TikTok પર યુવકનો વિડિયો જોઈ ઇમ્પ્રેસ થઈ ગઈ મહિલા, અને છોકરાઓને પડતા મુકીને પરિણીત મહિલા ભાગી ગઇ પ્રેમી સાથે

પરિણીત મહિલા ભાગી ટીકટોક સ્ટાર પ્રેમી સાથે – બાળકોને પણ મુક્યા પડતા

સોસિયલ મિડિયા એપ ટીકટોકને કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે. અને લોકો તેના પર ચિત્ર વિચિત્ર, અવનવા વિડિયો અપલોડ કરીને રાતોરાત સ્ટાર્સ પણ બની જાય છે. ટીકટોક સ્ટાર્સ એ એક નવો જ ટ્રેન્ડ છે. પણ આ જ ટીકટોક લોકોના સંસાર ભાંગવામાં પણ જવાબદાર સાબિત થઈ રહી છે. ટીકટોકના કારણે લોકો એટલા અંજાઈ જાય છે કે તેઓ વાસ્તવિક જગતનું ભાન ભૂલી જાય છે અને સપનાઓમાં રાચવા લાગે છે. અને પછી પ્રેમમાં પણ પડી જાય છે.

image source

પરિણિત મહિલા પડી ટીકટોક સ્ટારના પ્રેમમાં

હકીકતમાં ઘટના એવી ઘટી છે કે ધમતરી નામના વિસ્તારમાં એક 32 વર્ષિય મહિલા ટિકટોક એપ પર એક યુવકના પ્રેમમાં પડી છે. અને તે તેના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ છે કે પોતે પરિણિત છે, પોતાના બે સંતાન છે તેને પણ છોડીને તે પ્રેમિ સાથે ભાગી ગઈ છે. અને આ બાબતે તેણીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

image source

ટીકટોક પર યુવકનો વિડિયો જોઈ ઇમ્પ્રેસ થઈ ગઈ મહિલા

મળેલી માહિતી પ્રમાણે સામાન્ય ટીકટોક યુઝર્સની જેમ આ મહિલાને પણ ટીકટોકનો ચસકો લાગી ગયો હતો અને તેણી પણ ટીકટોક પર ખૂબ વિડિયો જોતી. તેણી દીવસરાત ટીકટોક વિડિયોઝ જોતી રહેતી. અને તે દરમિયાન જ તેણી ટીકટોક સ્ટારની વિડિયોથી પ્રભાવીત થઈ ગઈ અને તેના પ્રેમમાં પડી.

image source

છેવટે તે બન્નેએ ફોન પર એકબીજાનો કોન્ટેક્ટ કર્યો અને તેના પર ધીમે ધીમે વાતો ચાલુ થઈ ગઈ. અને આ દરમિયાન તેણી તેના પ્રેમાં પડી ગઈ અને એક દિવસ અચાનક પતિને છોડીને પ્રેમી સાથે રહેવા જતી રહી.

image source

ટીકટોક એ ચાઈનાની એપ્લિકેશન છે અને તેને કારણે ધીમે ધીમે ટીકટોકને ડીલીટ કરવાની પણ લોકોમાં અપિલ ઉઠી છે. અને ઘણા બધા લોકોએ તેને ડીલીટ પણ કરી છે. હાલ ટીકટોકનો ક્રેઝ આખાએ ભારતને લાગેલો છે. ગામડે ગામડે લોકો ટીકટોક વડિયો બનાવે છે. કેટલાક તો ટીકટોક વિડિયો લેવા માટે જીવનું જોખમ પણ લેતા હોય છે અને કેટલાક તો આ નવીન ટીકટોક વિડિયો બનાવવાના ચક્કરમાં જીવ પણ ગુમાવી બેસે છે.

image source

2019ના અહેવાલ પ્રમાણે ટીકટોકના ભારતમાં રહેતા મંથલી યુઝર્સની સંખ્યા 120 મિલિયન છે. અને સાઉથ એશિયાની વાત કરીએ તો કૂલ 190 મિલિયન લોકોએ ટીકટોક એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે. ઇન્ડોનેશિયામાં 81 મિલિયન લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે.

image source

જોકે કેટલાક લોકો એવી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ટીકટોક એપ્લિકેશન દ્વારા ચાઈના ભારતીય લોકોનો પર્સનલ ડેટા પણ ચોરી રહી છે અને ભવિષ્યમાં તેનો દૂરઉપયોગ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ચાઈનામાં ત્યાંની પ્રજાને ટ્વીટર, ફેસબુક અને યુટ્યૂબનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. અને તેની જગ્યાએ ત્યાંના લોકો સ્થાનિક સોશિયલ મિડિયા સાઇટ્સનો ઉપયોગ કરે છે અને તેને ત્યાંની સરકાર દ્વારા એકધારી મોનિટર કરવામાં પણ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત