બોલિવૂડના આ કલાકારો પર સૌથી વધારે દેખાઇ કોરોનાની અસર, અને આ કામ કરવા પર થયા મજબૂર

જ્યારે બોલીવુડને પડ્યો હતો લોકડાઉનનો માર, કોઈએ વેચ્યું શાકભાજી તો કોઈ ગામડે જઈને કરવા લાગ્યું હતું ખેતી.

ગયા વર્ષનો માર્ચ મહિનો ભાગ્યે જ કોઈ ભૂલી શકે. આ જ મહિનામાં ગયા વર્ષે ફેલાયેલી કોરોના મહામારીના કારણે સંપૂર્ણ ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું.અને આ લોકડાઉનનો કોણ જાણે કેટલા લોકોની જિંદગીને પાટા પરથી નીચે ઉતારી દીધી હતી જેને ફરી પહેલા જેવું કરવા આજે પણ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાને કાબુમાં લાવવા માટે લગાવેલા લોકડાઉનને કોણ જાણે કેટલાની જીંદગી અને રોજગાર પર તાળાં લગાવી દીધા હતા. એને ફક્ત સામાન્ય માણસની જ નહીં બોલિવુડના અમુક કલાકારોની પણ કમર તોડી નાખી. મનોરંજન જગત સાથે જોડાયેલા ઘણા કલાકારો બેરોજગાર થઈ ગયા હતા. આજે અમે તમને આવા જ કેટલાક કલાકારો વિશે જણાવીશું.

રાજેશ કરીર.

image source

રાજેશ કરીરે મે મહિનામાં એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે. લોકડાઉન દરમિયાન કામ બંધ હોવાના કારણે એમની પાસે રોજબરોજની જરૂરિયાત માટે પૈસા નથી. રાજેશ મંગલ પાંડે અને અગ્નિપથ જેવી ચર્ચિત ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે

આશિષ રોય.

image source

નાના પડદના અભિનેતા આશિષ રોયની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એમને પણ સોશિયલ મીડિયા પર લોકો પાસે મદદ માંગી હતી. કિડનીની તકલીફને કારણે એમનું ડાયલિસિસ ચાલી રહ્યું હતું જેના કારણે એમને પૈસાની ખૂબ જ જરૂર હતી. જાન્યુઆરી 2020માં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જો કે નવેમ્બર 2020માં આશિષ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

નૂપુર અલંકાર.

image source

ટીવી અભિનેત્રી નૂપુર અલંકારને પણ લોકડાઉન દરમિયાન તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એમના પૈસા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક સ્કેમમાં ફસાઈ ગયા હતા. બીમાર માતાની સારવાર માટે એમને પૈસાની જરૂર હતી. એમની મિત્ર રેણુકા શહાણેએ ફેસબુક પર પોસ્ટ લખીને નૂપુર માટે મદદ માંગી હતી.

જાન ખાન.

image source

ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા જાન ખાનને લન આર્થિક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સિરિયલ હમારી બહુ સિલ્કમાં મુખ્ય પાત્ર નિભાવનાર જાનને નિર્માતાઓ પર પેમેન્ટ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. એમનું કહેવું હતું કે છેલ્લા એક વર્ષથી એમના પૈસા અટવાયેલા છે. એમનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં એ સીરિયલના પ્રોડ્યુસર પર ભડકેલા દેખાઈ રહ્યા હતા.

રામવૃક્ષ ગૌર.

image source

રામવૃક્ષને તો આર્થિક તકલીફોને કારણે શાકભાજી વેચવું પડ્યું. એમને કહ્યું હતું કે એમને કોઈની દયાની જરૂર નથી. એ શાકભાજીનો વેપાર કરી રહ્યા છે અને આ વેપાર પણ અન્ય વેપાર જેવો જ છે. એ પોતાના આત્મસન્માનને બચાવવા માટે જ શાકભાજી વેચી રહ્યા છે અને એને નીચા દરજ્જાનું કામ નથી સમજવું જોઈએ. રામવૃક્ષએ બાલિકા વધુમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.

સતીશ કૌલ.

image source

બીઆર ચોપડાની મહાભારતમાં ઇન્દ્રની ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેતા સતીશ કૌલને પણ પૈસાની તંગીના કારણે તકલીફ વેઠવી પડી હતી. એ એક્ટિંગ સ્કૂલ ચલાવતા હતા જેના પર લોકડાઉનના કારણે તાળું વાગી ગયું હતું. એક ઇન્ટરવ્યૂમાં એમને જણાવ્યું હતું કે એમની પાસે ઘર ખર્ચ અને દવાઓના પણ પૈસા નથી બચ્યા.

સોનલ વેંગુરલેકર.

image source

સોનલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી કે લોકડાઉન દરમિયાન એમને ઘણી આર્થિક તકલીફોનો સામનો કરવો પડ્યો જતો. એમને સિરિયલ યે તેરી ગલીયાના નિર્માતાઓ પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો. લોકડાઉન દરમિયાન જ્યારે તેમને પોતાના ડ્રાઇવરના હાલ ચાલ પૂછવા માટે ફોન કર્યો તો એને એમને મદદ માટે 1500 રૂપિયા ઓફર કર્યા હતા.

દિવાકર.

image source

અભિનેતા દિવાકર આયુષ્યમાન ખુરાનાની ડ્રિમગર્લ અને સુશાંત સિંહ રાજપૂતની સોનચિરૈયામાં દેખાયા હતા. લોકડાઉન પહેલા દિવાકર ઋષિ કપૂર સાથે ફિલ્મ શર્મા જી નમકીનનું શૂટિંગ કરી રહ્યા હતા પણ ફિલ્મોનું શૂટિંગ બંધ થઈ ગયું અને દિવાકર પાસે કોઈ કામ ન બચ્યું. એવામાં એમને દિલ્લીમાં ફળો વેચવાનું કામ શરૂ કરી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *