બુધવારના દિવસે કરી લો આ સરળ ઉપાયો, ગણેશજી બનાવી દેશે બગડેલા તમામ કામ

બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી બુધ ગ્રહ મજબૂત થઈને સારું પરિણામ આપે છે. બુધની ખરાબ અસર દૂર કરવા માટે બુધવારના દિવસે કરાયેલા ઉપાયો કારગર માનવામાં આવે છે. પ્રથમપૂજ્ય અને વિધ્નહર્તા ગણેશજીની વિશેષ કૃપા મેળવવા માટે બુધવારના દિવસને અઠવાડિયાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

આ દિવસ ગણેશજીને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી અનેક લાભ થાય છે. ભગવાન સંકટ અને કષ્ટને દૂર કરે છે અને જીવનમાં આનંદ આપે છે. ભગવાન ગણેશની પૂજા કુંડળીમાં બુધ ગ્રહને મજબૂત કરે છે અને તેની સાથે સારા ફળની પ્રાપ્તિ થાય છે.

image source

મનોકામના પૂરી કરવા માટે બુધવારે કરો આ ઉપાય

જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય છે તેઓએ દર બુધવારે ગણેશજીની પૂજા કરવી. તેનાથી તેમને લાભ થાય છે. આજે અમે આપને આવા કેટલાક ઉપાયો જણાવીશું જેનાથી તમે ઈચ્છિત સફળતા મેળવી શકો છો.

image source

લાંબા સમયથી અટકેલા કામ પૂરા કરવા માટે બુધવારે લીલા રંગનો રુમાલ ખિસ્સામાં રાખો અને વરિયાળી ખાઈને ઘરેથી નીકળો. આમ કરવાથી તમારા કામ પૂરા થશે.

આર્થિક તંગીથી છૂટકારો મેળવવા માટે બુધવારે કિન્નરોને કેટલાક રૂપિયાનું દાન કરો અને પછી તેમાંથી એક સિક્કો પાછો માંગો અને ઘરે લઈ આવો. આ સિક્કાને પૂજા ઘરમાં રાખીને ધૂપ અને દીવો કરીને તેને લીલા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી લો, અઢળક ફાયદો થશે.

image source

બુદ ગ્રહની નકારાત્મકતાની અસરને દૂર કરવા માટે દર બુધવારે ગણેશજીને દુર્વા ચઢાવો. આ પછી તેમને ગોળ અને ધાણાનો ભોગ ચઢાવો. શક્ય હોય તો મોદક કે લાડુ પણ ચઢાવો. તેના પછી ॐ ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. તમને સફળતા મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ