ધોરણ 11ની વિદ્યાર્થિની વાળ તોડી ખાયા કરતી હતી, હવે પેટમાંથી 500 ગ્રામ વાળનો ગુચ્છો નીકળ્યો બહાર

તે માસૂમ માનસિક રીતે અસ્વસ્થ હતી.. તેને એ વાતનો અંદાજ સુધ્ધાં નહોતો કે તેની એક કુટેવ તેના જીવને જોખમમાં મૂકી શકે છે.. સુરતના ઘોડદોડ રોડ પર રહેતા એક પરિવારની દીકરીને લાંબા સમયથી માનસિક તકલીફ હતી.. અને સાથે સાથે એક કુટેવ પણ હતી.. માથાના વાળ તોડીને ખાવાની.. હવે તેની આ કુટેવ કેટલા ગંભીર પરિણામ લાવી તે પણ જોઇ લો.. વાળનો આ ગુચ્છો તે વિદ્યાર્થિનીના પેટમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.. વાળના આ ગુચ્છાનુ વજન 500 ગ્રામ જેટલું છે.

image soucre

માનસિક અસ્વસ્થ વિદ્યાર્થિનીને વાળ ખાવાની કુટેવ હોવાથી ગંભીર સ્થિતિમાં મુકાઈ ગઇ.. વિદ્યાર્થિનીના જઠરમાં વાળનો જથ્થો એકત્ર થઇ જતાં ખોરાક ઓછો થઈ ગયો હતો અને વજન પણ ઘટવા લાગ્યુ હતુ.. સુરતમાં ઘોડદોડ રોડની માનસિક તકલીફ ધરાવતી ધોરણ 11ની વિદ્યાર્થિની વાળ તોડી ખાયા કરતી હતી, જેથી તેના પેટમાંથી નવી સિવિલના સર્જરીના ડોક્ટરની ટીમે સફળ ઓપરેશન કરી 500 ગ્રામ વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની ટીમે બે કલાક સુધી જહેમત ઉઠાવી સફળ સર્જરી કરી હતી અને વિદ્યાર્થિનીના પેટમાં 7થી 8 સેન્ટિમીટર કાપ મૂકીને જઠરમાં ફસાયેલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો.

સોનોગ્રાફી કરાવતાં જઠરમાં વાળનો ગુચ્છો દેખાયો

image source

ઘોડદોડ રોડ પર રહેતી અને ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિની લાંબા સમયથી માનસિક તકલીફ હોવાથી છેલ્લા ઘણા સમયથી પોતાના માથાના વાળ તોડીને ખાધા કરતી હતી, જેથી તેનું ખાવાનું ઓછું થઇ ગયું હતું અને વજન ઘટવા લાગ્યું હતું. આવી તકલીફને લીધે તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સોનોગ્રાફી કરાવતાં જઠરમાં વાળનો ગુચ્છો દેખાયો હતો. તેની માતા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે સર્જરી કરાવવાના પૈસા ન હોવાથી તેનાં પરિવારજનો મૂંઝવણમાં મુકાઇ ગયાં હતાં. ગત તા. 11મી ઓક્ટોબરના રોજ તેને પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં લાવ્યાં હતાં.

તકલીફમાં ઘટાડો અને તબિયતમાં સુધારો આવ્યો

13 ઓક્ટોબરના રોજ નવી સિવિલ સર્જરી વિભાગના વડા ડો. નિમેષ વર્માના માર્ગદર્શન હેઠળ ડો. દેવેન્દ્ર ચૌધરી, ડો.અમિત, ડો.ધર્મેશ સહિતના ડોક્ટરોની ટીમે બે કલાક સુધી જહેમત ઉઠાવી સફળ સર્જરી કરી હતી. વિદ્યાર્થિનીના પેટમાં 7થી 8 સેન્ટિમીટર કાપ મૂકીને જઠરમાં ફસાયેલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. અંદાજિત 500 ગ્રામ વાળનો ગુચ્છો હતો. વાળનો ગુચ્છો બહાર નીકળતાં તેની તકલીફમાં ઘટાડો અને તબિયતમાં સુધારો આવતાં ગત રોજ વિદ્યાર્થિનીને રજા આપવામાં આવી હતી. તેને માનસિક તકલીફ દૂર થાય એ માટે પણ ડોક્ટરે સારવાર શરૂ કરી છે.

અગાઉ પણ એક કિલોગ્રામ વાળ ખાઇ ગઇ હતી

image soucre

વિદ્યાર્થિનીને માનસિક તકલીફ હોવાથી ચાર વર્ષ પહેલાં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરીને અંદાજિત એક કિલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હોવાનું પરિવારના સભ્યોએ સિવિલના ડોક્ટરને કહ્યું હતું. માનસિક તકલીફ ધરાવતા એક હજારમાંથી પાંચને વાળ તોડીને ખાવાની આદત હોય છે. એક વખત ઓપરેશન કર્યા બાદ બીજી વખત વાળનો ગુચ્છો થાય એવું રેર કેસમાં બને છે.

જો તમારા બાળકને પણ આવી કોઇ ટેવ હોય અથવા તમારી આસપાસમાં કોઇ બાળકને આવી ટેવ હોય તો તેમને આ સમાચાર જરૂરથી ટેગ અથવા શેર કરજો.. જેના કારણે તમે કોઇને ગંભીર સ્થિતિમાં જતા બચાવી શકો છો.