કારેલાની છાલના બોલ – કારેલાનું શાક બાળકોને પસંદ નથી હોતું તો આવીરીતે બનાવો અને બધાને ખવડાવો…

કેમ છો ફ્રેંડસ :-

આજે હું તમારા માટે એક યુનિક રેસીપી લઈને આવિ છું.. તે છે કારેલા ના છાલ ના બોલ..

આપણે કારેલા તો બધા ખાતા હોય છે પણ આજે તેના છોતરા ફેકવાના નથી તેમાંથી આપણે બોલ બનાવીશું..😋😋

આ સ્પેશિયલ ડાયાબિટીસ માટે ની રેસીપી છે …

કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે. આમ તો ,લીલા શાકભાજીને આરોગ્ય માટે એક વરદાન ગણવામાં આવે છે. પણ કારેલાની વાત જુદી છે.કારેલાનું સીધુ સેવન આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે. તો જાણો રેસીપી સાથે કારેલા ખાવાના ફાયદા …

“કારેલા ની છાલ ના બોલ”

  • 1 વાટકી – કારેલા ની છાલ
  • 1/2 વાટકી – બેસન
  • 1/2 વાટકી – જુવાર નો લોટ
  • 1 ચમચી – ગોળ
  • 1/2 ટી સ્પૂન- લાલ મરચું પાવડર
  • 1 ટી સ્પૂન – વાટેલા આદું લસણ ની પેસ્ટ
  • 1 ટી સ્પૂન – ધાણા જીરું
  • 1/2 ટી – સ્પૂન હળદર
  • 1 ટી સ્પૂન – લીંબુ નો રસ
  • ચપટી – સોડા
  • મીઠું – સ્વાદ અનુસાર
  • 2 ટી સ્પૂન – તેલ
  • વધાર માટે
  • 2 ટી સ્પૂન – તેલ
  • 1/2 ટી સ્પૂન – રાઈ
  • 3 થી 4 – લીમડા ના પાન
  • 1/2 ટી સ્પૂન – તલ
  • ચપટી હિંગ

સૌ પ્રથમ કારેલા ની છાલ માં મીઠું ચોળી 5 મિનિટ સાઈડ માં રાખી દો.

હવે એક મોટા બાઉલ માં કારેલા ની છાલ લઈ તેમાં ચણા નો લોટ,ઘઉં નો લોટ,લાલ મરચું, હળદર,ધાણા જીરું, મીઠુ ગોળ,કોથમીર,તેલ નું મોણ આ બધું નાખી મિક્સ કરો.

હવે તેના પર ચપટી સોડા અને 1 ચમચી લીંબુ નો રસ ઉમેરી ફરી મિક્સ કરો.

હવે તેલ વાળો હાથ કરી નાના નાના બોલ વાળો.

હવે એક તપેલી માં પાણી લઈ ઉપર ચારણી રાખી વળી ને બાફવા મુકો.

10 મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી ચપ્પુ ચોખ્ખું નીકળે તો બફાઈ ગઈ નહીં તો હજી 5 મિનિટ સુધી બાફવા દેવી.

હવે એક પેન માં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ એટલે તેમાં રાઈ, તલ,લીમડા ના પાન અને ચપટી હિંગ નાખી બોલ ઉમેરો.

બોલ ને બંને બાજુ ધીમા તાપે કડક થવા દો.

તો તૈયાર છે ગરમા ગરમ કારેલા ના છાલ ના બોલ…

વરસાદ માં આવા ગરમાગરમ બોલ ખાવાની મજા પડી જશે ….

  • 1 કારેલાનો જ્યુસ રોજ પીવાથી બધી સમસ્યાથી છૂટકારો મળે છે.
  • 2 કારેલાનું સેવન કરવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનો જથ્થો ઘટે છે.
  • 3 કારેલાના જ્યુસમાં લીંબુ રસ મિક્સ કરી પીવાથી ચેહરાના ડાઘો, અને ખીલથી છુટકારો મળે છે.
  • 4 કારેલામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરના પાચન તંત્રને યોગ્ય રાખે છે.
  • 5 કારેલાના જ્યુસમાં સંચળ મિક્સ કરી પીવાથી ઉબકામાં રાહત મળે છે.
  • 6 કારેલાનું સેવન કરવાથી કેન્સર જેવા ભયંકર રોગોથી પણ છુટકારો મળે છે.
  • 7 કારેલાનો જ્યુસ ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • 8 કારેલા વજન ઓછું કરવામાં મદદ કરે છે.
  • 9 કારેલાનું સેવન કરવાથી હૃદય રોગથી છુટકારો મળે છે અને હાર્ટ એટેકના જોખમમાં ઘટાડો થાય છે.
  • 10 કારેલાના સેવનથી શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.