બાહુબલીમાં મહાકાય સાંઢને પટકી દેનારા ભલ્લાલ દેવની થઇ આવી હાલત, ઓળખવા બન્યા મુશ્કેલ

બાહુબલીમાં મહાકાય સાંઢને પટકી દેનારા ભલ્લાલદેવની આવી હાલત, કે જોઇને ઓળખવામાં પણ પડશે મુશ્કેલીઓ

image source

સાઉથની સુપરહીટ ફિલ્મ ‘બાહુબલી’માં ભલ્લાલદેવના પાત્રથી પોતાની એક અલગ અને વિશેષ ઓળખ બનાવનારા દક્ષિણના અભિનેતા રાણા દગ્ગુબાતીએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પોતાના ખડતલ અને સુઘડ શરીર માટે જાણીતા રાણા આ તસવીરોમાં ખૂબ જ નબળા અને કમજોર અવસ્થામાં જોવા મળી રહ્યા છે. આમ કમજોર સ્થિતિમાં દેખાતી તસ્વીર મુકીને અત્યારે તેઓ ચર્ચામાં આવી ગયા છે. લોકો સતત ટીપ્પણીઓ કરીને એમના સ્વાસ્થ્ય વિશે પૂછી રહ્યા છે. લોકો આ વાતથી ચિંતિત છે કે, એમની તબિયત તો સારી છે કે પછી કોઈ સમસ્યા છે.

રાણાને ઇન્સ્ટા પર લોકો ખબર-અંતર પૂછી રહ્યા છે

image source

ભલ્લાલ દેવથી જાણીતા થયેલા રાણા દગ્ગુબતીએ પોતાની તસ્વીર ઇન્સ્ટા પર શેર કરી છે. આ તસવીરમાં તેઓ ખુબ જ દુબળા પતલા જોવા મળ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેમના સ્વાસ્થ્ય પર સવાલો ઉભા કર્યા હતા. એમની તસ્વીરો પર લોકો સતત પૂછી રહ્યા હતા કે, ‘શું થયું છે? તમે આટલા દુબળા કેમ દેખાઈ રહ્યા છે?’ ‘તમે આવા કેમ લાગો છો? બધું બરાબર તો છે ને?’ ‘તમને આ હાલમાં જોઇને ડર લાગી રહ્યો છે.’ ‘શું તમે બીમાર છો?’ ‘તમે કોઈ ફિલ્મ માટે આમ વજન ઉતાર્યું છે કે પછી તબિયત ખરાબ છે?’ વગેરે વગેરે જેવી ટીપ્પણીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરી હતી.

રાણાએ વજન આવનાર ફિલ્મ માટે ઘટાડયું

image source

રાણાના આ દેખાવ અંગે એમની તરફથી કોઈ જવાબ આવ્યો નથી. મળતી માહિતી મુજબ રાણાને કોઈ પ્રકારની બીમારી નથી પણ આવનારી ફિલ્મ માટે એમણે પોતાનું વજન ઉતાર્યું છે. અત્યારે તેઓ ‘વિરાટા પ્રવમ 1992’ નામની તેલુગુ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ જ ફિલ્મ માટે એમણે વજન ઘટાડયુ છે. આપને એ પણ જણાવી દઈએ કે થોડા સમય પહેલા એમની તબિયત અને કીડની ટ્રાન્સપ્લાંટને લઈને સોશિયલ મીડિયામાં ખબર ફરતી થઇ હતી, જે પછીથી ખોટી સાબિત થઇ હતી.

બોલીવુડ ફિલ્મ હાઉસફુલ 4 માં પણ જોવા મળશે રાણા દગ્ગુબાતી

image source

બાહુબલીને મળેલ સફળતા બાદ રાણાને ઘણી ફિલ્મો માટે કામ મળી રહ્યું છે. ત્યારે હાલમાં રાણા સાઉથની સાથે હિન્દી સિનેમામાં પણ કામ કરી રહ્યા છે. તમિલ, તેલુગુ અને હિન્દીમાં બનેલી તેમની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ જલ્દી જ રિલીજ થશે. બોલીવુડ ફિલ્મ ‘હાઉસફુલ 4’ માં પણ તે જોવા મળશે. આ સાથે જ બીજી એક હિન્દી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’માં પણ તેઓ કામ કરી રહ્યા છે.

Source: MySwasthVichar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત