આચાર્ય ચાણક્યની આ છ વાત હંમેશા રાખો યાદ, ચપટીમાં જ ટળી જશે ખરાબ સમય

આચાર્ય ચાણક્યની આ છ વાત હંમેશા રાખો યાદ, ભવિષ્યની તમામ સમસ્યાથી બચાવમાં આવશે કામ!

જે વ્યક્તિ દૂરદર્શી હોય છે, તે નાના-નાના કામોને પણ ખુબ સાવધાની પૂર્વક કરે છે કારણ કે એને સારી રીતે ખબર હોય છે કે નાની-નાની ભૂલ જ મોટી સમસ્યાનું કારણ બની શકે છે. આચાર્ય ચાણક્ય પણ એવા જ લોકોમાંથી હતા, જે પહેલા જ સ્થિતિની આકલન કરી લેતા હતા અને એના હિસાબે રણનીતિ તૈયાર કરતા હતા.

આચાર્ય ચાણક્ય કુશળ રાજનીતિજ્ઞ, ચતુર રાજદ્વારી, પ્રખર અર્થશાસ્ત્રી તરીકે જાણીતા હતા. દરેક વ્યક્તિ તેની તીક્ષ્ણ બુદ્ધિ અને તર્કસંગતતાથી પ્રભાવિત હતો. આ જ કારણ છે કે તેને કૌટિલ્ય કહેવા આવતા. તેમણે નીતિશાસ્ત્ર દ્વારા તેમના જ્ઞાન અને અનુભવના આધારે તેમણે જીવનની પરિસ્થિતિઓને સામનો કરવા અને સુખ અને ઉદાસીમાં વિચલિત ન થાય તે માટે ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવી છે.

image source

શું કહે છે આચાર્ય ચાણક્ય

  • “दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं जलं पिबेत्
  • सत्यपूतं वदेद्वाचं मनः पूतं समाचरेत्…“

આ સ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ નીચે જોઈ પગ મુકવો જોઈએ. જે લોકો એવું નથી કરતા, એવા લોકો દુર્ઘટનાની ચપેટમાં આવવાની આશંકા રહે છે. એ લોકો મુસીબતને જાતે આમંત્રણ આપે છે.

જો શરીરને સ્વસ્થ રાખે છે તો પાણીની સ્વસ્થતાનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. એના માટે પાણીને હંમેશા કપડામાં ગાળીને પીવો. પહેલાના સમયમાં કુવા માંથી પાણી આવતું હતું, એટલા માટે ત્યારના હિસાબે કપડામાં છાણવાની વાત કહેવામાં આવી છે. આજના જમાનામાં તો બધા પાસે પાણી સ્વસ્થ કરવાનું સાધન છે, પરંતુ આચાર્યની વાત આજે પણ સાચી સાબિત થાય છે.

image source

કોઈ પણ કામને પુરા માંથી કરવા એટલે કામને કરતી સમયે દરેક રીતે વિચારવું, સમજવું અને નિષ્કર્ષ સુધી પહોંચવું. આ રીતે દરેક પોતાની બુદ્ધિનો સારી રીતે ઉપયોગ કરી નિર્ણય કરે.

જો વ્યક્તિ ખોટું બોલે છે, તે એકના એક દિવસે મુશ્કેલીમાં જરૂર ફસાય છે કારણ કે એ છુપાવવા માટે બીજું ઘણું ખોટું બોલવું પડે છે. માટે કોઈ પણ કારણે ખોટાનો સહારો ન લેવો.

આવા વ્યક્તિ માટે જ્ઞાન પણ નકામુ

ચાણક્ય નીતિ કહે છે કે જે વ્યક્તિનું જ્ઞાન માત્ર પુસ્તકો સુધી જ મર્યાદિત છે અને તેણે તે વ્યવહારમાં ઉતાર્યું નથી અને જેણે પોતાની સંપત્તિ અન્ય લોકો સમક્ષ સોંપી દીધી છે, તે વ્યક્તિ સમય આવે ત્યારે જ્ઞાન અથવા સંપત્તિનો ઉપયોગ કરી શકતો નથી.

image source

સન્માન જીવનમાં ખૂબ મહત્વનું છે

ચાણક્ય નીતિ કહે છે કે જીવનમાં આદર ખૂબ મહત્વનો છે. અપમાનિત જીવન જીવવા કરતા મરી જવું સારું. મરવામાં એક ક્ષણનુ દુખ તો થાય છે, પરંતુ અપમાનિત જીવનમાં વ્યક્તિને દરરોજ ભોગવવું પડે છે. તેથી તમારા સન્માનની સંભાળ રાખો.

મધુર શબ્દો ફળ સમાન

ચાણક્ય નીતિ કહે છે કે આ વિશ્વના ઝાડ પર બે મીઠા ફળ લાગેલા છે. આમાં એક ફળ છે મધુર વચન અને બીજું સત્સંગ છે. વ્યક્તિએ તેમના દ્વારા તેમના જીવનમાં મધુરતા ભરવી જોઈએ.

માત્ર નસીબના સહારે ન રહો

ચાણક્ય નીતિ કહે છે કે જે વ્યક્તિ ભવિષ્ય માટે તૈયાર છે અને જે કોઈ પણ પરિસ્થિતિ સાથે હોશિયારીથી વ્યવહાર કરે છે, આ બંને લોકો ખુશ છે, પરંતુ જે ભાગ્યના સહારે ચાલે છે તે માણસ બરબાદ થઈ જાય છે.

image source

દુષ્ટ અન્યની ઈર્ષા કરે છે

ચાણક્ય નીતિ કહે છે કે દુષ્ટ લોકો બીજાની ખ્યાતિ જોઇને ઈર્ષ્યા કરે છે. તેઓ અન્ય વિશે અપશબ્દો બોલે છે, કારણ કે તેઓ કઈ પણ કરવામાં સમર્થ નથી હોતા.

આસક્તિ રાખનાર દુખ પામે છે

ચાણક્ય નીતિ અનુસાર, જે વ્યક્તિને તેના ઘરના લોકો સાથે ખૂબ જ આશક્તિ રાખે છે તે ભય અને દુ:ખ પ્રાપ્ત કરે છે. આસક્તિ એ વેદનાનું મૂળ છે. જેને ખુશ રહેવું છે તેણે આસક્તિ છોડી દેવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ