બોલિવૂડના આ 8 ફિલ્મી પાત્રોએ એક જ આઉટફીટમાં પુરી કરી આખી ફિલ્મ

બોલિવૂડ ફિલ્મો તેના કરોડોના બજેટ, જાહોજહાલી ભરેલા જીવનને દર્શાવવા માટે પ્રખ્યાત છે. તેમાં પણ ફિલ્મમાં કલાકારો 3 કલાકની ફિલ્મ લાખોની કીમતના ડિઝાઈનર કપડા અને ઘરેણા પહેરે છે. ફિલ્મમાં અનેક પ્રકારના કપડા હિરો-હિરોઈનોએ પહરેલા જોવા મળે છે.

image source

પરંતુ કેટલીક એવી ફિલ્મો છે જે આખી ફિલ્મમાં એક જ કોસ્ચુમમાં જોવા મળ્યા છે. આ ફિલ્મો તમે પણ જોઈ તો હશે પરંતુ આ વાત કદાચ તમે ધ્યાન લીધી નહીં હોય. તો ચાલો તમને જણાવીએ એવી 8 ફિલ્મો વિશે જેમાં મુખ્ય કલાકાર એક જ ડ્રેસમાં આખી ફિલ્મ દરમિયાન જોવા મળ્યા હતા.

1. અજય દેવગણ- વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ

image source

આ બોલિવૂડની ફિલ્મ એવી છે કે જેમાં અજય દેવગણ એક જ સફેદ આઉટ ફીટમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં અજયના પાત્રને એકદમ વ્હાઇટ શર્ટ પહેરવાનો વિચિત્ર શોખ હોય છે, તેથી જ તે આ ફિલ્મમાં માત્ર સફેદ શર્ટમાં જ જોવા મળે છે.

2. મુન્ના ભાઈ સિરીઝમાં અરશદ વારસી

image source

મુન્ના ભાઈ સિરીઝમાં અર્શદ વારસી ગળામાં ચેઈન અને આઈકોનિક બ્લેક કુર્તામાં આખી ફિલ્મમાં જોવા મળ્યા હતા. મુન્ના ભાઈ જુદા જુદા શર્ટ પહેરેલા જોવા મળે છે પરંતુ સર્કિટ તો તેના એક જ લુકને વળગી રહે છે.

3. ગુલાબ ગેંગમાં માધુરી દીક્ષિત

image source

ગુલાબ ગેંગ નામની ફિલ્મ સરકાર વિરુદ્ધ આંદોલન તરીકે શરૂ થયેલી એક ગેંગની સાચી ઘટનાઓ પરથી બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં માધુરી એક જ ગુલાબી સાડીઓ પહેરેલી દેખાય છે.

4. અનિલ કપૂર મિસ્ટર ઈંડિયામાં

image source

અનિલ કપૂરની ફિલ્મ મિસ્ટાર ઈંડિયા બીજી એવી ફિલ્મ છે જેમાં તે એક જ પોશાક પહેરેલો જોવા મળે છે.

5. ચમેલી ફિલ્મમાં કરીના કપૂર ખાન

image source

ચમેલી ફિલ્મમાં કરીના કપૂરે સેક્સ વર્કરની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. પરંતુ આ ફિલ્મમાં કરીનાનું પાત્ર એક જ સાડીમાં જોવા મળી હતી.

6. અનુષ્કા શર્મા NH10 માં

image source

NH10 ફિલ્મ કે જે મોટાભાગે રસ્તા પર જ શૂટ કરવામાં આવે છે, તેમાં અનુષ્કા એક જ કપડામાં જોવા મળી હતી.

7. રાની મુખર્જી, થોડા પ્યાર થોડા મેજિકમાં

image source

રાની મુખર્જી અને સૈફ અલીની આ ફિલ્મમાં રાની એક પરીની ભૂમિકામાં જોવા મળી હતી અને તેણે એક જ આઉટફીટમાં ફિલ્મ પુરી કરી હતી.

8. સોનચિરીયામાં ફિલ્મની આખી કાસ્ટ

image source

સોનચિરીયા ફિલ્મમાં બધા જ કલાકારો એક જ પોષાકમાં જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત