આ ગુજ્જુ ગર્લના બોલિવુડમાં ડગલેને પગલે ખૂબ થઈ રહ્યા છે ખૂબ વખાણ, જેમાં આ દિગ્દર્શક તો…

આ ગુજ્જુ ગર્લના બોલીવુડમાં થઈ રહ્યા છે ખૂબ જ વખાણ, આ દિગ્દર્શક તો થયા છે ખૂબ જ પ્રભાવિત.

હાલમાં જ આવેલી બૉબી દેઓલ અભિનિત વેબ સિરિઝ ‘આશ્રમ’ને શરૂઆતના પાંચ જ દિવસમાં 100 કરોડ લોકોએ જોઈ લીધી છે.એમએક્સ પ્લેયર પર જબરદસ્ત હિટ થયેલી આ વેબ સિરિઝની સફળતા પાછળ માધવી ભટ્ટ નામની ગુજરાતી યુવતીની ઘણી જ મહેતન છે.

image source

આ વેબ સિરીઝની ક્રિયેટિવ હેડ અને એડિશનલ સ્ક્રીન-પ્લે રાઇટર તરીકેની પોતાની જવાબદારી તેણે લાજવાબ રીતે નિભાવી છે.

માધવી ભટ્ટ મૂળ અમદાવાદની ગુજરાતી પરિવારની દીકરી છે. સુવિખ્યાત હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા પ્રોડક્શન્સમાં તૈયાર કરેલી વેબસિરીઝ આશ્રમ 28મી ઓગસ્ટ 2020ના રોજ MX Player પર ફ્રીમાં રિલીઝ કરવામાં આવી છે.

image source

હાલના સમયમાં ચાલી રહેલા ધર્મગુરુઓના પાખંડનો પર્દાફાશ કરતી આ હાઇપ્રોફાઇલ વેબસિરીઝમાં માધવી ભટ્ટે ક્રિયેટિવ હેડ અને એડિશનલ સ્ક્રીન-પ્લે રાઇટર તરીકેની પોતાની ક્ષમતાઓને ખૂબ જ સરસ રીતે દર્શાવી છે. અમદાવાદના એક પરિવારમાં જન્મેલી માધવી ભટ્ટ બાળપણથી જ કલા-સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવે છે. માધવીના દાદાજી પ્રેમશંકર ભટ્ટ ગુજરાત સરકારમાં સચિવ કક્ષાએ ઉચ્ચ પદ પર હતા અને એના થકી રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર અધિકારી તરીકે જાણીતા છે.

માધવીના પિતા પ્રદીપભાઇ ભટ્ટ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને હાલમાં ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલમાં ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો ધરાવે છે. બે દીકરીઓના પિતા પ્રદીપભાઈ ભટ્ટ બન્નેય દીકરીઓને પોતપોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરતા જોઈ ખૂબ જ ગર્વ અનુભવતા કહે છે કે બન્નેય દીકરીઓના ઉછેરમાં માતા અતુલાનું ખાસ યોગદાન છે.

image source

માધવીની મોટી બહેન ધરા ભટ્ટ વ્યવસાયે વકીલ અને સોલિસિટર છે. માધવીએ અમદાવાદની એચ.એલ.કોલેજમાંથી બી.કોમ. થયા બાદ એ જ ક્ષેત્રમાં આગળ વધવાને બદલે પોતાના ઇન્ટરેસ્ટ અનુસાર કલાક્ષેત્રે લક્ષ્ય કેન્દ્રિત કરીને ફિલ્મ દિગ્દર્શનનો કોર્સ કરીને ફિલ્મ ક્ષેત્રે આગળ વધવાનું વિચાર્યું.

માધવીએ સત્યઘટના પર આધારિત પહેલી શોર્ટ ફિલ્મ ‘મૃતક’ બનાવી હતી, જેને જોઇને જાણીતા હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા પ્રભાવિત થયા હતા અને તેમણે માધવીને પોતાના પ્રોડક્શન હાઉસમાં કામ કરવાની તક આપી, જે માધવીની કારકિર્દીમાં ખૂબ જ મહત્વની ઘટના બની રહી.

શોર્ટ ફિલ્મ ‘મૃતક’ બર્લિન શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઇ હતી. એટલું જ નહીં તે મુંબઇ વિમેન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડિયન સિનેફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઇ હતી અને તેનું સ્ક્રીનિંગ પણ થયું હતું.

જાણીતા નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે કાર્ય કરવાની તક મળતાં માધવીએ પૂરી ધગશ સાથે પ્રોડક્શન હાઉસમાં કામગીરી શરૂ કરીને ખૂબ જ ઓછા સમય માં જ પ્રકાશ ઝાના વિવિધ ફિલ્મ પ્રોજેક્ટ્સમાં દિગ્દર્શનનો અનુભવ મેળવીને સફળતાપૂર્વક કામગીરી સંભાળી લીધી.
તેમને પ્રિયંકા ચોપરાની મુખ્ય ભૂમિકાવાળી ‘જય ગંગાજલ’માં પ્રકાશ ઝાના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી કરી હતી. ક્રિયેટિવ હેડ તરીકે આગામી સમયમાં અનેક નવા પ્રોજેક્ટ્સ માધવી ભટ્ટના હાથમાં છે જ, જેમાં તે મહત્વનું યોગદાન આપવા સાથે ફિલ્મ દુનિયામાં ફિલ્મ નિર્માણમાં ગુજરાતી યુવતી તરીકે પોતાની વિશેષ છબિ ઊભી કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત