વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રહેલી આ વસ્તુઓ પર જો નહિં આપો ધ્યાન, તો છીનવાઇ જશે સુખ શાંતિ

ઘરમાં રહેલી આ વસ્તુઓ છીનવી શકે છે ઘરની સુખ શાંતિ, આ વાતો પર ખાસ ધ્યાન આપો.

image source

વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનું ખૂબ જ મહત્વ હોય છે અને એ દરેક વસ્તુ હકારાત્મક કે નકારાત્મક રીતે આપણા જીવન પર અસર કરે છે. એટલા માટે ઘરના વાસ્તુમાં દરેક વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ નહિ તો વાસ્તુથી વિપરીત વસ્તુઓ ઘરની સુખ શાંતિને છીનવી શકે છે અને બીજી ઘણી તકલીફોનું કારણ પણ બની શકે છે.

1.ઘરની આજુબાજુ કે આગળ પથ્થરનો ઢગલો હોય તો એને મોટો વાસ્તુ દોષ માનવામાં આવે છે. જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડવાની સંભાવના છે.

image source

2. જો ઘરની બરાબર સામે જ કચરો પડ્યો હોય તો આ વાસ્તુ દોષમાં બહુ જ ખોટું માનવામાં આવે છે. અને એ જ કારણે ઘરમાં નકરાત્મકતાનો સંચાર થાય છે અને શારીરિક, માનસિક અને આર્થિક તકલીફોનો સામનો કરવાની પરિસ્થિતિઓ ઉભી થાય છે એટલે ભૂલથી પણ ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ.

3. ઘરના મુખ્ય દરવાજાની સામે જો કોઈ મોટું અને ઘનઘોર ઝાડ ઉગેલું હોય તો આને પણ વાસ્તુથી વિપરીત માનવામાં આવે છે અને એને વાસ્તુ દોષ માનવામાં આવે છે. આ રીતનો વાસ્તુ દોષ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

image source

4. ઘરની બહાર દીવાલો પર વેલ ઉગાડવી પણ વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવતી નથી અને આવી રીતે વેલ ઉગાડવાથી શત્રુ આપણા પર હાવી થઈ જાય છે અને ઘરની ઉન્નતિ પણ નથી થઈ શકતી.

5.ઘરની બહાર ગંદા પાણીનો ભરાવો ન હોવો જોઈએ કેમ કે ઘરની આસપાસ ગંદા પાણીનો ભરાવો બીમારીઓને આમંત્રણ આપે છે અને શરીર રોગી બની જાય છે. એ સિવાય વાસ્તુમાં પણ ગંદા પાણી નકારાત્મક ઉર્જાનો સંચાર કરનારું માનવામાં આવે છે.

image source

6. ઘરના બારી દરવાજા એવા બનાવો કે એમાંથી સૂર્ય પ્રકાશ ઘરમાં વધારેમાં વધારે સમય પ્રવેશી શકે.આનાથી રોગો દૂર રહે છે.

7.ઘરનાપ્રવેશદ્વાર ઉપર એવા સ્થાન પર ગણપતિજીનું ચિત્ર લગાડવું જોઈએ જેનાથી દરવાજામાંથી નીકળતી વખતે ગણપતિજીનું મુખ સામે હોય.

8.બેકાર તસ્વીરો કે ફોટો ઘરના વાતાવરણ ઉપર નકારાત્મક પ્રભાવ પાડે છે. આને લીધે ઘરના સદસ્યોના વિચારોને અસર થાય છે. વાસ્તુ પ્રમાણે પણ આવા ફોટો કે મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ.

image source

9.ઘરમાં ક્યારેય પણ કાંટાળી ઝાડીયો તથા છોડ ન રાખો. આને લગાવવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

10.ઘરમાં જાળા લાગવા ન દો, આનાથી માનસિક તનાવ ઓછો થાય છે

source : dailyhunt

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત