાથે એ જોગિંગ પણ કરે છે. એમના ફિટનેસ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.

કરીના કપૂર ખાન.

image socure

કરીના કપૂર ખાન બોલીવુડની ચર્ચિત અભિનેત્રીઓમાંથી એક છે. 38 વર્ષની ઉંમરમાં કરીના બીજીવાર માતા બની છે. માતા બન્યા પછી ફરી એકવાર કરીના ફિટ બની ચુકી છે. કરીના કપૂર જીમમાં કલાકો પરસેવો પાડે છે. જો કે કરીનાંનું માનવું છે કે ખાવા પીવામાં વધુ પડતી ચરી પડવાની જરૂર નથી. કરીના કપૂરના કહેવા અનુસાર ફક્ત બહારનું અને પેકેટનું ખાવાનું ન ખાવું જોઈએ.

મિલિંદ સોમન

image soucre

બોલિવુડ અભિનેતા મિલિંદ સોમન પણ પોતાની ફિટનેસ માટે ખૂબ જ જાણીતા છે. 55 વર્ષની ઉંમરમાં પણ એમનું શરીર એકદમ ફિટ છે. એમને જોઈને એ વિશ્વાસ જ ન થાય કે એ 50ની ઉંમર પાર કરી ચુક્યા છે. એમના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા જ વાયરલ થતા રહે છે. ફિટનેસ માટે મિલિંદ સોમન ખૂબ જ વ્યાયામ કરે છે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *