બોલીવુડમાં આવતા પહેલા હતા એન્જીનીયર, જાણો કોણ કોણ સામેલ છે આ લિસ્ટમાં.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોનુ સુદ, આર માધવન, ક્રિતી સેનન અને તાપસી પન્નુ સહિત ઘણા કલાકરો એવા છે જે જો આજે ફિલ્મી પડદા પર ન દેખાતા તો કદાચ મોટા મોટા મશીનો સાથે કોઇ મલ્ટીનેશનલ કંપનીના કામમાં 9થી 6 ની જોબ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા હોત. પણ આ માસ્ટરમાઇન્ડ લોકો માટે નિયટીએ કદાચ કઈક બીજું વિચારી રાખ્યું હતું, એટલે જ તો એન્જીનીયરીંગની મોટી મોટી ચોપડીઓ વાંચ્યા બાદ પણ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી અને એમનું નામ સુપરસ્ટારના લિસ્ટમાં આવે છે. તો ચાલો અમે તમને તમારા ફેવરિટ સ્ટારના એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડમાં વિશે જણાવીએ, જે એન્જીનીયર બન્યા પછી બોલિવુડના સુપરસ્ટાર છે.

સોનુ સુદ

image source

આપણામાંથી ઘણા લોકોને એ ખબર નહિ હોય કે કોરોના વાયરસના કારણે ચાલેલા લોકડાઉનમાં પ્રવાસીઓને એમના ઘરે પહોંચાડવાનું કામ કરીને એમના માટે ભગવાન રૂપ બનેલા સોનુ સુદ સાઉથની ફિલ્મોના સુપરહિટ હીરો છે. સોનુએ નાગપુરમાં યશવંતરાય ચૌહાણ કોલેજ ઓફ એન્જીનીયરીંગમાંથી ઇલેક્ટ્રોનિકસ એન્જીનીયરની ડીગ્રી મેળવી છે. સોનુ ફિટનેસ ફ્રિક પણ છે.સોનુએ એકટર બનતા પહેલા મોડલિંગમાં હાથ અજમાવ્યો હતો. એમને તેલુગુ ફિલ્મ અરુંધતી માટે ઘણા એવોર્ડ પણ જીત્યા છે અને બોલીવુડમાં “દબંગ”, “આર..રાજકુમાર” “જોધા અકબર” જેવી ઘણી હિટ ફિલ્મોમાં ઉમદા એક્ટિંગ કરી છે.

વિકી કૌશલ

image source

રમન રાઘવ અને 2.0ના એકટર વિકી કૌશલને એમની એવોર્ડ વિનિંગ ફિલ્મ મશાનમાં પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે ખૂબ જ પ્રશંશા મળી. વિકીએ રાજીવગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રોનિકસ એન્ડ ટેલિકમ્યુનિકેશનમાં એન્જીનીયરિંગ કર્યું. અભ્યાસ પૂરો કર્યા બાદ એન્જીનીયરની નોકરી કરવાને બદલે એ આસિસ્ટન્ટ ડાયરેકટર બન્યા. વિકીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જોબ લેટરને અલગ મૂકી દીધો હતો, કારણ કે એમને ખબર હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ એમનો ઇન્ટરવ્યૂ નહિ લે.

તાપસી પન્નુ

image source

સ્ત્રી પ્રધાન ફિલ્મો દ્વારા પોતાના જબરદસ્ત પરફોર્મન્સથી દર્શકોનું દિલ જીતી લેનારી તાપસી પન્નુએ દિલ્હીની ગુરુ તેજ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જીનીયરિંગ કર્યું હતું. તાપસીએ ફિલ્મ ચશ્મે બદદુરથી બોલીવુડમાં પગ મૂક્યો. એના અભિનયમાં ઘણી વિવિધતા છે. તાપસીએ એ સાબિત કરી બતાવ્યું છે કે સફળતા માટે કોઈ પ્રોફેશનલ કોર્ષની જરૂર નથી હોતી. પોતાના દિલનું સાંભળો અને તમારા કરિયરને સફળતાનાં શિખર સુધી પહોંચાડી દો.

કાર્તિક આર્યન

image source

ફિલ્મ પ્યાર કા પંચનામાંથી પોતાના કરિયરની શરૂઆત કરનાર કાર્તિક આર્યન પાસે ડીગ્રી અને ડિપ્લોમા બંને છે. ગ્વાલિયરના રહેવાસી કાર્તિકે મુંબઈમાંથી બાયોટેક્નોલોજીમાં પોતાના એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. એન્જીનયરિંગના અભ્યાસની સાથે સાથે કાર્તિકે એક્ટિંગનો પણ કોર્સ કર્યો છે પણ એ એક્ટિંગ કોર્સ વિશે એમને એમના પેરેન્ટ્સને નહોતું જણાવ્યું. એમની પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામાં બ્લોકબસ્ટર રહી. આ ફિલ્મમાં એમનો રોલ નાનો હતો પણ દર્શકોએ એમના પરફોર્મન્સના ખૂબ વખાણ કર્યા, ખાસ કરીને એમના મોનોલોગ્સને. એમને આ ફિલ્મની સિક્વલમાં પણ કામ કર્યું, જે એમની બીજી ફિલ્મ હતી.એ પછી તો કાર્તિકે સોનુ કે ટીટુ કી સ્વીટી, લુકા છુપી અને પતિ પત્ની ઓર વો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું અને બધી જ ફિલ્મો દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું.

ક્રિતી સેનન

image source

ક્રિતી સેનન પણ વ્યવસાયે એન્જીનીયર છે. એમને નોએડાની જીપી ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રોનિકસ અને સંચારમાં એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી છે. એ પછી અભિનય ક્ષેત્રે પગ મૂક્યો.કૃતિએ ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મ હીરોપંતીથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે એમને ફિલ્મફેરનો બેસ્ટ ફિમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. એ પછી એ સુશાંત સિંહ રાજપૂત સાથે રાબતા અને શાહરૂખ સાથે દિલવાલેમાં દેખાઈ હતી.

આર માધવન

image source

સ્ટુડન્ટ લાઈફ દરમિયાન આર માધવનનું એકેડેમિક પરફોર્મન્સ ખૂબ જ સારું હતું. કોલ્હાપુરમાંથી માધવને ઇલેક્ટ્રોનિકસ એન્જીનીયરની ડીગ્રી લીધી હતી. માધવન એક વર્ષ માટે એક પ્રોગ્રામના કલચરલ એમ્બેસેડર બનીને કેનેડા ગયા. એ માટે એમને સ્કોલરશીપ પણ મળી. એનસીસીમાં પણ મહારાષ્ટ્રના બેસ્ટ કેડેડમાંથી એક હતા.માધવને પબ્લિક સ્પીકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે. મુંબઈમાં રહેતા હતા એ દરમિયાન એમના મનમાં મોડલિંગની ઈચ્છા જાગી અને પછી એ મોડલિંગ દ્વારા એક્ટિંગમાં આવી ગયા. માધવને ફિલ્મ રહેના હે તેરે દિલ મેં, રંગ દે બસંતી, 3 ઇડિયટ્સ, ગુરુ અને તનું વેડ્સ મનું જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કર્યું છે.

અમિષા પટેલ

image source

બ્લોકબસ્ટર ફિલ્મ કહો ના પ્યાર હેથી રાતો રાત સ્ટાર બનનારી અભિનેત્રી અમિષા પટેલ પણ વ્યવસાયે એન્જીનીયર છે અને બાયોજેનેટિક એન્જીનયરિંગની ડીગ્રી ધરાવે છે. ટફ્ટ યુનિવર્સિટીમાંથી એમને અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે . અને એ ગોલ્ડ મેડલિસ્ટ હતી. અમિષાએ થોડા પ્યાર થોડા મેજીક, બોર્ડર અને હમરાજ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

અમોલ પરાશર

image source

અમોલ પરાશર વ્યવસાયે મેકેનિકલ એન્જીનીયર છે, એમને IIT દિલ્હી માંથી B. Tech કર્યું છે. એમને ઘણા પોપ્યુલર બ્રાન્ડ સાથે કામ કર્યું છે. રોકેટ સિંહ- સેલ્સમેન ઓફ ધ યર જેવી ફિલ્મો સિવાય ઘણી વેબ સીરિઝમાં કામ કર્યું છે. આજકાલ અમોલ પરાશર વેબ સિરિઝનું જાણીતું નામ છે..

રિતેશ દેશમુખ

image source

રિતેશ દેશમુખ વ્યવસાયે આર્કિટેક્ટ છે. અને એમને સિવિલ એન્જીનીયરીંગમાં પોસ્ટ ગ્રેજ્યુટ કર્યું છે. રિતેશ દેશમુખે તેની રમુજી એક્ટિંગના લીધે દર્શકોના દિલમાં આગવુ સ્થાન જમાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત